________________
પ૩૮ અનાત્મશંસાષ્ટક- ૧૮
જ્ઞાનસાર શ્રી વજસ્વામી, શાલિભદ્રજી, સ્થૂલિભદ્રજી વગેરે મહામુનિઓને ધન્ય છે ધન્ય છે કે જેઓ વડે પાંચ ઈન્દ્રિયોના વિષયો અને કષાયો જિતાયા છે અને પોતાના ગુણોમાં લયલીન બનાયું છે.
પૂર્વકાલમાં થઈ ગયેલા મહાપુરુષો કે જેઓ પુરુષોમાં સિંહની તુલ્ય પરાક્રમી બન્યા છે. આશ્રયોને વમી દેનારા બન્યા છે તેઓ જ ખરેખર ધન્યવાદને પાત્ર છે. અનાદિકાલથી ભોગવેલી પરભાવદશાના આસ્વાદનની રમણીયતાનો જેઓ ત્યાગ કરે છે તથા મહાત્માપુરુષોના ઉત્તમ ઉપદેશથી જાણેલા અને આત્મામાં રહેલી અનંત અનંત ગુણોની જે સત્તા છે. તે સત્તાના સુખને મેળવવાની લિસા દ્વારા આત્માના શુદ્ધધર્મતત્ત્વને સાંભળવાના સુખનો સાક્ષાત્ અનુભવ કરતા છતા ચક્રવર્તીની સંપત્તિને પણ વિપત્તિની તુલ્ય માને છે. અર્થાત્ સ્વભાવસુખમાં એવા મગ્ન બની જાય છે કે જેઓને વિભાવદશાનું ચક્રવર્તીનું સુખ પણ દુઃખ લાગે છે. માત્ર આત્માના ગુણોની રમણતામાં જ આનંદ માણે છે. જે સ્થૂલિભદ્ર મુનિ અતિશય રાગિણી અને કામવાસનામાં અત્યન્ત રક્ત એવી કોશ્યાવેશ્યાની પ્રાર્થનાથી અકંપિત પરિણામવાળા રહ્યા તે સ્થૂલિભદ્રમુનિ ધન્ય છે. જેમની સામે અનેક પ્રકારના રંગરાગથી ભરેલી કોશ્યા વેશ્યા ઉભી છે. કામ માટે પ્રાર્થના કરે છે છતાં પણ જેમના આત્મપરિણામ અચલિત છે તે પુરુષને ધન્ય છે. હું તો નિરર્થક ખોટા ખોટા મોહના કુવિકલ્પો કરી કરીને વિષની ઉપમાવાળા પાંચ ઈન્દ્રિયોના વિષયોના જ વિચારો કરતો હોઉં છું. વિષયો પ્રાપ્ત થયા ન હોય તો પણ શેખચલ્લીના વિચારોની જેમ મનથી અનેક પ્રકારની વિષયોની ચિંતવના કરું છું. ક્યાં તે મહાત્મા પુરુષો અને ક્યાં હું?
આ સંસારમાં કોઈ કોઈ મહાત્મા પુરુષો પાંચ ઈન્દ્રિયોના વિષયો હોય છતાં તેનો ત્યાગ કરે છે અને કોઈ કોઈ પુરુષો વિષયો ન હોય છતાં તેની તીવ્ર અભિલાષા રાખતા હોય છે. નિરંતર તેની ઝંખનામાં જ પીડાતા પીડાતા સમય પસાર કરે છે. આવા જીવોમાંથી કોઈ કોઈ જીવ બીજા જીવનો વિશેષ ત્યાગ દેખીને તેવા પ્રકારના પરના નિમિત્તે પણ (પરનું નિમિત્ત પામીને પણ) ભોગોનો ત્યાગ કરે છે જેમકે જેબૂસ્વામીને જોઈને પ્રભાવ નામનો ચોર પણ ત્યાગી બન્યો.
આવી આવી ઉંચી ઉંચી ભાવના વડે પોતાના દોષો વિચારવાથી “પોતાની બડાઈ મારવાનો (મોટાઈ દેખાડવાનો) પરિણામ અટકી જાય છે તે માટે આવા ઉપાયો અપનાવવા જેવા છે. ઉત્કર્ષપણાનો પરિણામ ત્યજી દેવો જોઈએ. જો