________________
૮૦૨ તપોષ્ટક - ૩૧
જ્ઞાનસાર છે અને તે અભ્યત્તરતા જ ઈષ્ટ છે. તથા ઉપવાસાદિ જે બાહ્ય તપ છે તે અભ્યત્તરતપની વૃદ્ધિ-પુષ્ટિ કરનારો છે (તેથી તે તપ પણ) ઈષ્ટ છે. !!!
ટીકા - “જ્ઞાનમેવ વધા: પ્રતિ"-વધા: પતા:, શર્મા–માત્મપ્રવેશसंश्लिष्टानाम्, तापनात् तीक्ष्णं ज्ञानमेव तपः प्राहुः । तत्तपः आभ्यन्तरमन्तरङ्गं प्रायश्चित्तादिकमिष्टम्, बाह्यमनशनादिकम्-तदुपबृंहकमाभ्यन्तरतपोवृद्धिहेतुः । द्रव्यनिक्षेपस्य कारणरूपत्वात्, द्रव्यतपसोऽपि भावतपसः कारणत्वमेव, तेन इष्टम् III.
વિવેચન :- પંડિત પુરુષો જ્ઞાનને જ તપ કહે છે. કારણ કે જ્ઞાનદશા જ આ જીવના પૂર્વકૃત કર્મોને તપાવે છે, બાળે છે. પૂર્વકાલમાં કરેલાં કર્મોને જે તપાવે તે તપ કહેવાય છે અને જ્ઞાન જ કર્મોને તપાવે છે. માટે જ્ઞાનને પંડિતપુરુષો તપ કહે છે. જ્ઞાનાવરણીય આદિ કર્મો આત્માના પ્રદેશોની સાથે એકમેક થયેલાં છે. પ્રદેશ પ્રદેશ અનંતા અનંતા કર્મપ્રદેશો તન્મયપણાને પામેલા છે. તેને તપાવવાનું કામ-બાળવાનું કામ તીણ એવું જ્ઞાન જ કરી શકે છે. શાસ્ત્રોનું ઊંડું એવું અધ્યયન જ કર્મોને બાળી શકે છે. માટે જ્ઞાન એ જ તપ છે. આ જ્ઞાનદશાને જે તપ કહેવાય છે તે અભ્યન્તરતપ જાણવો. પ્રાયશ્ચિત્ત આદિ છ પ્રકારનો જે તપ છે તેમાં (સ્વાધ્યાય એટલે) જ્ઞાન એ પણ તપ કહેલ છે. આ વાત તેની અંદર સમજવી.
પ્રાયશ્ચિત્ત-વિનય-વૈયાવચ્ચ-સ્વાધ્યાય-ધ્યાન અને વ્યુત્સર્ગ એમ છ પ્રકારના અભ્યત્તર તપની અંદર જ્ઞાનરૂપ તપ જાણવો. ઉપવાસ-એકાશનાદિ અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા રૂપ જે છ પ્રકારનો બાહ્ય તપ છે તે જો અભ્યત્તર તપની વૃદ્ધિનો હેતુ હોય તો તે પણ કારણમાં કાર્યનો ઉપચાર કરીને તપ કહેવાય છે. કારણ કે ઉપવાસાદિમય અનશન વગેરે છ પ્રકારનો જે દ્રવ્યતા (બાહ્યતપ) છે તે ભાવતપનું કારણ છે. સર્વ ઠેકાણે દ્રવ્યનિક્ષેપો ભાવનિક્ષેપાનું કારણ હોય છે અને ભાવનિક્ષેપાનું જો કારણ બનતું હોય તો જ દ્રવ્યનિક્ષેપાને દ્રવ્યનિક્ષેપો કહેવાય છે. તેથી ઉપવાસાદિ દ્રવ્યતપ (બાહ્યતપ) તેવો કરવો જોઈએ કે જે તપ કરવાથી સ્વાધ્યાય, વૈયાવચ્ચ, ધ્યાન વગેરે ભાવતપની (અભ્યતર તપની) વૃદ્ધિ થાય.
તેટલી અને તેવી માત્રાએ જ બાહ્યતાને કરવો જોઈએ કે જેનાથી ભાવતપની વૃદ્ધિ થાય, ઉત્તમ આત્માઓએ આ ગાથાના ભાવાર્થને હૃદયથી બરાબર સમજીને યથાશક્તિ બાહ્યતામાં પણ અવશ્ય જોડાવું. છતાં અધિક બાહ્ય તપ કરવાથી ભાવતપ સીદાય - પીડાય હાનિ પામે આવો બાહ્ય તપ માર્ગ ઉચિત નથી. એમ પણ ધ્યાનમાં રાખવું. /૧/