________________
૭૩૭
જ્ઞાનમંજરી
યોગાષ્ટક - ૨૭ મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોક્ષ એટલે સર્વકર્મનો અભાવ, કર્મરહિત આત્માની અવસ્થા અથવા આત્માનું શુદ્ધ એવા આત્મસ્વરૂપમાં રહેવું તે મોક્ષ કહેવાય છે. આ પ્રમાણે રત્નત્રયીની સાધનામય યોગનો જે સંયોગ થાય છે. ગુણોની સાધનારૂપ યોગની જે પ્રાપ્તિ થાય છે તે અનુક્રમે અયોગી અવસ્થા પ્રાપ્ત કરાવવા દ્વારા મોક્ષ-પ્રાપ્તિ કરાવનાર બને છે. આ જીવને મુક્તિ-અવસ્થા પ્રાપ્ત કરાવે છે.
હવે પ્રીતિ-ભક્તિ-વચન અને અસંગ આ ચારે પ્રકારનાં અનુષ્ઠાનોના અર્થ શ્રી ષોડશક પ્રકરણના ૧૦મા ષોડશકના શ્લોક નંબર ૩ થી ૯ પ્રમાણે લખાય છે.
यत्रादरोऽस्ति परमः, प्रीतिश्च हितोदया भवति कर्तुः । शेषत्यागेन करोति, यच्च तत्प्रीत्यनुष्ठानम् ॥१०-३॥ इति प्रीतिलक्षणम् -
જે અનુષ્ઠાનમાં કર્તાનો પરમ આદર હોય અને હિતકારી ઉદયવાળી પ્રીતિવિશેષ હોય તથા બીજાં અન્ય કાર્યોને છોડીને પણ જે અનુષ્ઠાન કરાય તે પ્રીતિ અનુષ્ઠાન કહેવાય છે. આ પ્રીતિ અનુષ્ઠાનનું લક્ષણ જાણવું. ll૧૦-૩ી
गौरवविशेषयोगाद् बुद्धिमतो यद्विशुद्धतरयोगम् । क्रिययेतरतुल्यमपि, ज्ञेयं तद् भक्त्यनुष्ठानम् ॥१०-४॥ अत्यन्तवल्लभा खलु, पत्नी तद्वद्धिता च जननीति । तुल्यमपि कृत्यमनयोतिं स्यात्प्रीतिभक्तिगतम् ॥१०-५॥ इति भक्तिलक्षणम् -
ભક્તિ અનુષ્ઠાન જો ક્રિયાથી જોઈએ તો પ્રીતિ અનુષ્ઠાનની તુલ્ય હોય છે, પરંતુ હૃદયમાં ગૌરવવિશેષ (માન-બહુમાન વિશેષ-પૂજ્યભાવ વિશેષ) હોવાથી બુદ્ધિશાળી જીવનું જે વિશેષ વિશુદ્ધિવાળું અનુષ્ઠાન કરાય તે ભક્તિઅનુષ્ઠાન કહેવાય છે. ૧૦-૪
પત્ની અત્યન્ત વહાલી છે અને માતા પણ હિત કરનારી હોવાથી તેની જેમ જ અત્યન્ત વહાલી છે. તે બન્ને પ્રત્યે ખવરાવવા-પીવરાવવાની કે વસ્ત્રાદિ લઈ આપવાની ક્રિયા તુલ્ય હોવા છતાં પણ હૃદયમાં ભેદ રહેલો છે. પત્ની તરફ રાગવિશેષ છે અને માતા તરફ પૂજ્યભાવ વિશેષ છે. પ્રીત્યનુષ્ઠાન અને ભક્તિઅનુષ્ઠાનના ભેદને સમજવા માટે આ જ ઉદાહરણ છે. ll૧૦-પા