________________
જ્ઞાનમંજરી મોહત્યાગાષ્ટક-૪
૧૩૩ अथवा अनारोपसुखानुभवी आरोपप्रियलोकेषु अग्रे आरोपजं सुखं "सुखमिति" वक्तुमपि आश्चर्यवान् भवति, वक्तुं न समर्थो भवति, सुखाभावात् सुखकारणाभावात् । तच्च वस्तुवृत्या दुःखरूपे सुखमिति लोकार्थमुक्तेऽपि स्वयमाश्चर्यवान् भवेत, किमक्तमिदं मया? नेदं सखम, अतः परमसम्भवे सखे सखाभासः निवारणीयः मोहमूलत्वात्, पौद्गलिके सुखे सुखभ्रान्तिरेव अभ्यन्तरं मिथ्यात्वमिति ॥७॥
અથવા અનારોપસુખના (આત્મગુણોના આનંદના) અનુભવી એવા યોગીપુરુષ આરોપિત સુખોની પ્રીતિવાળા લોકોની આગળ તે લોકોને માઠું ન લાગે તેટલા માટે અર્થાત્ તેઓ જેવા પ્રસન્ન છે તેવા પ્રસન્ન જ રહે, ઉદાસ ન બની જાય તેટલા માટે “આ સુખ પણ સુખ છે” આવું ક્યારેક તે લોકોની સમક્ષ કહેવું પડે, તો તે કહેવા માટે પણ મનમાં આશ્ચર્યવાળા બને છે. મન માનતું નથી, “આ સુખ છે” આવું કહેવાનું હૃદય સમર્થ બનતું નથી, કારણ કે પાંચ ઈન્દ્રિયોનાં જે વિષયસુખો છે તે સુખસ્વરૂપ પણ નથી અને સુખના કારણસ્વરૂપ પણ નથી, તેનાથી જીવને શાન્તિ મળતી નથી પરંતુ ઉપાધિઓની પરંપરા જ વધે છે. રાત-દિવસ ક્લેશ, કડવાશ અને વેર-ઝેર જ વધે છે. માટે વાસ્તવિકપણે તે સંસારનું ભૌતિક સુખ દુઃખરૂપ જ છે. છતાં લોકોને માઠું ન લાગે તે માટે લોકોએ માની લીધેલા દુઃખરૂપ સુખમાં “હવે તમે સુખી થયા” “તમે સુખ પામ્યા” હે ભાગ્યશાળી ! તમે તો સુખી છો. આમ કહેવું પડે તો પણ તે બાબતમાં યોગીપુરુષને હૃદયમાં આશ્ચર્ય થાય છે કે “અરે ! મારા વડે આ શું કહેવાઈ ગયું ?” આ સુખ છે જ નહીં, દુઃખોની પરંપરા, ઉપાધિઓ અને ચિત્તાઓ જ આપનારું આ સુખ છે. આમ હૃદયમાં ભૂલ થયાનું ખેદ સાથે આશ્ચર્ય થાય છે. આ બીજો અર્થ અથવા લખીને જે કર્યો છે તે પ્રશ્નાર્થકચિહ્ન નથી એમ જાણીને આશ્ચર્યવાળા બને છે” એમ વિધાયક તરીકે અર્થ કર્યો છે.
આ કારણથી પરપદાર્થોથી ઉત્પન્ન થયેલા સખમાં “આ સખ છે” એવી સખપણાની બુદ્ધિ મોહાશ્વેતામૂલક હોવાથી નિવારણ કરવા જેવી છે. ત્યજવા જેવી છે. પૌદગલિક સુખોમાં સુખ માનવું એ બ્રાન્તિ જ છે અને તે અભ્યત્તર મિથ્યાત્વ જ છે, અવળી બુદ્ધિ છે. જ્ઞાનીઓ જેને દુઃખ કહે છે તેને સુખ માનવું અને સુખ કહેવું તે વિપરીત બુદ્ધિ હોવાથી હૃદયગત મિથ્યાત્વ છે. કુદેવ-કુગુરુને ત્યાં જતા-આવતા હોઈએ, નમન-વંદન કરતા હોઈએ તો કોઈક લોકો પણ દેખે, કોઈક રોક-ટોકે, કોઈક સમજાવીને વારે, માટે તે બાહ્ય મિથ્યાત્વ છે, પણ આ વિપરીત બુદ્ધિ હૃદયની અંદર છે, બીજા લોકોને દેખાતી નથી. કોઈ આપણને આ વિપરીત બુદ્ધિથી રોક-ટોકી શકતું નથી, કોઈ સમજાવી શકતું નથી, કોઈ વારી શકતું નથી. માટે અભ્યત્તર મિથ્યાત્વ છે. આશા