________________
પૂર્ણાષ્ટક - ૧
જ્ઞાનસાર अत्र हि - भावनिक्षेपः साध्यः, ततः एवम्भूतः पूर्णानन्दः साधनत्वेन गृहीतः इति । शुद्धसिद्धामलानन्ताकृत्रिमस्वरूपसकलस्वभावाविर्भावानुभवस्वरूपः पूर्णानन्दः साध्यः । साधना तु या सम्यग्रत्नत्रयाभ्यासवत्त्वेनात्मगुणास्वादानन्दतया परिणमय्य पूर्णानन्दसाधना विधेया । इति व्याख्यातं पूर्णाष्टकम् ।
ઉપર કહેલા ચાર નિપામાંથી ચોથા નિક્ષેપાવાળી ભાવપૂર્ણતા જ પ્રાપ્ત કરવા લાયક છે. કારણ કે તે જ પૂર્ણતા આત્માનું શુદ્ધ, નિર્મળ અને વાસ્તવિક સ્વરૂપ છે. સ્વાધીન અને અનંતકાલ રહેનારું સ્વરૂપ છે માટે ભાવપૂર્ણતા જ સાધ્ય છે. તેથી એવંભૂતનયને માન્ય સિદ્ધાવસ્થાવાળી જે આત્મિકગુણોના પરમ આનંદરૂપ પૂર્ણતા છે. તે જ સાધવાલાયક તરીકે = સાધ્ય તરીકે સ્વીકારાઈ છે. સારાંશ કે શુદ્ધ-સિદ્ધ-નિર્મળ-અનંત-અકૃત્રિમ (વાસ્તવિક) આત્મસ્વરૂપમય સકલગુણાત્મક આત્મસ્વભાવનો આવિર્ભાવ થવો અને તેનો અનુભવ કરવો આ પ્રમાણે અનુભવાતો જે સાચો પરમ આનંદ છે તે જ સાધ્ય છે તે જ મેળવવા જેવો છે.
ઉપરોક્ત સાથે પ્રાપ્ત કરવા માટે તેની પૂર્વભૂમિકારૂપે ચારથી ચૌદ ગુણસ્થાનકોમાં આરોહણ કરવા સ્વરૂપ સમ્યગુ એવી રત્નત્રયીના નિરંતર અભ્યાસવાળા બનવા દ્વારા આત્માના ગુણોનું આસ્વાદન કરવા સ્વરૂપ આનંદ રૂપે પરિણામ પમાડીને આરાધનાના કાલમાં જે પૂર્ણાનન્દ માણવો તે પૂર્વકાલીન (આરાધનામય અને સાધનામય) જે ભૂમિકા છે તે પૂર્વભૂમિકા રૂપે સાધનરૂપ ભૂમિકા સમજવી અને પરિપૂર્ણપણે પ્રગટ કરેલા ગુણોનો આનંદ માણવો તે સાધ્યરૂપ ભૂમિકા સમજવી.
છે
પ્રથમ પૂર્ણાષ્ટક સમાપ્ત
.