________________
૩૧૬ તૃત્યષ્ટક - ૧૦
જ્ઞાનસાર વિનાના અને દોષો વિનાના હોય છે. મૂછ-આસક્તિ-મમતા વિનાના તથા પરદ્રવ્ય પ્રત્યેની પરિણતિ જ ત્યજેલી હોવાથી પોતાના ગુણોની રમણતાના આનંદમાં જ લયલીન થયા છતા અત્યન્ત સુખી હોય છે.
“જે વસ્તુમાં જે ધર્મ હોતો નથી તે વસ્તુથી તે ધર્મ ક્યારેય પણ ઉત્પન્ન થતો નથી” જેમકે રેતીમાં તેલ નથી તો તે રેતીમાંથી ક્યારેય તેલ નીકળતું નથી. તેવી જ રીતે પદ્રવ્યના ઉપભોગમાં તૃપ્તિ નામનો ધર્મ જ નથી, અતૃપ્તિ જ છે. તો પછી પરદ્રવ્યના ઉપભોગવાળા જીવને પરદ્રવ્યથી તૃપ્તિ થાય જ કેમ ? શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે
जत्तोच्चिय पच्चक्खं, सोम्म ! सुहं नत्थि दुक्खमेवेदं । तप्पडियारविभत्तं, तो पुण्णफलं ति दुक्खंति ॥२००५॥ विसयसुहं दुक्खं चिय, दुक्खप्पडियारओ तिगिच्छव्व । तं सुहमुवयाराओ, न उवयारो विणा तच्चं ॥२००६॥ सायासायं दुक्खं, तव्विरहम्मि अ जओ सुहं तेणं । देहिदिएसु दुक्खं, सुक्खं देहेंदियाभावे ॥२०११॥
ગાથાર્થ - હે સૌમ્ય ! પાંચ ઈન્દ્રિયજન્ય જે પ્રત્યક્ષ સુખ દેખાય છે તે સુખ નથી પણ દુઃખ જ છે. માત્ર તે સુખ તે કાલે દુઃખનો પ્રતિકારમાત્ર કરનાર છે. તેથી પુણ્યકર્મનું ફળ પણ દુઃખ જ છે. /૨૦૦પી.
જેમ ચિકિત્સા (દવા) કરવી કે કરાવવી તે સુખરૂપ નથી પણ પીડાને રોકનાર માત્ર છે માટે કરવી-કરાવવી પડે છે. પણ કરાવવી ગમતી નથી, ક્યારે દવા છુટે એમ ઈચ્છા હોય છે, તેથી દવા લેવી એ સુખરૂપ નથી પણ પીડાનો પ્રતિકાર છે તેથી કરવી કરાવવી પડે છે તેની જેમ પાંચ ઈન્દ્રિયોનાં વિષયસુખો સુખ નથી, દુઃખ જ છે. દુઃખનો પ્રતિકાર કરનાર માત્ર છે. તેથી તેમાં સુખનો ઉપચાર કરાયો છે. પણ સાચું સુખ બીજે ક્યાંક છે અને જો સાચું સુખ બીજે ક્યાંક હોય તો જ ઉપચાર થાય છે. અન્યત્ર સાચું સુખ જો ન હોય તો આ ઉપચાર પણ થઈ શકતો નથી. /૨૦૦૬ll
આ કારણે સાતા અને અસાતા બને દુઃખરૂપ જ છે. તેના વિરહમાં જ સાચું સુખ છે. દેહ અને ઈન્દ્રિયો હોતે છતે તેના સંબંધમાં બધુ દુઃખ જ હોય છે. દેહ અને ઈન્દ્રિયોના અભાવમાં જ સાચું સુખ હોય છે. ૨૦૧૧||