________________
જ્ઞાનમંજરી
શાસ્ત્રાષ્ટક- ૨૪. છે તે સર્વે શાસ્ત્રોમાં હિતશિક્ષાનું શાસન (કથન) અને દુર્ગતિમાં જતા જીવોનું રક્ષણ આમ બને ક્રિયા અવશ્ય હોય છે. તેથી તેને શાસ્ત્ર કહેવાય છે. પૂજ્ય ઉમાસ્વાતિજી મહારાજશ્રીએ પણ તત્ત્વાર્થભાષ્યમાં કહ્યું છે કે “મોક્ષમાર્ગને કહેનારું જે શાસ્ત્ર હોય તેને જ શાસ્ત્ર કહેવાય છે” મોક્ષમાર્ગ જણાવવો એ જ જીવોના હિતનું કથન છે. માટે જેમાં મોક્ષની વાત કહેવાતી હોય તેને જ શાસ્ત્ર કહેવાય છે. આવું વચન શ્રી વીતરાગપ્રભુનું જ હોઈ શકે છે. બીજા કોઈ અન્યનું (છબસ્થ જીવનું) હોઈ શકતું નથી. તેથી સર્વજ્ઞના વચનને જ શાસ્ત્ર કહેવાય છે.
જે કોઈ સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા હોય અને તેઓ જે વાણી પ્રકાશે તે શાસ્ત્ર કહેવાય છે. અથવા વિતરાગ પ્રભુના વચનને અનુસરીને, તેનો જ આધાર લઈને જે છદ્મસ્થ આચાર્યો અથવા મહાત્માઓ વાણી પ્રકાશે તે પણ શાસ્ત્ર કહેવાય છે. સર્વે મહાપુરુષો વીતરાગ હોવાથી, વૈરાગી હોવાથી અને મોક્ષની પ્રાપ્તિરૂપ માત્ર હિતકારી જ વાણી પ્રકાશતા હોવાથી તેમણે કહેલું વચન જ શાસશબ્દની શોભાને પામે છે. અન્ય વક્તાઓનું વચન અર્થ-કામને પોષનારું હોવાથી અથવા માત્ર આ લોકના જ હિતને કરનારું હોવાથી અથવા રાગાદિ ભાવોને વધારનારું હોવાથી શાસ્ત્ર શબ્દને પામતું નથી. પૂ. ઉપાધ્યાય શ્રી ઉમાસ્વાતિજી મ.શ્રીએ પ્રશમરતિ પ્રકરણ નામના ગ્રંથમાં કહ્યું છે કે –
शासनसामर्थ्येन तु, सन्त्राणबलेन चानवद्येन । युक्तं यत्तच्छास्त्रम्, तच्चैतत्सर्वविद्वचनम् ॥१८८॥
પ્રશમરતિમાં કહ્યું છે કે – હિતશિક્ષાના કથનનું સામર્થ્ય હોય અને જીવનું નરકાદિ ગતિમાં ગમન કરવારૂપ પાપોથી રક્ષણ કરનાર હોય તથા નિર્દોષતાથી યુક્ત હોય તેને જ શાસ્ત્ર કહેવાય છે અને તે સર્વજ્ઞ-પરમાત્માનું જ વચન હોય છે. આવા પ્રકારની કેવલ હિતશિક્ષાથી યુક્ત, પાપોથી રક્ષણ કરવાની ક્રિયાથી યુક્ત અને નિર્દોષતાથી યુક્ત એવું વચન મોહનીયકર્મના ક્ષયથી પ્રગટ થયેલી એવી પરમ સમતાના સ્વભાવવાળા વીતરાગ સર્વજ્ઞ પરમાત્માનું જ હોઈ શકે છે. આ જ વચન યથાર્થ રીતે મોક્ષમાર્ગનું ઉપદેશક છે. પૂજ્ય શ્રી ઉમાસ્વાતિજી મ.એ તત્ત્વાર્થસૂત્રની કારિકામાં પણ કહ્યું છે કે –
જે વીતરાગ પરમાત્માઓએ સ્વયં અનંત એવા કેવલજ્ઞાન અને કેવલદર્શનને પ્રાપ્ત કરીને પોતે કૃતકૃત્ય હોવા છતાં લોકોના કલ્યાણ માટે આ તીર્થનો (આ શાસનનો) ઉપદેશ કર્યો છે. તેમનું જ વચન શાસશબ્દની શોભાને પામે છે. lill
शास्त्रे पुरस्कृते तस्माद्, वीतरागः पुरस्कृतः । पुरस्कृते पुनस्तस्मिन्, नियमात्सर्वसिद्धयः ॥४॥