________________
४८४ માધ્યચ્યાષ્ટક - ૧૬
જ્ઞાનસાર શબ્દોનો જે ઈન્દ્ર એવી એકતા કરીને એક અર્થ કરાય છે, તે ખરેખર અવસ્તુ છે, ખોટું છે, મિથ્યા છે. કારણ કે જો આમ ભિન્ન ભિન્ન શબ્દોનો પણ અર્થ એક જ કરીએ તો “ઘટ અને જ્વલન” ઈત્યાદિ શબ્દોનો અર્થ પણ એક થઈ જશે અને આ પ્રમાણે ભિન્ન ભિન્ન નિમિત્ત (વ્યુત્પત્તિ) હોવા છતાં પણ જેમ ઘટ-જ્વલન શબ્દની એકતા કરવી તે અવસ્તુ છે. તેમ નૃપ-ભૂપ ઈત્યાદિ શબ્દોની પણ એકતા કરવી તે અવસ્તુ જ છે. આ પ્રમાણે વિચારતાં ઘટ અને કુટ આ બન્ને શબ્દોની પણ ભિનાર્થતા જ માનવી ઉચિત છે. કારણ કે ઘટ શબ્દની નિમિત્તતા ચેષ્ટા છે અને કુટશબ્દની નિમિત્તતા કૌટિલ્યતા છે. આ રીતે ચેષ્ટા અને કૌટિલ્યતા રૂપ નિમિત્તભેદ હોવાથી જેમ ઘટ-કુટ શબ્દોના અર્થો ભિન્ન ભિન્ન છે તે જ રીતે શક્ર અને ઈન્દ્ર આ બને પર્યાયવાચી શબ્દોમાં પણ પ્રકૃતિ અને પ્રત્યયથી પ્રાપ્ત થયેલ એવું નિમિત્ત ભિન્ન ભિન્ન હોવાથી બન્ને શબ્દો પણ ભિન્ન ભિન્ન જ છે અને અર્થ પણ ભિન્ન ભિન્ન જ છે. તે બન્નેને એકાર્થકતા કેમ હોય ? અર્થાત પર્યાયવાચી બને શબ્દો એકાર્થક નથી. જેમ ગાય અને અશ્વ શબ્દોમાં પ્રકૃતિ અને પ્રત્યય ભિન્ન ભિન્ન હોવાથી અર્થ ભિન્ન ભિન્ન છે તેમ શક્ર અને ઈન્દ્ર શબ્દોમાં પણ વિવિક્ત) ભિન્ન ભિન્ન નિમિત્ત રહેલ હોવાથી અર્થ ભિન્ન ભિન્ન છે.
પ્રશ્ન :- કદાચ અહીં કોઈક આવો પ્રશ્ન કરે કે શક્ર-પુરંદર-વજપાણિ વગેરે શબ્દો ઈન્દ્રના પર્યાયવાચી તરીકે રૂઢ છે. આવી પ્રતીતિ લોકમાં છે. અર્થાત્ લોકમાં આવો અનુભવ છે કે ઈન્દ્રાદિ શબ્દો પરસ્પર પર્યાયવાચી છે. એક જ અર્થને કહેનારા છે. તેને ભિન્ન ભિન્ન અર્થવાળા કેમ કહેવાય ?
ઉત્તર :- પ્રશ્નકારની ઉપરની વાત યુક્તિયુક્ત નથી. કારણ કે જો ભિન્ન ભિન્ન શબ્દોનો અર્થ એક જ થતો હોય તો સામાન્યવાચી અને વિશેષવાચી શબ્દો પણ પર્યાયવાચી બની જાય અને તેનો પણ એક અર્થ થવાની આપત્તિ આવે. કારણ કે “આ પ્લક્ષ છે” આમ કહ્યું છતે પ્રથમ તો વૃક્ષનું અસ્તિત્વ જણાય છે તેથી જે કહેવાથી જે જણાય તેને જો પર્યાયવાચી કહીએ તો જેમ નૃપ કહેવાથી ભૂપ જણાય છે તેમ પ્લેક્ષ કહેવાથી વૃક્ષનું અસ્તિત્વ પણ જણાય જ છે. તેથી અહીં પણ એટલે કે પ્લેક્ષ કહેવાથી અસ્તિત્વ નો બોધ થાય છે. તેમાં પણ પર્યાયાન્તરની જ કલ્પના કરવી પડશે અને જો ખરેખર આમ કરાય તો પ્લેક્ષ એ વિશેષવાચી વચન બોલવાથી વૃક્ષનું અસ્તિત્વ રૂપ સામાન્ય જણાય છે તેથી વિશેષ અને સામાન્ય પણ પર્યાયવાચી જ થશે અને આ રીતે જ્યાં જ્યાં કોઈપણ એક સ્વરૂપના કથનથી અનુક્તની પ્રતિપત્તિ થાય, ત્યાં સર્વત્ર પર્યાયવાચી માનવાનો જ પ્રસંગ આવે. જે યથાર્થ નથી.