________________
જ્ઞાનમંજરી
મોહત્યાગાષ્ટક - ૪
૧૧૭
સાથે સાથે સર્વત્ર વ્યાપીને રહેલી જ હોય છે. આમ વ્યાપ્ય-વ્યાપકભાવ હોવાથી અભિન્ન છે તેવી જ રીતે “સ્ફટિક અને તેની ચમક” તથા “સાકર-મધુરતા” “મીઠું-ખારાશ” ઈત્યાદિ ભાવો વ્યાપ્ય-વ્યાપક ભાવવાળા હોય છે. માટે અભિન્ન છે - એકમેક છે. પરંતુ જ્યાં વ્યાપ્ય-વ્યાપકભાવ નથી, ત્યાં અભેદ નથી પણ ભેદ છે. જેમકે “અગ્નિ અને કાષ્ઠ' જ્યાં જ્યાં અગ્નિ હોય ત્યાં ત્યાં કાષ્ઠ (લાકડાં) હોય - એવો નિયમ નથી તથા જ્યાં જ્યાં કાષ્ઠ હોય ત્યાં ત્યાં અગ્નિ હોય એવો પણ નિયમ નથી. માટે અગ્નિથી કાષ્ઠ અભિન્ન નથી પણ ભિન્ન છે. તથા સ્ફટિક અને તેને લાગેલો કાદવ ભિન્ન છે. સાકર અને સાકર રાખવાનો ડબ્બો, મીઠું અને મીઠા માટેનું પાત્ર આ સર્વે પદાર્થો વ્યાપ્ય-વ્યાપક ભાવથી જોડાયેલા નથી તેથી ભિન્ન છે.
ઉપર કહેલા દૃષ્ટાન્તને અનુસારે જે જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધ કર્મ, શરીર, ધન અને સ્વજનાદિ પદાર્થો છે. તે મારા આત્માની સાથે વ્યાપ્ય-વ્યાપકભાવથી જોડાયેલા નથી માટે ભિન્ન છે તે સઘળા પણ પદાર્થો મારા નથી, “હું તેનાથી ભિન્ન છું તે પદાર્થો મારાથી ભિન્ન છે.” હું આ મનુષ્યભવમાં આવ્યો ત્યારે મારી સાથે આવ્યા નથી અને હું જઈશ ત્યારે મારી સાથે તે પદાર્થો આવવાના નથી. માટે તે પદાર્થોને મારા માનવા તે ભ્રમ છે. પરંતુ જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્ય-અવ્યાબાધસુખ ઈત્યાદિ જે ભાવો મારા આત્માના અસંખ્યાતપ્રદેશો સ્વરૂપ મારા પોતાના ક્ષેત્રમાં અભેદભાવે (તન્મયપણે-એકાકારપણે) પરિણામ પામેલા છે. મારા પોતાના ગુણોના પર્યાયપરિણામો છે. તે જ ખરેખર મારા છે. જે ક્યારેય મારાથી વિખુટા પડ્યા નથી અને વિખુટા પડવાના પણ નથી માટે સ્વસ્વરૂપમાં જ સ્વત્વ (મારાપણું) માનવું ઉચિત છે અને પરપદાર્થોમાં પરત્વ (પરપણું) માનવું તે જ વાસ્તવિક સત્ય છે. પરંતુ પરને મારું માનવું તે વિપરીત બુદ્ધિ હોવાથી મિથ્યાત્વ છે, અર્થાત્ ભ્રમ છે.
આ પ્રમાણે સ્વ-સ્વરૂપમાં જ મારાપણાની બુદ્ધિ અને પર-પદાર્થોમાં પરપણાની જે બુદ્ધિ છે તે જ મોહાસ્ત્ર છે. મોહનો નાશ કરનારું શસ્ત્ર છે. પરપદાર્થો તે પર છે મારાથી ભિન્ન છે મારા નથી આવું જે તાત્ત્વિકશાન થાય છે. તેને જ શાસ્ત્રકારો ભેદજ્ઞાન કહે છે. આમ ભેદજ્ઞાન થવાથી પરપદાર્થોને પર જાણીને તેનો વિભાગ કરવા દ્વારા તેના ઉપરનો મોહ નાશ પામે છે. આ કારણથી આ આત્મા પોતાના આત્માના રત્નત્રયીમય શુદ્ધ સ્વરૂપ સિવાય સર્વ પરભાવોથી ભિન્ન છે. આવો મનમાં પાકો નિર્ણય કરવો અને તે પરભાવોથી દૂર રહેવા પ્રયત્ન કરવો. એ જ માનવજીવનનું સાચું સાધ્ય છે.
મોહના ક્ષયનો સાચો આ જ ઉપાય હોવાથી નિગ્રન્થ મુનિઓ જેના-જેનાથી કર્મો બંધાય છે તેવા ૧૮ પાપસ્થાનકોના આશ્રવોને ત્યજે છે. સ્વસ્વરૂપના અભ્યાસ માટે ગુરુઓના