________________
જ્ઞાનમંજરી
ધ્યાનાષ્ટક - ૩૦
૭૯૫
હોય છે કારણ કે હૃદયમાં કોઈપણ પ્રકારના ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ-વાસના કે વિકાર આદિ કલુષિત ભાવો નથી, જે આત્મામાં કલુષિતભાવો હોય છે તે જ ચિંતાઓના કારણે અપ્રસન્ન હૃદય અને અપ્રસન્ન મુખમુદ્રાવાળા હોય છે. જેમાં કલુષિતતા નથી તે નિરુપાધિક હોવાથી સદા પ્રસન્ન પ્રસન્ન જ હોય છે.
(૧૦) અપ્રમત્તસ્ય અજ્ઞાન આદિ આઠ પ્રકારના પ્રમાદ વિનાના આ યોગી જાણવા. અજ્ઞાન આદિ આઠ પ્રમાદો પ્રવચનસારોદ્વાર દ્વાર ૨૦૭ અને ગાથા ૧૨૨૨–૧૨૨૩ ને અનુસારે આ પ્રમાણે છે -
-
माओ य मुणिंदेहिं, भणिओ अभेओ ।
अण्णाणं संसओ चेव, मिच्छानाणं तहेव य ॥१२२२ ॥
रागो दोसो सइब्भंसो, धम्मम्मि य अणायरो |
जोगाणं दुप्पणिहाणं, अट्ठहा वज्जियव्वओ ॥१२२३॥
મુનીશ્વર પુરુષો વડે પ્રમાદ આઠ પ્રકારનો કહેવાયો છે. (૧) અજ્ઞાન (૨) સંદેહ (૩) વિપરીતજ્ઞાન (૪) રાગ (૫) દ્વેષ (૬) વિસ્મરણશીલતા (૭) ધર્મમાં અનાદર અને (૮) મન-વચન-કાયાનું દુષ્ટતાકરણ.
(૧૧) વિવાનન્વસુધાનિ જ્ઞાનના આનંદરૂપી અમૃતનો આસ્વાદ માણનારા આ યોગી હોય છે. અર્થાત્ જ્ઞાનના આનંદની નિરંતર મસ્તી હોય છે. તેનો જ આસ્વાદ તેઓને અમૃતથી પણ અધિક મધુર લાગે છે. તેમાં જ રચ્યા-પચ્યા રહે છે.
ઉપરોક્ત અગિયાર વિશેષણોથી યુક્ત એવા યોગી પુરુષ જ્યારે ધ્યાનદશામાં વર્તતા હોય છે ત્યારે અનુપમ એવા આધ્યાત્મિકદશાના શ્રેષ્ઠ સામ્રાજ્યનો અનુભવ કરતા હોય છે આવા આધ્યાત્મિક દશાના શ્રેષ્ઠ સામ્રાજ્યના અનુભવને દિન-પ્રતિદિન પોતાના આત્મામાં વૃદ્ધિ પમાડતા મહાયોગીની તુલના-સરખામણી આ લોકમાં કોની સાથે કરી શકાય ? અર્થાત્ કોઈની સાથે ન કરી શકાય.
આ રીતે વિચાર કરીશું તો નક્કી સમજાશે કે સર્વથા પરભાવદશાનો ત્યાગ કરીને, શુદ્ધ-નિર્મળ આત્મસ્વરૂપનું જ માત્ર અવલોકન કરીને આત્મતત્ત્વની સાથે ઐક્યતા કરવામય ધ્યાન ધરવા રૂપ અમૃત જ સ્વભોગ્ય છે. બાકી બધું વિષપાન-તુલ્ય છે. આવા પ્રકારનું શ્રેષ્ઠ ધ્યાન રૂપી અમૃત જે સ્વભોગને યોગ્ય છે તેને ભોગવનારા યોગીને પરમ સામ્રાજ્ય હોય છે.