________________
૬૭૬ શાસ્રાષ્ટક- ૨૪
જ્ઞાનસાર પ્રાપ્તિ થાય, દશ દષ્ટાન્ત દુર્લભ મનુષ્યભવ પ્રાપ્ત થયો, જૈન કુલ મળ્યું, સંસ્કારી ઘર મળ્યું, નિરોગી શરીર પ્રાપ્ત થયું, તેમાં પાંચે ઈન્દ્રિયો અખંડિત પ્રાપ્ત થઈ, વિશિષ્ટ બુદ્ધિ પ્રાપ્ત થઈ, ત્યાગી-વૈરાગી ગુરુઓનો યોગ મળ્યો, આ બધી સામગ્રી પ્રાપ્ત થવી ઘણી દુર્લભ છે. આમ તેની દુર્લભતા સમજાઈ છે તો પછી આટલા ઊંચા પદે આવ્યા પછી એક ક્ષણનો પણ પ્રમાદ કર્યા વિના અતિશય ભાવપૂર્વક નિરંતર જૈન આગમશાસ્ત્રોનો અભ્યાસ કરવો જોઈએ, તેનાથી હેય-ઉપાદેયનો વિવેક, જીવ-અજીવના યથાર્થ સ્વરૂપનું ભાન, આશ્રવસંવરાદિ તત્ત્વોની સમજણ, આત્મા કેવી રીતે કર્મો બાંધે છે ? અને કેવી રીતે કર્મો તોડે છે? મુક્તિ એ શું તત્ત્વ છે? ઈત્યાદિ પારમાર્થિક તત્ત્વની સાચી પ્રાપ્તિ થાય જે આત્માને સંસારથી તારનાર છે.
આ તત્ત્વપ્રાપ્તિ માટે જ, શાસ્ત્રોના ઊંડા અભ્યાસને કાજે જ નિર્ગસ્થ મુનિઓ પ્રવચનશાસ્ત્રોની વાચના આપે છે. ચતુર્વિધ સંઘ વચ્ચે આગમશાસ્ત્રોના પાઠોના અર્થો કહે છે તેમાં રહેલાં ઊંડાં ઊંડાં રહસ્યો ખોલે છે. એક એક વાક્યના નભેદ થતા અર્થો લોકોને સમજાવે છે. પોતે પણ જાતે નિરંતર વારંવાર સૂત્રપાઠોના આલાવાનું પુનરાવર્તન કરે છે. સૂક્ષ્મભાવના અને સૂક્ષ્મચિંતન પૂર્વક તે આગમપાઠોના અર્થનું ચિંતન-મનન કરે છે. આગમ શાસ્ત્રોમાં આવતાં ઊંડાં અને ચમત્કારિક તત્ત્વોમાં પોતે તન્મય બની જાય છે અને તે રહસ્યો સમજવામાં અને રહસ્યો ખોલવામાં ડૂબી ગયેલા તે મહાત્માઓ પોતાના આત્માને ધન્ય ધન્ય માની ઘણા જ આનંદિત થાય છે. અપૂર્વ અને અદ્ભુત તત્ત્વની પ્રાપ્તિના લાભથી આનંદિત મનવાળા થયા છતા શ્રોતાઓ સમક્ષ ધર્મકથાને કરે છે. (હૃદયમાં હર્ષથી નાચી ઉઠે છે).
ભૂતકાળમાં થઈ ગયેલા અનેક શાસ્ત્રોના રચયિતા એવા મહાન મહાન આચાર્ય મહારાજશ્રીના સમૂહની ભૂરિ ભૂરિ અનુમોદના કરે છે. આ કારણથી જ યોગ અને ઉપધાનાદિની ધર્મક્રિયાઓ કરે છે અને કરાવે છે. શાસ્ત્રોની અંદર ઊંડી પ્રવીણતાને ઈચ્છતા આ મહાયોગી પુરુષો પોતે જીવે ત્યાં સુધી ગુરુકુલવાસમાં જ (ગુરુજીની નિશ્રામાં જ) વસે છે. શાસ્ત્ર કેટલું ઉપકારક છે? તે જ્યારે સમજાય છે ત્યારે ઘડી, અર્ધ ઘડી પણ જીવ શાસ્ત્રથી વેગળો રહેતો નથી, શાસ્ત્ર એ તો પરમનેત્ર છે, માટે તેનો હૃદયના ભાવપૂર્વક આદર કરો. આ પ્રમાણે ચોવીસમા અષ્ટકના અર્થનું વિવેચન સમાપ્ત થયું. ll
ચોવીસમું શાસ્ત્રાષ્ટકસમાપ્ત
Printed at BHARAT GRAPHICS 7, New Market, Panjarapole, Relief Road, Ahmedabad380 001 Guj(ind). Ph. : 079-22134176, Mob, 9925020106 (Bharatbhai), Email: bharatgraphics1@gmail.com