________________
જ્ઞાનમંજરી
શાસ્રાષ્ટક-૨૪
૬૭૩
-પાનનં, ધર્મારામસુધાત્યાં-ધર્મ ધ્રુવ ઞામ:, તસ્મિન્ સુધા-અમૃત, તસ્ય જીલ્યાनीकिः, तां अमृतकुल्यां शास्त्रमाहुः - अमृतं शास्त्रमुक्तवन्तः, अतः शास्त्राभ्यासो महासुखायेति ॥७॥
વિવેચન :– આ ગાથામાં ત્રણ ઉપમાઓ દ્વારા શાસ્ત્રની મહત્તા સમજાવતા ગ્રંથકારશ્રી કહે છે કે -
(૧) મુનીશ્વર પુરુષો આ શાસ્ત્રને અજ્ઞાનરૂપી સર્પના વિષને ઉતારવામાં મહામન્ત્ર સમાન કહે છે. જેમ કોઈ પુરુષને સર્પ-દંશ થયો હોય, તેનું વિષ અંગેઅંગમાં વ્યાપ્યું હોય, છતાં જો ગારૂડિક મંત્રની વિદ્યાના જાણકાર પાસે ગારૂડિક મંત્રજાપ કરાવવામાં આવે તો સર્પનું વિષ ઉતરી જાય છે અને તે પુરુષ નિરોગી બને છે તેમ આપણા જેવા સર્વે પણ સંસારી જીવો અજ્ઞાનદશાથી પીડાય છે. વસ્તુતત્ત્વનું અજ્ઞાન, પરમાર્થતત્ત્વની અણસમજ, અથવા વિપરીતપણે થયેલો તત્ત્વબોધ આ અજ્ઞાનદશા છે. જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી અને મિથ્યાત્વમોહનીયના ઉદયથી અનુક્રમે શાનાભાવરૂપ અજ્ઞાનતાનો અને વિપરીતજ્ઞાન રૂપ અજ્ઞાનતાનો ડંખ અનાદિકાળથી લાગેલો છે. તેનું વિષ આત્મામાં વ્યાપેલું છે. તે વિષ ઉતારવામાં વીતરાગ સર્વજ્ઞપ્રભુએ કહેલાં શાસો અર્થાત્ “જિનવાણી” ગારૂડિક મંત્રતુલ્ય છે. વારંવાર શાસ્ત્રનું-જિનવાણીનું મનન, ચિંતન અને દોહન કરવાથી અજ્ઞાનતા દૂર થાય છે અને સમ્યજ્ઞાનવત્તા પ્રગટ થાય છે.
(૨) સ્વચ્છંદતા-સ્વેચ્છાચારીપણું-મનફાવે તેમ વર્તવું-શાસ્ત્રોના અર્થો મારી-મચડીને પોતાના સ્વાર્થપોષક કરીને આ જીવ મોહાવેશમાં અનાદિકાળથી વર્તે છે. “અમે કરીએ છીએ તે બરાબર છે” આવા અહંકારપૂર્વક આવેલી સ્વચ્છંદતા એ એક પ્રકારનો (તાવ) જ્વર છે. તે જ્વર દૂર કરવા માટે શાસ્ત્ર એ લંઘન તુલ્ય એટલે કે આહારત્યાગ તુલ્ય છે. જેમકે અપથ્ય ભોજન કર્યું હોય અથવા અધિક ભોજન કર્યું હોય તેનાથી ઝાડા-ઉલટીઓ થવા દ્વારા જ્વર આવ્યો હોય તો લંઘન કરવું-ભોજન ન કરવું તે તેનો ઉપાય છે. તેનાથી નવું ભોજન ન આવતાં અને જુનું ભોજન કાલાન્તરે પચી જતાં-પાચનક્રિયા થઈ જતાં તેનાથી આવેલો તાવ શમી જાય છે. તેમ જૈનશાસ્ત્રોનો ભાવપૂર્વક અભ્યાસ કરવાથી ગુરુગમતાસદ્ગુરુ પ્રત્યે સમર્પણભાવ અને વિનય-વિવેક આદિ ગુણો આવવાથી સ્વચ્છંદતાનો જ્વર ઓગળી જાય છે. તેથી શાસ્ત્ર એ અહંકારનો જ્વર ઉતારનાર છે.
(૩) અનાદિકાળથી મોહદશામાં રાચતા આ જીવને મહાન પુણ્યોદયે “ધર્મતત્ત્વ”ની પ્રાપ્તિ થઈ છે. દેવ-ગુરુ અને ધર્મની ઓળખાણ થઈ છે. મોહની વાસના કંઈક અંશે મોળી