________________
૨૭૬ ક્રિયાષ્ટક - ૯
જ્ઞાનસાર तत्र दृष्टान्तः-यथा प्रदीपः स्वप्रकाशोऽपि तैलपूर्त्यादिकां क्रियामपेक्षते, एवं सम्यग्ज्ञानी अपि क्रियारङ्गी भवति । क्रिया हि वीर्यशुद्धिहेतुः । अशुद्धवीर्यविहिताश्रवः संसरति संसारे । स एव गुणिसेवनगुणप्राग्भावोद्यतः संवरीभवति । कर्मप्रदेशग्रहणं योगैः । योगाः वीर्यप्रभवाः । तेन योगाः परमात्मवन्दनस्वाध्यायाध्ययनादियोजिताः न कर्मग्रहणाय भवन्ति । योगानां सत्प्रवृत्तिः क्रिया इति ॥३॥
આ બાબતમાં શાસ્ત્રકાર ભગવંત સુંદર એક ઉદાહરણ કહે છે - જેમ દીપક સ્વયં પોતે જ પ્રકાશ આપવાના સ્વભાવવાળો છે. પ્રકાશકતા એ દીપકનું સ્વરૂપ છે. છતાં પણ તેલનું પૂરવું અને આદિ શબ્દથી વાટનું તથા કોડીયાનું હોવાપણું વગેરે ક્રિયાની તે દીપક પણ અવશ્ય અપેક્ષા રાખે જ છે. આ જ પ્રમાણે સમ્યજ્ઞાની આત્મા પણ તે તે ગુણસ્થાનકને ઉચિત ક્રિયા કરવાનો ઉત્સાહી હોય, અને તેવી સાનુકુળ ક્રિયા કરે, તો જ તે જીવને ઉપરના ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે.
ધર્મક્રિયા એ વીર્યની પ્રવૃત્તિની) શુદ્ધતાનો હેતુ છે. અનાદિકાળથી આ જીવે પોતાને પ્રાપ્ત થયેલા વીર્યનો ઉપયોગ મિથ્યાત્વ, અવિરતિ, રાગ-દ્વેષ અને કાષાયિક પરિણતિમાં જ કર્યો છે. તેના કારણે આ વીર્યપ્રવૃત્તિ કર્મોના આશ્રવનું જ કારણ બનેલી છે. માટે તે વીર્યપ્રવૃત્તિ અશુભ જ થઈ છે. આ રીતે અશુદ્ધ વીર્યપ્રવૃત્તિ દ્વારા કર્યા છે ઘણા ઘણા આશ્રવો જેણે એવો આ જીવ સંસારમાં રખડ્યો છે, રખડે છે અને ઘણા ઘણા દુઃખનું ભાજન બન્યો છે અને બને છે.
તે જ આ જીવ જ્યારે ગુણી મહાત્મા પુરુષોની સેવામાં તત્પર બને છે અને તેના દ્વારા પોતાના ગુણોનો પ્રભાવ (આવિર્ભાવ-પ્રગટતા) કરવામાં ઉદ્યમશીલ બને છે ત્યારે આશ્રવને રોકીને સંવરભાવવાળો થાય છે.
મન-વચન-કાયા દ્વારા પ્રવર્તમાન એવું જે વીર્ય (કરણવીય) છે તેને યોગ કહેવાય છે. કારણ કે “યોગ-જોડવું” આ આત્માને કર્મબંધની સાથે જે જોડે તેને મન, વચન અને કાયાનો યોગ કહેવાય છે. તેથી આવા યોગ દ્વારા તો કર્યગ્રહણ જ થાય છે. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે શ્રાવીનઃર્મ યો:, સ શ્રવ:, શુક: પુષસ્થ, મામ: પાપ0 (૬૧, ૨, ૩, ૪) આવા પ્રકારના આ માનસિક, વાચિક અને કાયિક યોગો લબ્ધિવીર્યથી ઉત્પન્ન થાય છે. વર્યાન્તરાયકર્મના ક્ષયોપશમથી અથવા ક્ષયથી પ્રગટ થયેલું જે વીર્ય છે તે જ વીર્ય મન-વચન-કાયાના આલંબને ચંચળતા રૂપે જ્યારે વપરાય ત્યારે તેને કર્મબંધના હેતુભૂત યોગ કહેવાય છે. અથવા કરણવીર્ય પણ કહેવાય છે.