________________
જ્ઞાનમંજરી
કર્મવિપાકચિંતનાષ્ટક-૨૧
૬૧૭
गुणवत्त्वात् प्रमादादिदोषात्, शङ्काद्यतिचारावसरे हृष्यति नाम वर्धते इत्युपचारः, अतः कर्मविपाके रक्तद्विष्टता न करणीया ॥७॥
વિવેચન :- આ જીવને મુક્તિની પ્રાપ્તિનો એક પુદ્ગલપરાવર્તનથી અધિક કાલ જ્યારે બાકી હોય ત્યારે “અચરમાવર્ત” કહેવાય છે અને એક પુદ્ગલપરાવર્ત માત્ર કાલ બાકી હોય ત્યારે “ચરમાવર્ત” કહેવાય છે. પહેલાનું નામ દૂરમુક્તિ અને બીજાનું નામ આસન્નમુક્તિ પણ કહેવાય છે. જ્યારે આ જીવની મુક્તિની પ્રાપ્તિ દૂરકાલે થવાની હોય એટલે કે અચ૨માવર્તકાલ હોય ત્યારે કર્મનો આ વિપાકોદય આંખે દેખતાં દેખતાં જ આ જીવમાં રહેલી ધર્મસંજ્ઞાને હરી જાય છે, અર્થાત્ ચોરી જાય છે. કહેવાનો આશય એ છે કે અચરમાવર્તી જીવોમાં પાંચે ઈન્દ્રિયોનાં વિષયસુખોનો મોહ એટલો બધો હોય છે કે તેને ધર્મ કરવાનું મન જ થતું નથી, મોહરાજાનો વિપાકોદય તીવ્રભાવે કામ કરે છે, જીવમાં રહેલી ધર્મસંજ્ઞા-સંસ્કૃતિ-સંસ્કાર ચાલ્યા જાય છે. મોહાન્ધ થયેલો આ જીવ દારૂડીયાની જેમ વિષય-સુખમાં અંધ બને છે અને વિપાકોદયનું જોર હોય છે માટે આત્મધર્મ ભૂલી જાય છે.
પરંતુ આ જ જીવ જ્યારે ચરમાવર્તમાં આવે છે ત્યારે તે વીતરાગપ્રભુના માર્ગને જાણે છે. તેને અનુસરવાની બુદ્ધિ થાય છે. ભગવંતે કહેલા માર્ગે ચાલે છે. તે કાલે આત્મા જાગૃત થઈ જાય છે. માર્ગાભિમુખ-માર્ગપતિત અને માર્ગાનુસારી બને છે. રાગ-દ્વેષાદિ કષાયોનો કંટ્રોલ કરતો આ જીવ દ્વિર્બન્ધક સમૃબંધક-અપુનર્બન્ધક થઈને ત્રણ કરણ કરવા દ્વારા સમ્યક્ત્વ ગુણ પામે છે. સમ્યક્ત્વ પ્રાપ્ત થવાથી કર્મની સામે વિજય તરફ આ જીવનું બળ વધે છે. વિપાકોદય ઢીલો પડી જાય છે. તે વિપાકોદયને આ જીવમાં પ્રવેશવાની કોઈ જગ્યા મળતી નથી.
ક્યારેક ક્યારેક સમ્યક્ત્વમોહનીયકર્મના ઉદયથી માર્ગાનુસારી એવા અને નિગ્રન્થ બનેલા એવા પણ આ જીવ વડે મોહનીયનો ક્ષયોપશમ ભાવ હોવાથી પ્રમાદાદિના દોષથી વીતરાગપરમાત્માનાં વચનો ઉપર શંકા-આકાંક્ષા-વિતિગિચ્છા, અન્ય-દૃષ્ટિપ્રશંસા અને અન્ય -દૃષ્ટિ-પરિચય આદિ અતિચારો (દોષો) સેવાઈ જાય છે. ત્યારે તેવા અવસરે કર્મનો આ વિપાકોદય ઘણો જ રાજીરાજી થઈ જાય છે. પ્રસન્ન પ્રસન્ન થઈ જાય છે કે હવે મને આ જીવમાં ઘુસવાનું એક આ છિદ્ર તો મળ્યું, આજ સુધી હું આ જીવમાં પ્રવેશી જ શકતો ન હતો, હવે આ જીવે આ દોષ સેવ્યા છે એટલે હું અંદર જઈશ અને મારું જોર અજમાવીશ જીવને નીચે પછાડીશ. એમ વિપાકોદય રાજી રાજી થઈ જાય છે.
કહેવાનો સાર એ છે કે અચરમાવર્તમાં વિપાકોદયનું બલ બલવત્તર હોય છે. પરંતુ