________________
॥ અથ દ્વિતીયં મનાષ્ટમ્ ॥
अथ मग्नाष्टकं वितन्यते तत्र नामस्थापने सुगमे, द्रव्येण धनमदिरापानादिना मग्नः, द्रव्यात्-धनकाञ्चनाद् मग्नः, द्रव्ये शरीरादौ मग्नः । अथवा द्रव्यरूपो मग्नो द्विधा-आगमतो मग्नपदार्थज्ञाता अनुपयुक्तः, नोआगमतो ज्ञशरीरभव्यशरीरे पूर्ववत्, तद्व्यतिरिक्तस्तु मूढः शून्यः जडः । भावमग्नो द्विविधः, अशुद्धः शुद्धश्चेति । तत्र अशुद्धः क्रोधादिमग्नः विभावभावितात्मा, शुद्धो द्विविधः, साधकः सिद्धश्चेति ।
હવે મગ્નાષ્ટક કહેવાય છે. ત્યાં સૌ પ્રથમ મગ્નતા ઉપર ચાર નિક્ષેપા સમજાવાય છે (૧) કોઈનું પણ “મગ્ન” એવું નામ કરવું તે નામમગ્ન, (૨) કોઈપણ વિષયમાં મગ્ન (ઓતપ્રોત) થયેલાનું ચિત્ર દોરવું અથવા તેવી મૂર્તિ બનાવવી તે સ્થાપનામગ્ન. આ બન્ને નિક્ષેપા સુગમ છે. (૩) દ્રવ્યમગ્નમાં જેમ જેમ સમાસ બદલીએ તેમ તેમ અર્થ બદલાય છે. દ્રવ્યેળ મન: આમ તૃતીયા તત્પુરુષ સમાસ કરીએ ત્યારે ધન વડે અથવા મદિરાપાનાદિ વડે જે મગ્ન તે દ્રવ્યમગ્ન કહેવાય છે. દ્રવ્યાત્ મન: = આમ પંચમી તત્પુરુષ સમાસ કરીએ ત્યારે ધનાદિથી અથવા કંચનાદિથી જે મગ્ન તે દ્રવ્યમગ્ન કહેવાય છે. દ્રવ્યે મનઃ = આમ સપ્તમી તત્પુરુષ સમાસ કરીએ ત્યારે શરીરાદિ દ્રવ્યમાં જે મગ્ન તે દ્રવ્યમગ્ન કહેવાય છે. સારાંશ કે ધન-કંચન-કામિની અને શરીરાદિ બાહ્ય પદાર્થોમાં જે રસિક હોય, તેની જ જેને તાલાવેલી લાગી હોય તે દ્રવ્યમગ્ન કહેવાય છે.
અથવા આ દ્રવ્યમગ્ન બે પ્રકારનો છે. (૧) આગમથી અને (૨) નોઆગમથી. ત્યાં “મગ્ન” પદના અર્થનો જે જાણકાર હોય. પરંતુ તેનું વ્યાખ્યાન કરતી વેળાએ ઉપયોગશૂન્ય હોય તે આગમથી દ્રવ્યમગ્ન કહેવાય છે. જ્ઞાન છે માટે આગમથી અને ઉપયોગ નથી માટે દ્રવ્યથી તે મગ્ન કહેવાય છે. નોઆગમથી દ્રવ્યમગ્નના ત્રણ ભેદ છે. (૧) જ્ઞશરીર અને (૨) ભવ્યશરીર આ બે ભેદ પૂર્વની જેમ (પૂર્ણતાષ્ટકમાં કહ્યા તેમ) સમજવા, જેણે મગ્નતા પદનો અર્થ બરાબર જાણ્યો છે તેવા આત્માનું મૃત્યુ પામ્યા બાદ ક્લેવર (શરીરમાત્ર) તે જ્ઞશરીર અને જે ભાવિમાં મગ્નતાનો અર્થ જાણશે એવા બાલ-શિષ્યાદિ (નવદીક્ષિત સાધુ આદિ) તે ભવ્યશરીર. હવે ત્રીજો જે ભેદ છે તે મોહાન્ધ એવો જે મૂઢ જીવ, પૂર્વાપરની વિચારણાશક્તિ વિનાનો જે શૂન્ય જીવ, અલ્પચેતનાવાળો જડ જેવો જે જીવ તે દ્રવ્યથી તત્ત્પત્તિરિત નામનો ત્રીજો ભેદ કહેવાય છે. કારણ કે જે મોહકપદાર્થમાં મગ્ન છે અથવા અજ્ઞાનમાં જ મસ્ત છે તે જીવ પોતાના આત્માનો ઉપકાર પ્રાપ્ત કરનાર નથી માટે દ્રવ્યથી મગ્ન કહેવાય છે.