________________
જ્ઞાનમંજરી ઈન્દ્રિયજયાષ્ટક - ૭
૨૨૫ આ કારણથી હે ભવ્ય જીવો ! અનાદિ કાળથી એક બે વાર નહીં પણ અનેકવાર જેનો ઉપભોગ કરેલો છે એવા વિષયો તારે અટકાવવા જેવા છે. તેમાં રાજી રાજી થવા જેવું કે તેનો ઉપભોગ કરવા જેવું કંઈ જ નથી, આ તો જગતની એંઠતુલ્ય છે. માટે તેવા વિષયોનો સંગ પણ કરવા જેવો નથી. સંયમ લીધા પહેલાંના કાળમાં અથવા શ્રાવક અવસ્થામાં પણ પૂર્વકાલમાં વિષયોનો કરેલો જે પરિચય-ઉપભોગ છે તે ક્યારેય પણ સંભાળવા જેવો કે સ્મરણ કરવા જેવો નથી. જો સ્મરણ કરશો તો પાછી વિષયભોગની આગ પ્રજ્વલિત થશે, સંસારને વધારનારા અર્થાત્ સંસારના બીજભૂત એવા ઈન્દ્રિયોના આ વિષયભોગો પ્રતિસમયે દૂરથી જ દુર્ગછા કરવા જેવા છે અને વિષયભોગો તરફની દૃષ્ટિ ત્યજીને આત્મતત્ત્વના ચિંતન-મનન રૂપ સ્વાધ્યાયમાં જ દૃષ્ટિને લયલીન કરવા જેવી છે.
આ કારણથી જ નિરૈન્યમુનિઓ વાચના આદિના આદાન-પ્રદાન વડે તત્ત્વનું અવલોકન કરવાની તમન્ના આદિમાં જ પોતાનો અમૂલ્ય સમય પસાર કરે છે. જિનેશ્વર પરમાત્માની વાણી ભણવી અને ભણાવવી. વાચના લેવી અને વાચના આપવી. આવા પ્રકારના જ્ઞાનધ્યાનના વિષયમાં જ એવા મસ્ત રહે છે કે ગત નં ર જ્ઞાત્તિ કેટલો કાળ ગયો તેનો પણ ખ્યાલ ન રહે તેવી મસ્તી માણે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે –
“કેટલાક ભાવનિગ્રંથ મહામુનિઓ નિર્મલ હોય છે. નિષ્કલ (કજીયા અને કષાય વિનાના) હોય છે. પરદ્રવ્યના સર્વથા સંગ વિનાના હોય છે અને સિદ્ધ થયો છે અર્થાત્ પ્રગટ્યો છે યથાર્થ સાચા આત્મભાવનો સ્પર્શ જેને એવા હોય છે.”
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર એમ રત્નત્રયીના ભાવે પરિણામ પામેલા આવા ભાવનિગ્રંથ મુનિઓ હૃદયની અતિશય રુચિપૂર્વક સ્થવિરકલ્પ અને જિનકલ્પવાળા જિનેશ્વરપ્રભુના માર્ગમાં વર્તે છે. જિનેશ્વર પ્રભુ જેવો ઉત્કૃષ્ટ આચાર પાળવો તે જિનકલ્પ અને સ્થવિરોની સાથે રહીને આત્મ-સાધના કરવી તે સ્થવિરકલ્પ. સર્વે પણ ભવ્યજીવોએ આ જ કરવા જેવું છે. પાંચે ઈન્દ્રિયોના વિષયભોગો કાલકુટ વિષતુલ્ય છે. અનંત સંસાર વધારનારા છે. વિષયો પ્રાપ્ત કરવામાં તથા તેનો ઉપભોગ કરવામાં, તથા તેના વિયોગકાલમાં પણ દુઃખ જ આપનારા છે. અનેક પ્રકારના દુઃખોના ઉપભોગવાળી આ વિષયાભિલાષા છે તેથી આત્માર્થી જીવો માટે સાપ-સિંહની જેમ દૂરથી ત્યાજ્ય છે. દા.
સાતમું ઈન્દ્રિયજયાષ્ટક સમાપ્ત કિજ