________________
૮૮૬
જ્ઞાનસારના કર્તાની પાટપરંપરા
જ્ઞાનસાર
तद् - टीका च शुद्धमार्गदर्शकेन श्रीखरतरगच्छीयेन सदुपाध्याय श्रीदीपचन्द्राणां शिष्येण देवचन्द्रगणिना कृता ज्ञानमञ्जरी इति श्रेयः ।
इति श्री ज्ञानसारसूत्रं सम्पूर्णम् । ( ग्रन्थाग्रं ३२ × ८ = २५६ + १७ = २७३ इयत्परिमिताः श्लोकाः )
॥ इति श्री ज्ञानसारसूत्रं सम्पूर्णम् ॥
પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય શ્રી હીરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પૂજ્ય શ્રી વિજયસેનસૂરીશ્વરજી થયા, તેમના શિષ્ય પૂજ્ય વિજય દેવસૂરીશ્વરજી થયા, આ આચાર્ય મહારાજશ્રીના હાથે પાટણમાં વિક્રમ સંવત ૧૬૮૮ માં પૂ. ઉપાધ્યાયજી મ.શ્રીની દીક્ષા થઈ. તેથી વિજયદેવસૂરિજી મ.શ્રીથી પાટપરંપરા લખી છે. તેમના કાળે પંડિત શ્રી જિતવિજયજી મ.શ્રી અને પંડિત શ્રી નયવિજયજી મ.શ્રી આ બન્ને ગુરુભાઈઓ થયા કે જેઓ પૂજ્ય ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજીના શિષ્ય-ઉપાધ્યાય શ્રી લાભવિજયજીના શિષ્યો હતા. શ્રી જિતવિજયજીઃ મોટા અને શ્રી નયવિજયજી નાના બન્ને એક જ ગુરુજી શ્રી લાભવિજયજીના શિષ્યો હતા.
તેમાંના નાના ગુરુભાઈ શ્રી નયવિજયજીના શિષ્ય શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજશ્રી થયા. તેઓએ આ જ્ઞાનસારાષ્ટક નામની કૃતિ-રચના બનાવી છે જે ગ્રંથ સૂત્રથી બત્રીસ અષ્ટક પ્રમાણ છે. તેથી ૩૨ અષ્ટકના ૩૨ x ૮ = ૨૫૬ શ્લોકો છે તથા ૧૭ ગાથાઓ ઉપસંહાર સ્વરૂપ છે. તે મળીને કુલ ૨૭૩ ગાથાનો આ ગ્રંથ છે.
તે જ્ઞાનસાર ગ્રંથ ઉપર “જ્ઞાનમંજરી’’ નામની ટીકા શુદ્ધધર્મમાર્ગના ઉપદેશક અને શ્રી ખરતરગચ્છમાં થયેલા ઉત્તમ એવા ઉપાધ્યાય શ્રી દીપચંદ્રવિજયજીના શિષ્યરત્ન શ્રી દેવચન્દ્રગણિજી વડે કરાઈ છે.
આ પ્રમાણે જ્ઞાનાસારાષ્ટક તથા જ્ઞાનમંજરી ટીકા સમાપ્ત થઈ.