SearchBrowseAboutContactDonate
Page Preview
Page 765
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી યોગાષ્ટક - ૨૭ ૭૨૯ બોલ્યો હોઉં, નોદિut = ઉપયોગ વિના, સાવધાન મન વિના બોલ્યો હોઉં, પોસી = ઉદાત્ત, સ્વરિત વગેરે સ્વર-વ્યંજનોના યથાર્થ ઉચ્ચારણ વિના બોલ્યો હોઉં, “સુuu હુપછિય” = ગુરુજીએ સારી રીતે પ્રસન્ન ચિત્તે આપ્યું હોય, પણ મેં કલુષિત ચિત્તે ગ્રહણ કર્યું હોય, માને મો સાવ = અનુચિતકાલે-અકાલવેળાએ સ્વાધ્યાય કર્યો હોય, વાત્રે મો સમો = કાળવેલાએ (ઉચિતકાલે) સ્વાધ્યાય ન કર્યો હોય, મસાણ સMીયં, સન્નારૂ સાચું = અસ્વાધ્યાયના નિમિત્તો હોવા છતાં સ્વાધ્યાય કર્યો હોય અને સ્વાધ્યાયનાં નિમિત્તો હોવા છતાં પણ સ્વાધ્યાય ન કર્યો હોય, તરસ મિચ્છ મિ દુક્ષ૬ = તે સંબંધી મારું સઘળું ય પાપ મિથ્યા થાઓ. (આવશ્યકનિયુક્તિપગામ સજઝાય) આ પ્રમાણે હોવાથી દ્રવ્ય-ક્ષેત્ર-કાલ આદિ બાહ્ય નિમિત્તોની શુદ્ધિ હોતે છતે ભાવની સાધનતાની શુદ્ધિ થાય છે. અર્થાત્ ભાવશુદ્ધિ લાવવામાં દ્રવ્યાદિની શુદ્ધિ કારણ બને છે. માટે સ્થાનયોગ, વર્ણયોગ આદિ રૂપ મુદ્રા, વર્ષોચ્ચાર, શારીરિક આસન ઈત્યાદિ ભાવો ક્રિયાકાલે સાચવવા અત્યન્ત જરૂરી છે. માટે દ્રવ્યક્રિયા એ ભાવક્રિયાનું કારણ હોવાથી દ્રવ્યક્રિયા પણ મુમુક્ષુ જીવોને હિતકારી-કલ્યાણકારી છે. માટે દ્રવ્યક્રિયાનો ક્યારેય નિષેધ ન કરવો, આ જીવે જડક્રિયા ઘણીવાર કરી આમ કહીને એકાન્ત-જ્ઞાનવાદીઓ ઘણી વાર ક્રિયાને ઉડાવતા હોય છે, પણ તે જ્ઞાનનો એકાન્તવાદ છે. જડક્રિયા ઘણી કરી હોય તો હવે ચેતનવંતી ક્રિયા કરો, પણ જડ વિશેષણ ઉમેરીને ક્રિયા શા માટે છોડી દેવી ? અર્થાત્ ન છોડવી જોઈએ. //પી. आलम्बनमिह ज्ञेयं, द्विविधं रूप्यरूपि च । अरूपि गुणसायुज्यं, योगोऽनालम्बनं परम् ॥६॥ ગાથાર્થ :- અહીં રૂપ અને અરૂપી એમ આલંબન બે જાતનું હોય છે. સિદ્ધપરમાત્માના ગુણોની સાથે જે એકાગ્રતા છે તે અરૂપિ આલંબન છે. અહીં અલ્પ આલંબન હોવાથી ઉત્કૃષ્ટ અનાલંબન યોગ કહેવાય છે. દા. ટીકા :- “માનમિતિ” ફુદ-નૈનના માનમ્બ દ્વિવિઘ સે-દિwારે ज्ञेयम्, एकं रूपि, अपरं अरूपि । तत्र रूप्यालम्बनं-जिनमुद्रादिक-पिण्डस्थ-पदस्थरूपस्थपर्यन्तम्, यावदर्हदवस्थालम्बनं तावत्कारणालम्बनं शरीरातिशयोपेतं रूप्यवलम्बनम् । तत्र अनादिपरभावशरीरधनस्वजनावलम्बी, परत्र परिणतचेतनः विषयैश्वर्याद्यर्थं तीर्थङ्करायवलम्बनमपि भवहेतुः ।
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy