________________
૮
સ્થિરતાષ્ટક - ૩
જ્ઞાનસાર પ્રાણાયામાદિ કરતી વખતે કરાતી જે સ્થિરતા, અંગોનું હલનચલન રોકવું, શ્વાસ રોકવો તે, અથવા ઉપયોગશૂન્ય અને સાધ્યવિકલ જીવની કરાતી કાયોત્સર્ગાદિ રૂપે સ્થિરતા તે સઘળી નોઆગમથી દ્રવ્યસ્થિરતા જાણવી. હવે ભાવસ્થિરતા સમજાવાય છે તથા તેમાં ૭ નયો પણ સમજાવાય છે.
भावतो द्विविधा, अशुद्धा रागद्वेषमनोज्ञविषयेषु तन्मयत्वेन एकता, शुद्धा च सम्यग्दर्शनज्ञानचारित्रादिस्वरूपे तन्मयत्वरूपा, धर्मध्यानशुक्लध्यानादिषु अचलता भावस्थिरता।
ભાવથી સ્થિરતા બે પ્રકારે છે (૧) અશુદ્ધ અને (૨) શુદ્ધ, ત્યાં પ્રથમ અશુદ્ધ ભાવસ્થિરતા સમજાવે છે - રાગ અને દ્વેષના હેતુભૂત એવા મનોજ્ઞ (ઈસ્ટ) વિષયોમાં રાગલેષયુક્ત ભાવપૂર્વક તન્મય થઈને જે એકાકારતા (સ્થિરતા) થાય છે તે અશુદ્ધ ભાવસ્થિરતા કહેવાય છે. રાગના હેતુભૂત ઈષ્ટવિષય પ્રાપ્ત થતાં તેમાં તલ્લીન થઈ જવું અથવા વેષના હેતુભૂત ઈષ્ટવિષય પ્રાપ્ત થતાં દ્વેષભાવપૂર્વક તે વિષયમાં સ્થિર થવું તે. અહીં હૈયાના ભાવમાં રાગાત્મક કે દ્વેષાત્મક જે બુદ્ધિ છે તે અશુદ્ધિ છે માટે આ અશુદ્ધ સ્થિરતા કહેવાય છે. જેમ મનગમતા અતિથિ આવ્યા હોય (જમાઈ-વેવાઈ વગેરે) ત્યારે રાગભાવપૂર્વક વાતોમાં અને આગતા-સ્વાગતામાં સ્થિર થઈ જવું અને અણગમતા અતિથિ આવ્યા હોય ત્યારે (જેમકે આડોશ-પાડોશવાળા વ્યક્તિ વારંવાર આવી જ પહોંચતા હોય તેથી તે ગમતા ન હોય એટલે દ્વેષના હેતુભૂત છે. પણ આવ્યા છે એટલે (જતા રહો એમ ન કહેવાય તેથી) તેઓની સાથે વાર્તાલાપમાં કે આગતા-સ્વાગતામાં સ્થિર થવું તે, આ બન્ને અશુદ્ધ સ્થિરતા છે.
આત્માના શુદ્ધ સ્વરૂપના સાધનભૂત એવા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રના સ્વરૂપમાં તન્મયતા થવી અથવા ધર્મધ્યાન અને શુક્લધ્યાનાદિમાં સ્થિર થવું તે શુદ્ધ ભાવસ્થિરતા કહેવાય છે. જે સ્થિરતાથી આત્માના ગુણોનો આવિર્ભાવ થાય તેવી જ સ્થિરતા તે શુદ્ધ ભાવસ્થિરતા જાણવી. હવે આ ભાવસ્થિરતા ઉપર નયો સમજાવે છે -
शुद्धसाध्यशून्या योगादीनां (या) स्थिरता सा दुर्नयरूपा, या तु साध्यवार्तया साध्यनिष्पादनपरिणतिविकला (सा स्थिरता) नयाभासरूपा, या तु साध्याभिलाषसाध्योद्यमपरिणत्या कारणभूता योगादीनां द्रव्याश्रवत्यागरूपा स्थिरता सा आद्यनयचतुष्टयरूपा, या तु सम्यग्दर्शनज्ञानचारित्रेण स्वरूपसाधनसाध्यनिष्पादनाभ्यासवती स्थिरता, सा शब्दनयस्थिरता, या तु धर्मशुक्लध्यानगतस्वरूपा