________________
જ્ઞાનમંજરી
તૃષ્યષ્ટક - ૧૦
૨૯૫
(૫) શબ્દાદિ ત્રણ નયો ઃ પોતાના સ્વરૂપની નિરાવરણતા થવાથી પૂર્ણપણે નિર્વિઘ્નરૂપે સ્વરૂપના ભોક્તાપણાની જે પ્રાપ્તિ થાય છે તેને જ સાચી તૃપ્તિ કહેવાય છે. કારણ કે આ સ્વરૂપની પ્રાપ્તિની તૃપ્તિ છે. પરદ્રવ્યસંબંધી તૃપ્તિ નથી. તેથી સદા કાલ રહેનારી છે. સ્વાધીન છે તેમાં પણ ત્રણ નયો નીચે પ્રમાણે જાણવા.
શબ્દનયથી તૃપ્તિ - સાતમા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનક સુધી ક્ષાયોપશમિક ભાવના જ્ઞાન-દર્શન-ક્ષમા-માર્દવ-આર્જવ સંતોષ અને વીર્યાદિ-ગુણાત્મક સ્વ-સ્વરૂપની પ્રાપ્તિ થવાથી જે આનંદ-આનંદ પ્રવર્તે છે તે શબ્દનયથી તૃપ્તિ જાણવી આ નયો સૂક્ષ્મનય અને ભાવનિક્ષેપગ્રાહી હોવાથી સ્વ-સ્વરૂપને પકડનારા છે.
સમભિરૂઢનયથી તેરમા-ચૌદમા ગુણઠાણે ક્ષાયિકભાવના જે આત્મગુણો પ્રગટ થયા છે. તેનાથી તૃપ્તિ થવી તે તૃપ્તિ કહેવાય છે. કારણ કે ક્ષાયિકભાવ હોવાથી સર્વથા આવરણો ચાલ્યાં ગયાં છે માટે સંપૂર્ણ નિરાવરણતા હોવાથી પરિપૂર્ણ ગુણો ખીલ્યા છે તેની તૃપ્તિ છે.
એવંભૂતનયથી મુક્તિમાં જે સંપૂર્ણપણે વિઘ્નરહિત સ્વગુણોનું ભોક્તત્વ છે તે જ સાચું છે, તેની જે તૃપ્તિ છે તે યથાર્થતૃપ્તિ છે. કારણ કે ત્યાં અઘાતીકર્મો પણ ન હોવાથી તજ્જન્ય વિઘ્નનો પણ અસંભવ છે ઈત્યાદિ સ્વયં વિચારવું.
આ સઘળી પદ્ધતિ ઓઘનિયુક્તિની ટીકામાં કહેલી અહિંસાના નયોની જેમ અહીં જાણી લેવી. તે ઓઘનિર્યુક્તિનો પાઠ આ પ્રમાણે છે
-
आया चेव अहिंसा, आया हिंसत्ति निच्छओ एसो । जो होइ अप्पमत्तो, अहिंसओ हिंसओ इयरो ॥७५५ ॥
“નિશ્ચયનયથી આ આત્મા જ અહિંસક છે અને આ આત્મા જ હિંસક છે. જે અપ્રમત્ત છે તે અહિંસક છે અને જે તેનાથી ઈતર (પ્રમાદી) છે તે હિંસક છે.”
જેમ શિકારી બાણ મારે પણ બાણના અવાજથી કદાચ પક્ષી ઉડી જાય પણ મરે નહીં તો પણ પક્ષી ન મરવા છતાં શિકારી મારવાના પરિણામવાળો હોવાથી હિંસક કહેવાય છે, અને કોઈ વૈદ્ય રોગીના રોગને મટાડવા ચીસો પડાવે, તો પણ નિરોગી કરવાની ભાવના હોવાથી અહિંસક કહેવાય છે, તેમ અહીં સમજવું.
નૈગમનયથી જીવ અને અજીવનો નાશ કરે તો પણ હિંસક કહેવાય, સંગ્રહ અને વ્યવહારનયથી છ જીવનિકાયના હિંસકને જ હિંસક કહેવાય, અજીવના નાશકને હિંસક કહેવાય નહીં, કારણ કે તેમાં જીવ નથી. ઋજુસૂત્રનયથી જ્યારે જે જીવની હિંસા થાય ત્યારે