________________
૮૭૪
જ્ઞાનસારની રચનાનાં ક્ષેત્રાદિ
केषाञ्चिद्विषयज्वरातुरमहो चित्तं परेषां विषा - वेगोदर्ककुतर्कमूर्छितमथान्येषां कुवैराग्यतः । लग्नालर्कमबोधकूपपतितं चास्तेऽपरेषामपि; स्तोकानां तु विकारभाररहितं तद् ज्ञानसाराश्रितम् ॥१४॥
જ્ઞાનસાર
ગાથાર્થ :- આશ્ચર્યની વાત છે કે કેટલાક જીવોનું ચિત્ત પાંચ ઈન્દ્રિયોના વિષય સંબંધી જ્વર વડે (તાવ વડે) પીડાયેલું છે. બીજા કેટલાક જીવોનું ચિત્ત મિથ્યાત્વ રૂપી વિષના આવેગના પરિણામે ઉત્પન્ન થયેલા કુતર્કોથી મૂર્છિત થયેલું છે. અન્ય કેટલાક જીવોનું ચિત્ત કુત્સિત વૈરાગ્યને લીધે લાગેલા હડકવા-વાળું છે વળી અપર એટલે બીજા કેટલાક જીવોનું ચિત્ત કુગુરુના યોગે અજ્ઞાન રૂપી કુવામાં પડેલું છે, પરંતુ કોઈ ભાગ્યશાળી અલ્પજીવોનું જ ચિત્ત દર્શનમોહ અને ચારિત્રમોહના વિકારોથી રહિત નિર્મળ અને શુદ્ધ જે દેખાય છે. તે જ્ઞાનસારના આશ્રયને કારણે જ (અર્થાત્ જે જ્ઞાનસારનો અભ્યાસ કરે છે તે જ મોહદશાના વિકારોથી રહિત હોય છે.) ॥૧૪॥
ટીકા :- ‘‘વેષાિિતિ' અદ્દો વૃત્તિ આશ્ચર્યે, વ્હેષાશ્ચિત્ નીવાનાં ચિત્ત-મનઃ विषयाः- इन्द्रियाभिलाषाः एव ज्वरः तेन आतुरं - क्लिष्टं मनः अस्ति । पुनः परेषां केषाञ्चिद् मनः विषावेगोदर्ककुतर्कमूर्छितम् इति विषस्य - मिथ्यात्वस्य आवेग :-त्वरा, तस्य उदर्क:-उदय:, तेन कुतर्कस्तेन मूर्च्छितं - व्याकुलीभूतं मनः अस्ति ।
अन्येषां जीवानां कुवैराग्यतः - दुःखगर्भमोहगर्भवैराग्यतः “ लग्नालर्क- लग्नः आलर्क:- हडकवाय इति लोकभाषा यस्य तद् मनः अस्ति । च पुनः अपरेषां - कुगुरुवाहितानां कुबोधकूपपतितं-कुज्ञानकूपपतितं मनः अस्ति । तु पुनः विकारा:इन्द्रियकामाः तेषां भार:, तेन रहितं ज्ञानसाराश्रितं ज्ञानसारे-परमात्मस्वरूपे आश्रितं व्याप्तं मनः स्तोकानामस्ति । इह खलु जगति कामोद्विग्नाः- स्वरूपोपयोगलीनचित्ताः शुद्धसाध्यदृष्टयः पुरुषाः स्तोका एव ॥ १४॥
વિવેચન :- આ સંસારમાં જીવોનાં મન ભિન્ન ભિન્ન જાતિનાં હોય છે. તેમાં પણ મોહના ઉદયની આધીનતા વાળા જીવો ઘણા હોય છે. મોહના ક્ષયોપશમ અને ક્ષયવાળા જીવો બહુ અલ્પ જ હોય છે. ભોગી જીવો ઘણા હોય છે પણ યોગી જીવો બહુ જ થોડા હોય છે. મિથ્યાર્દષ્ટિ જીવો ઘણા છે સમ્યગ્દષ્ટિ જીવો ઘણા અલ્પ છે. આ વાતને ધ્યાનમાં રાખીને આ ગાથાનો અર્થ વિચારીએ.