________________
નિર્લેપાષ્ટક - ૧૧
જ્ઞાનસાર
વિવેચન :- મૂલ શ્લોકમાં ‘‘શ્વેત્યાત્મજ્ઞાનવાન્” આ શબ્દમાં જે રૂતિ શબ્દ છે. તેનો અર્થ આ પ્રમાણે છે કે - આવા પ્રકારનું યથાર્થ (સાચું) જ્ઞાન થવાથી આત્મા અને શરીરાદિ પુદ્ગલો ભિન્ન ભિન્ન પદાર્થ છે. હું એ શરીરાદિ નથી અને શરીરાદિ તે હું નથી. આવા પ્રકારનું ભેદજ્ઞાન આ જીવને થાય તે ભેદજ્ઞાન વડે શરીરાદિ પુદ્ગલદ્રવ્યથી વિશેષ ભિન્નપણે જાણ્યું છે આત્માનું સ્વરૂપ જેણે એવો આત્મજ્ઞાનવાળો આત્મા કર્મોથી કેમ લેપાય ? નમ રાજર્ષિ, ગજસુકુમાલમુનિ, ખંધકમુનિના શિષ્યો અને સુકોશલમુનિ જેવા મહાત્મા પુરુષો શરીરાદિથી પોતાના આત્માને ભિન્ન જાણતા છતા શરીરાદિનો નાશ દેખવા છતાં જરા પણ ક્ષોભ ન પામતાં આત્મદશામાં જ મગ્ન રહ્યા, તો કર્મોથી ક્યાં લેપાયા ? અર્થાત્ ન જ લેપાયા, બલ્કે જુનાં કર્મો ખપાવીને કેવલી બન્યા. ભેદજ્ઞાનવાળા આત્મા કર્મોથી લેપાતા નથી.
૩૨૬
મૂલ શ્લોકમાં જે ‘“કૃતિ” શબ્દ છે કે જેનો અર્થ “આવા પ્રકારના જ્ઞાનવાળા” એવો જે થાય છે ત્યાં પ્રશ્ન થાય છે કે આવા પ્રકારના જ્ઞાનવાળા એટલે કેવા પ્રકારના જ્ઞાનવાળા ? આ વાત કંઈક વધારે સ્પષ્ટ કરવી જરૂરી છે. તેથી ગ્રંથકારશ્રી કહે છે કે - જે મહાત્મા પુરુષો મનમાં આવો વિચાર કરે છે કે “હું (મારો આત્મા) તો નિર્મળ કેવલજ્ઞાનના પ્રકાશાત્મક છું અને શરીરાદિ પુદ્ગલદ્રવ્યો તો સર્વથા જ્ઞાનરહિત જડ વસ્તુ છે.
વળી હું તો ચેતન હોવાથી મારા પોતાના આત્માસંબંધી જે જે પારિણામિક પર્યાયો ચૈતન્ય-દર્શન-ચારિત્ર-વીર્યાદિ ભાવો છે, તેના જ ઉત્પાદત્વ-વ્યયત્વ-વત્વભાવનો કર્તા અને ભોક્તા છું, હું તો સર્વ ભાવોના જ્ઞાયકત્વ સ્વભાવવાળો છું, સ્વગુણોનું ભોક્તૃત્વ અને રમણત્વ વગેરે ભાવો મારા છે અને હું તેનો કર્તા છું. પરંતુ જ્ઞાનાવરણીયાદિ દ્રવ્ય કર્મોનો અને અઢાર પાપસ્થાનકના વ્યાપારાત્મક નોકર્મોનો તથા મન-વચન-કાયાની યોગપ્રવૃત્તિઓનો હું કર્તા નથી. દ્રવ્યકર્મ અને ભાવકર્માદિનું કર્તૃત્વ એ મારું સ્વરૂપ નથી.
નિશ્ચયનયથી આત્મા પોતે કર્મોનો કર્તા નથી, પરંતુ આત્મામાં પૂર્વે બાંધેલા એવા મોહનીયકર્મના ઉદયથી પ્રગટ થયેલી મિથ્યાત્વ-અવિરતિ-પ્રમાદ અને કષાયાત્મક વિકૃતિઓ તથા નામકર્મના ઉદયથી પ્રગટ થયેલી મન-વચન-કાયાની શુભાશુભ યોગાત્મક પ્રવૃત્તિઓ આ આત્મા પાસે કર્મો બંધાવે છે. જેમ સ્વામીને પરવશ થયેલો નોકર સ્વામી કરાવે તેવાં કામો કરે છે. તે નોકર પોતાની ઈચ્છાથી તેવાં કામો કરતો નથી. તેમ આ આત્મા પણ મોહજન્ય વિકૃતિઓની પરવશતાથી અને નામકર્મના ઉદયજન્ય યોગપ્રવૃત્તિની પરવશતાથી કર્મ બાંધે છે. તે તેની લાચાર પરિસ્થિતિ છે. મૂલરૂપે તો તે કર્મોનો અકર્તા અને અભોક્તા છે. આવું જ્ઞાન ભેદજ્ઞાનીઓમાં વર્તે છે. તેથી તેઓ કર્મોથી લેપાતા નથી.