________________
જ્ઞાનમંજરી ત્યાગાષ્ટક - ૮
૨૫૯ મનથી અનુત્તરવાસી દેવો આદિને પ્રશ્નોના જે ઉત્તરો આપતા હતા તે મનોયોગ, વચનયોગથી જે ધર્મદેશના આપતા હતા તે વચનયોગ અને કાયાથી જે વિહાર-આહારનિહારાદિ કરતા હતા તે કાયયોગ. આમ આ ત્રણે યોગને અટકાવે-રોકે-અર્થાત્ યોગનિરોધ કરે તેને “યોગસન્યાસ” નામનો બીજો સામર્થ્યયોગ કહેવાય છે. આ સામર્થ્યયોગ તેરમાં ગુણઠાણાના અંતે આવે છે. બાહ્ય અને અભ્યન્તર એમ સમસ્ત પરભાવના ત્યાગી એવા આ સર્વજ્ઞ વીતરાગ કેવલી ભગવાન આવર્જિતકરણ કર્યા પછી આગળ સમસ્ત યોગોનો (વીર્યના પરિસ્પંદન સ્વરૂપ = આત્મપ્રદેશોની ચંચળતા-અસ્થિરતાનો) નિરોધ કરે છે. ત્યાગ કરે છે અને મેરૂપર્વતની જેવા અત્યન્ત સ્થિર-ઘનીભૂત બની જાય છે. ત્યારે યોગ સન્યાસ નામનો સામર્થ્યયોગ પ્રગટે છે.
અહીં એક વાત સમજવા જેવી છે કે “પર-દર્શનકારો એટલે જૈનેતર-દર્શનકારો આત્મા મોક્ષે જાય ત્યારે સર્વથા નિર્ગુણ થાય છે આમ કહે છે. તેમનું કહેવું છે કે ગુણોનો ઉચ્છેદ થવો તે જ મુક્તિ છે. આત્મા ગુણરહિત-નિર્ગુણ બ્રહ્મ થાય છે. આમ પરોક્ત = પરદર્શનકારો કહે છે પરંતુ તે સાચું નથી. તેનો વાસ્તવિક અર્થ તેઓ સમજ્યા નથી. ગુણો અને ગુણી તાદાભ્ય સંબંધવાળા-અભેદ સંબંધવાળા (સમવાય સંબંધવાળા) હોવાથી ક્યારેય છુટા પડતા નથી. ગુણીમાંથી જો ગુણોનો નાશ થાય તો તો આત્મા જડ બની જાય અને ચૈતન્ય વિનાનો જીવ હોઈ જ ન શકે. તે માટે “નિનું વૃક્ષ" કુત્તિ પોત્તમ = આત્મા નિર્ગુણ બને છે. આમ જે પરદર્શનકારો કહે છે તે પંક્તિનો સાચો અર્થ આ પ્રમાણે છે -
નિr એટલે જેનાથી કર્મોનો બંધ થાય છે તેવા બંધના હેતુભૂત એવા યોગાદિ ગુણોથી રહિત અર્થાત્ સત્ત્વ-રજસ્ અને તમો નામના જે વિકૃત ગુણો છે. બાધક ગુણો છે તેવા ગુણો વિનાનો દ્રઢ = આ આત્મા-(આત્માનું સ્વરૂપ) ૩૫ = બને છે. સારાંશ કે ચંદ્ર-સૂર્યના તેજ ઉપરનું બાધક વાદળ જેમ ખસી જાય અને ચંદ્ર-સૂર્ય મૂલ શુદ્ધસ્વરૂપે પ્રગટ છે, તેમ આ આત્મામાંથી કર્મબંધ કરાવે તેવા યોગાદિ જે વૈભાવિક ગુણો છે. અર્થાત્ પરદર્શનના મતે પ્રકૃતિના કાર્ય ભૂત સત્ત્વ-રજસ અને તમોસ્વરૂપ જે વિકારી ગુણો છે કે જે સંસારરૂપી વડવૃક્ષનું બીજ છે તેનો સર્વથા નાશ થાય છે તેનાથી શુદ્ધ-નિર્દોષ-નિષ્કલંક અનંત અનંત જ્ઞાનાદિ ગુણમય, જેવો મૂલસ્વરૂપે આત્મા છે તેવો આત્મા બને છે. વૈભાવિક ગુણો વિનાનો હોવાથી નિર્ગુણ અને સ્વાભાવિક અનંત ગુણોવાળો હોવાથી અનંત ગુણમય આ આત્મા મુક્તદશામાં બને છે.
આમ પરવતમ્ = પર એટલે ઉત્કૃષ્ટ પુરુષોએ અર્થાત્ સર્વજ્ઞ તીર્થકર ભગવંતોએ ઉત્તમ્ = કહેલું છે, નિવેદન કરેલું છે.