________________
જ્ઞાનમંજરી
શમાષ્ટક - ૬
૧૮૧
સ્વભાવનું જ જ્ઞાન કરનારો, આત્માના શુદ્ધ સ્વભાવમાં જ રમણતા કરનારો, આત્માના શુદ્ધ ગુણાત્મક સ્વભાવમાં જ વિશ્રાન્તિ લેનારો, આત્માના ગુણોનો જ આસ્વાદ માણનારો, શુદ્ધ એવું આત્મતત્ત્વ જેનામાં અંગે અંગે પરિણામ પામ્યું છે એવો આત્મા જ્યારે બને છે ત્યારે જે શમભાવ આવે છે તેને જ સાચો શમભાવ કહેવાય છે તે જ જ્ઞાનનો સાચો પરિપાક છે. જ્ઞાનદશાની સફળતા છે. આત્માની જે શુદ્ધ દશા, તેનો જ સતત-નિરંતર જે ઉપયોગ, તેને જ સમ્યજ્ઞાન કહેવાય છે. તેની જે પરિપાકવાળી અવસ્થા અર્થાત્ જ્ઞાનદશાનો પાકી ચૂકેલો જે અવસર, જ્ઞાન પચાવીને મેળવેલો મોહ ઉપર જે વિજય, અતિશય શાન્ત અવસ્થા, તેને જ શમ અર્થાત્ શમભાવ કહેવાય છે. આત્મામાં અધ્યાત્મના શાસ્ત્રોનું વાંચન-પઠન-પાઠન કરતાં કરતાં આત્મા પાંચ ઈન્દ્રિયોના વિષયસુખથી રહિત જ્યારે બને છે અને સ્વભાવદશાની જ રમણતાવાળો બને છે ત્યારે આ પ્રાપ્ત કરેલ મોહ ઉપર જે વિજય, તેને જ “શમ” = શમભાવ કહેવાય છે.
अत्र योगस्य पञ्चविधत्वं प्रोक्तं श्रीहरिभद्रपूज्यैः अध्यात्मयोगः १, भावनायोगः २, ध्यानयोगः ३, शमतायोग: ४, वृत्तिक्षययोगः ५, तत्र अनादिपरभावमौदयिकभावरमणीयतां धर्मत्वेन निर्धार्य तत्पुष्टिहेतुक्रियां कुर्वन् अधर्मं धर्मवृत्त्या इच्छन् प्रवृत्तः यः, स एव निरामयः निःसङ्गशुद्धात्मभावनाभावितान्तःकरणस्य स्वभाव एव धर्म इति योगवृत्त्या अध्यात्मयोगः १ । सर्वपरभावान् अनित्यादिभावनया विबुध्य अनुभवभावनया स्वरूपाभिमुखयोगवृत्तिमध्यस्थ आत्मानं मोक्षोपाये युञ्जतः भावनायोगः २ ।
स एव पिण्डस्थ - पदस्थ - रूपस्थ-रूपातीतध्यानपरिणतरूपैकत्वी ध्यानयोगी भण्य ३ । ध्यानबलेन भस्मीभूतमोहकर्मा तप्तत्वादिपरिणतिरहितः शमतायोगी उक्तः ४ । तथा योगाधीनकर्मोदयाधीनानादिवृत्तिः जीवस्य तस्याः क्षयः-अभावः स्वरूपवृत्तिः वृत्तिक्षययोगी उच्यते ५ । एवं पञ्चयोगेषु शमतायोगी साधने पटिष्ठ (વરિષ્ઠ) કૃતિ જ્ઞાનસ્ય પૂર્વાવસ્થા શમઃ ।।
વિવેચન :- “યોગ’”ના પાંચ ભેદો શ્રી હરિભદ્રસૂરિજી મહારાજશ્રી વડે યોગબિન્દુ નામના ગ્રન્થમાં કહેવાયા છે. પહેલો અધ્યાત્મયોગ, બીજો ભાવનાયોગ, ત્રીજો ધ્યાનયોગ, ચોથો શમતાયોગ અને પાંચમો વૃત્તિક્ષયયોગ (અથવા વૃત્તિસંક્ષયયોગ).