________________
જ્ઞાનમંજરી
તૃષ્યષ્ટક – ૧૦
रागाद्यञ्जनश्यामतारहितः, स्वधर्मभोगवत्त्वात् । “यद्वस्तुनि यो धर्मो न भवति (स) न जायते" । उक्तञ्च विशेषावश्यके
૩૧૫
વિવેચન :- સદ્દો આવું શ્લોકમાં લખેલું પદ આશ્ચર્ય અર્થમાં છે. ઈન્દ્ર અને કૃષ્ણ વગેરે અનેક રાજા-મહારાજાઓ મનગમતાં પાંચ ઈન્દ્રિયોના વિષયોનાં સુખો મળવા છતાં તેનાથી સંતોષ નહીં પામેલા, હજુ અધિક અધિક સુખો પ્રાપ્ત કરવાની લાલસામાં જ રાચતા, અનેક સ્ત્રીઓની સાથેના સ્પર્શનેન્દ્રિયના ભોગવિલાસો માણવા છતાં, છએ રસવાળાં વિવિધ ભોજનો રસનેન્દ્રિયથી કરવા છતાં, સુગંધી પુષ્પોની સુવાસથી રમણીય પ્રાસાદોમાં આવાસ કરવા છતાં, સુંદર સંગીત દ્વારા કોમળ શબ્દોને સાંભળવા છતાં અને દેખવા લાયક ભવ્ય પદાર્થોના રૂપોનું અવલોકન કરવા છતાં પણ આવાં શ્રેષ્ઠ ભોગસુખો સંખ્યાત-અસંખ્યાત કાળ ભોગવવા છતાં પણ તેનાથી સંતોષ નહીં પામતા આવા રાજા-મહારાજાઓ પણ મનથી સુખી નથી, હજુ વધુ મળે તો સારું, હજુ વધુ મળે તો સારું, એમ સદાકાળ ભોગોની ભૂખથી પીડાતા જ રહે છે. જેમ ઈન્ધન આપે છતે અગ્નિ ક્યારેય તૃપ્ત થતો નથી એમ વિષયસુખો મળ્યે છતે ઈન્દ્રિયો ક્યારેય તૃપ્ત થતી નથી. આ ઈન્દ્રિયો વિષયોની પ્રાપ્તિ માટે કાયમ ભિખારી જ હોય છે. કાયમ વિષયોથી અતૃપ્ત જ રહે છે. પાંચ ઈન્દ્રિયોના આ વિષયો એ તૃપ્તિનું કારણ જ નથી પરંતુ અતૃપ્તિ જ વધારનારા છે. જેમ ખણજ એ ખસના રોગને મટાડવાનો ઉપાય નથી પણ વધારવાનો જ હેતુ છે. તેમ આ વિષયો પણ તેવા જ છે. ઝાંઝવાના જળમાં જેમ જળ નથી છતાં જળની ભ્રમાત્મકબુદ્ધિ જ કરાવે છે. તેમ આ વિષયભોગોમાં સુખ નથી પણ અજ્ઞાનતાથી અને મોહદશાથી તે વિષય ભોગો જીવને સુખનો ભ્રમમાત્ર જ કરાવે છે. આમ આ અસદારોપ જ છે. સુખની મિથ્યા કલ્પનામાત્ર જ છે. સુખ નથી પણ સુખનો ભ્રમમાત્ર જ છે.
અનંતાનંત સંસારી સકર્મક જીવોથી ભરપૂર ભરેલા ચૌદ રજ્જુ આત્મક આ
લોકાકાશમાં આહારાદિ પદાર્થોમાં સર્વથા આસક્તિ વિનાના તથા કેવળ સંયમયાત્રાના નિર્વાહ માટે જ મિક્ષાવૃત્તિથી આહારગ્રહણના સ્વભાવવાળા સર્વથા પરિગ્રહ (મમતા-મૂર્છા) વિનાના એવા એક ભિક્ષુ (મુનિ) જ સુખી છે. કારણ કે તે મહાત્મા આત્મતત્ત્વનો અવબોધ કરવા રૂપી જ્ઞાનગુણ વડે જ અતિશય તૃપ્ત બનેલા છે અને રાગ-દ્વેષ આદિ દોષો રૂપી અંજન (કાજળ)ની કાળાશ વિનાના છે. પરદ્રવ્યના ભોગોની અભિલાષા વિનાના છે. માત્ર આત્માના ગુણાત્મક જે સ્વધર્મો છે તેનો જ ઉપભોગ કરવાના અર્થી આ મહાત્મા છે. માટે સુખી છે. જે જે પરદ્રવ્યના ભોગી હોય છે, તે સદા અતૃપ્ત થયા છતા દુ:ખી હોય છે અને જે જે મહાત્મા સ્વદ્રવ્યના ગુણોના ઉપભોક્તા હોય છે, તે તે ચિંતા વિનાના હોવાથી રાગાદિ કષાયો