________________
જ્ઞાનમંજરી ત્યાગાષ્ટક - ૮
૨ ૨૭ હોવાથી “સ્વધર્મ કહેવાય છે. તે સ્વધર્મ તો સ્વાત્મામાં ન્યાયની ભાષાથી સમવાયસંબંધ વડે (તાદાભ્ય સંબંધ વડે) અભેદભાવ રહેલો હોવાથી તે સ્વધર્મનો ત્યાગ થઈ શકતો નથી. જેમ સાકરમાં રહેલું ગળપણ, મીઠામાં રહેલી ખારાશ, કમલમાં રહેલી સુગંધ. તે સર્વ સ્વધર્મ છે, તાદાભ્યસંબંધથી સંબંધિત છે. માટે તેમાંથી તેનો ત્યાગ શક્ય નથી તેમ આત્માના સ્વદ્રવ્ય-સ્વક્ષેત્રાદિ ભાવો સ્વધર્મ હોવાથી આત્મામાં અભેદભાવે રહેલા છે. તેથી સ્વધર્મનો ત્યાગ થઈ શકતો નથી. તે સ્વધર્મ તો સ્વાત્મામાં છે જ, રહેલ જ છે અને સદા રહેનાર પણ છે જ. આત્મામાં સ્વધર્મ નથી અને મેળવવાનો છે આમ નથી.
અહીં આત્માનું શુદ્ધ સ્વરૂપ-સ્વધર્મ ઉપાદેય છે અર્થાત્ મેળવવા જેવું છે તેનો અર્થ સ્વધર્મ આત્મામાં નથી અને લાવવાનો છે. એવો ન કરવો પણ સમ્યજ્ઞાન-દર્શન અને ચારિત્ર રૂપ રત્નત્રયીની સાધનાની પ્રબળપણે વર્તન કરવાથી ભૂલાઈ ગયેલા તે સ્વધર્માત્મક સ્વરૂપનું સ્મરણ કરવાથી, તથા તિરોભાવે આત્મામાં રહેલા તે સ્વધર્મનો આવિર્ભાવ કરવાથી અને આજ સુધી ન અનુભવેલા સ્વધર્મનો ઉપભોગ કરવાથી તેનું ઉપાદેયપણું જાણવું. આત્માનું સ્વરૂપ ઉપાદેય છે તેનો અર્થ, “નથી અને મેળવવા જેવું છે” એવો ન કરતાં, અંદર છે જ, માત્ર ભુલાઈ ગયું છે તેને યાદ કરવું, કર્મોથી તિરોભૂત છે તેને આવિર્ભત કરવું અને અભક્ત છે તેનો ઉપભોગ કરવો, તેનું નામ “ઉપાદેય છે - મેળવવા લાયક છે” આવો અર્થ કરવો. જેમ દાગીના ભરેલી તાળું મારેલી કોઈ એક પેક પેટી હોય, તેનું તાળું ખોલીએ અથવા ખોલાવીએ ત્યારે દાગીના મળ્યા કહેવાય તેમ આત્મામાં સ્વધર્મ ભરેલો જ છે. ક્યાંયથી બહારથી લાવવાનો છે જ નહીં. ફક્ત તિરોભૂતને આવિર્ભત જ કરવાનો છે તેને જ આત્માનું શુદ્ધસ્વરૂપ ઉપાદેય છે આમ કહેવાય છે.
આત્માના પોતાના શુદ્ધસ્વરૂપથી (સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાલ અને સ્વભાવથી) જે કોઈ અન્ય પદાર્થ છે, અન્ય સ્વરૂપ છે. તે શેષ સર્વ પણ માત્ર સંયોગિક ભાવે જ જોડાયેલું છે પણ પોતાનું નથી. જેમ ગાડીમાં મુસાફરી કરતી વખતે એક જ પાટીયા ઉપર બેઠેલા આપણી સાથે બીજા મુસાફરો સાંયોગિકભાવે જોડાયેલા છે પણ આપણા નથી. તે ઉતરે એટલે આપણે ઉતરી જવું અથવા આપણે બેસી રહીએ એટલે તે બેસી રહે તેવું નથી. તેમ આત્મામાં પોતાના સ્વરૂપ સિવાય મળેલું ધન-કંચન-ઘર-પરિવાર-શરીર અને પુણ્ય-પાપાત્મક કર્મ સર્વે પણ પરભાવ છે. સાંયોગિકભાવે જ મળેલા છે તેનો તેનો કાલ સમાપ્ત થયે છતે જવાવાળા છે. આમ જાણવાથી શેષ સર્વભાવોની હેયતા જ છે આમ સમજવું. આત્મસ્વરૂપની ઉપાદેયતા અને શેષ-સર્વસ્વરૂપની હેયતા જાણવી. આત્માના સ્વરૂપ વિના કશું જ પોતાનું નથી માટે શેષ સર્વ હેય છે. બીજુ કંઈ જ મેળવવા જેવું નથી.