________________
જ્ઞાનમંજરી સ્થિરતાષ્ટક - ૩
૮૫ भवसि ? अप्राप्त्या दीनः, प्राप्त्याऽतृप्तः, अत एव परभावे विषाद एव, सुखबुद्ध्या गृहीतस्य स्वयंसुखरूपाभावात् प्राप्तौ अपि न सुखम्, अतः अत्र प्रवृत्तिर्विषादमूलैव । रे वत्स ! स्वसन्निधावेव-स्वसमीपे एव-आत्मनि एव, निधिं-स्वगुणसम्पद्भाजनम्, तव स्थिरता भेदरत्नत्रयाभेदरत्नत्रयैकत्वरूपा दर्शयिष्यति-उपयोगगोचरा करिष्यति, अतोऽनादिविषयास्वादचलतां त्यक्त्वा शुद्धे अनाद्यनन्तगुणे शुद्धात्मनि स्थिरत्वं कुरु
III
| વિવેચન :- હે વત્સ ! (અતિશય લાગણીભર્યું, વાત્સલ્યભાવથી યુક્ત, ઉપકાર કરવાની ભાવનાવાળું આ સંબોધન છે). ચંચળ હૃદયવાળો થયો છતો તું અનાદિકાલથી અહીં તહીં ભટકી ભટકીને એક સ્થાનને છોડતો અને બીજા સ્થાનને ગ્રહણ કરતો થાકી થાકીને ખેદ કેમ પામે છે? જ્યાં ત્યાં ભટકવા છતાં જ્યારે વસ્તુની અપ્રાપ્તિ જ થાય છે અથવા વસ્તુ પ્રાપ્ત થવા છતાં તે વસ્તુ ચાલી જ જાય છે ત્યારે તું ઉદાસ થયો છતો ખેદ પામે છે. પણ હવે ખેદ પામવાની શું જરૂર? માર્ગ જ ખોટો પકડાયો છે તેથી સાચી વસ્તુ પ્રાપ્ત થવાની જ નથી. માટે ખેદ-દુઃખ કેમ કરે છે? કંઈક સ્થિર થા, ચિંતન કર, સાચો માર્ગ વિચાર, ખોટો માર્ગ છે તેનો ત્યાગ કર. ખોટા માર્ગે ચાલીએ તો ફલપ્રાપ્તિ ન થાય આ વાત સ્વાભાવિક છે. એમાં ખેદ-દુઃખ ધરવાની ક્યાં જરૂર છે? માર્ગ બદલવાની જરૂર છે. હે વત્સ ! તું વિચાર કર. ખોટો માર્ગ છોડીને સાચા માર્ગે આવ.
તારા સુખના હેતુરૂપે માનેલી વસ્તુની જો તને અપ્રાપ્તિ થાય છે તેનાથી તે દીનઉદાસ-લાચાર બની જાય છે. (એટલે કે દુઃખી થાય છે, અને તને તારા સુખના હેતુરૂપે માનેલી વસ્તુની કદાચ પ્રાપ્તિ થાય છે. તો પણ પ્રાપ્ત વસ્તુના સુખ કરતાં અપ્રાપ્ય વસ્તુની ઘેલછાથી અતૃપ્ત (અસંતોષી-લોભી) થયો હતો ત્યાં પણ તું દુઃખી જ થાય છે. આ પ્રમાણે પદ્ગલિક પદાર્થોમાં અપ્રાપ્તિથી દીનતાનું દુઃખ અને પ્રાપ્તિમાં અતૃપ્તિનું-અસંતોષનું એટલે કે લોભનું દુઃખ તને સતાયા જ કરે છે. આ કારણથી પરભાવદશામાં (પરપદાર્થોના સંબંધમાં અને તેના સંબંધોની ઘેલછામાં) વિષાદ જ થાય છે, ખેદ જ થાય છે, દુઃખ જ આવે છે, સુખ છે જ નહીં. સુખની બુદ્ધિથી ગ્રહણ કરાયેલા પરપદાર્થમાં તે પદાર્થ પોતે સ્વયં સુખરૂપ ન હોવાથી સુખપ્રાપ્તિ થતી નથી. જેમ પીત્તલના ટુકડામાં સુવર્ણની બુદ્ધિ કરીને હોંશે હોંશે તે ટુકડો ગ્રહણ કર્યો હોય તો પણ તે ટુકડો સ્વયં સુવર્ણ રૂપ ન હોવાથી બજારમાં વેચવા
૧. અહીં મંત્ર ને બદલે તત્ર પાઠ પણ હોઈ શકે છે.