________________
જ્ઞાનમંજરી ઈન્દ્રિયજયાષ્ટક - ૭
૨૦૩ નથી પણ તલવારની સુરક્ષા કરે છે તેમ બાહ્યનિવૃત્તિ વિષયોપલંભમાં સહાયક નથી પણ અત્યંતરનિવૃત્તિની સુરક્ષા કરે છે તથા અત્યંતર નિવૃત્તિ તરવાર જેવી છે. જેમ તરવાર છેદવાનું કામ કરે છે તેમ અત્યંતરનિવૃત્તિ વિષય જાણવામાં સહાયક થવાનું કામ કરે છે.
જે ઉપકરણેન્દ્રિય છે તે બાહ્ય અને અત્યંતર એવી નિવૃત્તીન્દ્રિયને અનુપઘાત દ્વારા અને અનુગ્રહ કરવા દ્વારા ઉપકાર કરે છે. માટે તેને ઉપકરણેન્દ્રિય કહેવાય છે. અત્યંતરનિવૃત્તિ બરાબર કામ કરતી રહે, તેને કામ કરવામાં કોઈ ઉપઘાત ન થાય પણ અનુગ્રહ થાય એવી તેમાં રહેલી શક્તિવિશેષને ઉપકરણેન્દ્રિય કહેવાય છે. આ ઉપકરણેન્દ્રિય તલવારમાં રહેલી ધારતુલ્ય છે.
હવે ભાવેન્દ્રિય લબ્ધિ અને ઉપયોગ એમ બે પ્રકારની છે. આ ભાવેન્દ્રિય જીવમાં રહેલી વિષય જાણવાની શક્તિને કહેવાય છે. પુદ્ગલગત સહાયકશક્તિને દ્રવ્યેન્દ્રિય અને જીવગત જ્ઞાયકશક્તિને ભાવેન્દ્રિય કહેવાય છે. તે ભાવેન્દ્રિયના પણ બે ભેદ છે. ૧. લબ્ધિ ભાવેન્દ્રિય અને ૨. ઉપયોગ ભાવેન્દ્રિય.
પાંચે ઈન્દ્રિયોની સહાય દ્વારા રૂપ-રસ-ગંધ-સ્પર્શ અને શબ્દ નામના વિષયોને વિશેષપણે અને સામાન્યપણે જાણવાની આત્મામાં રહેલી જે ચેતનાશક્તિ છે તેને મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન કહેવાય છે. તથા તેના ઉપયોગમાં વપરાતા વીર્યને વીર્યશક્તિ કહેવાય છે. આ જે શક્તિ છે તે સર્વે આત્માના સ્વાભાવિક ગુણો છે. તેને આવરણ કરનારાં તે તે કર્યો છે. આવરણીય કર્મો જેમ જેમ તીવ્રરસે ઉદયમાં આવે છે તેમ તેમ આ ગુણો આચ્છાદિત થાય છે અને તે આવરણીયકર્મોના તીવ્રરસને તોડીને મંદ કરીને આ આત્મા ઉદયમાં લાવે તો તેને ક્ષયોપશમ કહેવાય છે. તેનાથી તે તે ગુણો તેટલા તેટલા પ્રમાણમાં પ્રગટ થાય છે (ખુલ્લા થાય છે).
આ પ્રમાણે હોવાથી તે તે જ્ઞાયકશક્તિનાં આવરણીયકર્મ મતિ-શ્રુતજ્ઞાનાવરણીય, ચક્ષુ-અચક્ષુદર્શનાવરણીય અને વીર્યાન્તરાયકર્મ, આ સઘળાં કર્મોનો ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલી સ્પર્ધાદિ વિષયોને ગ્રહણ કરનારી જે આત્મશક્તિ તેને લબ્ધિભાવેન્દ્રિય કહેવાય છે. તલવાર ચલાવવાની આવડત (કલા) તુલ્ય આ ઈન્દ્રિય છે. જેમ આવડત (કલા) જીવમાં જ હોય છે, જડમાં નહી, તેમ આ લબ્ધિઈન્દ્રિય જીવગતશક્તિ છે, પુદ્ગલગતશક્તિ નથી. આ લબ્ધિનો સ્પર્શાદિ વિષયો જાણવામાં જે વપરાશ કરવો તે ઉપયોગ ભાવેન્દ્રિય છે. તલવાર ચલાવવાની કલાનો ઉપયોગ કરવા તુલ્ય આ ઈન્દ્રિય છે. લબ્ધિભાવેન્દ્રિય એ શક્તિસ્વરૂપ છે અને સ્પર્શાદિ વિષયોનું વિશેષ જ્ઞાન કરવું, આમ ફલસ્વરૂપ જે ઈન્દ્રિયો છે તેને જ