________________
૮૦૬
તપોષ્ટક - ૩૧
જ્ઞાનસાર
परमानन्दाव्ययशुद्धात्मसिद्धिसाधनार्थी तद्विघातककर्मक्षयाय तपःकष्टादिषु आत्मानमानन्दयति ।
વિવેચન :- જ્ઞાની અને તપસ્વી મહાત્માઓને આત્મતત્ત્વની સાધના જ અતિશય પ્રિય હોવાથી તેમાં આવતી મુશ્કેલીઓ દુસ્સહ લાગતી નથી. જે મહાત્માઓને ઉપેય વસ્તુની (મેળવવા લાયક પદાર્થની) મધુરતા હૃદયમાં સમજાઈ હોય છે. તે મહાત્માઓને તે ઉપેયની મધુરતાના કારણે તેના ઉપાયોમાં જરા પણ દુસ્સહતા અનુભવાતી નથી.
આ કારણે જ તીવ્ર તપમાં મગ્ન બનેલા એવા તપસ્વી અને માસ-બે માસ-ત્રણ માસથી પ્રારંભીને છ માસ સુધીના તપને આચરનારા મહાત્માઓને સર્વ પ્રકારના આહારનો ત્યાગ કરવામાં, આતાપના લેવામાં, કાયોત્સર્ગાદિ કરવામાં, જિનકલ્પ આચરવામાં અને પરિહારવિશુદ્ધિ તપ કરવામાં લયલીન બનેલા જ્ઞાની મુનિઓને, સૂમ (અતીન્દ્રિય અર્થાત્ અનુભવ જ્ઞાનથી ગમ્ય) એવા અનંત અનંત સ્વદ્રવ્ય અને પરદ્રવ્યના પર્યાયોનો વિવેક (ભેદ) કરવામાં જ મગ્ન બનેલી છે ચેતના જેની એવા તપસ્વી મહાત્માઓને ઉપસર્ગ-પરિષહ આદિ રૂપ પ્રતિકૂળતાઓ આવે તો પણ આનંદ આનંદની વૃદ્ધિ જ હોય છે. તથા વનમાં, નદીકાંઠે કે ગુફા જેવા નિર્જન સ્થાનોમાં વસવાટ કરવો પડે તો પણ આત્મતત્ત્વની સાધનાની સાનુકૂળતા હોવાથી આનંદ-આનંદની છોળો જ ઉછળતી હોય છે.
આરાધક આત્માઓને આરાધનાની જ મીઠાશ અનુભવાતી હોવાથી તેના ઉપાયભૂત જ્ઞાન-ધ્યાન અને તપમાં જ રસિકતા વર્તે છે, તેથી બાહ્ય આહારાદિના ત્યાગમાં, નિર્જન સ્થાનના વસવાટમાં અને ઉપસર્ગ-પરીષહાદિ રૂપ પ્રતિકૂળતાઓ સહન કરવામાં જ વધારે વધારે આનંદની વૃદ્ધિ અનુભવાય છે. આ વાત એક ઉદાહરણથી સમજાવે છે.
જેમ કોઈ એક પુરુષને ધંધામાં નુકશાન થવાથી ધારો કે તે પુરુષ દેવાદાર થયો છે. ત્યારબાદ પાંચ-દશ વર્ષે કોઈ પણ પ્રકારના વેપારાદિના ઉપાયો વડે તેને ઘણું ધન પ્રાપ્ત થયું છે. આવો પ્રાપ્ત થયો છે ધનનો સમૂહ જેને એવો તે દેવાદાર પુરુષ પોતાની પાસે ધન માગતા એવા લેણદારને લેણાનું ધન આપતાં પોતાના આત્માને ધન્ય ધન્ય માને છે. હાશ, મારા માથેથી આટલો બોજો ઓછો થયો અથવા ગયો. આમ સમજીને નિશ્ચિંત થાય છે. તેની જેમ આ તપસ્વી આત્મા આરાધના કરીને આનંદ પામે છે.
અથવા બીજું પણ એક ઉદાહરણ આપે છે કે જેમ વૈક્રિયલબ્ધિ, આકાશગામિની લબ્ધિ વગેરે લબ્ધિઓની સિદ્ધિનો અર્થ જીવ લબ્ધિની પ્રાપ્તિના પૂર્વ સેવાકાળમાં, ઊંચા કર્યા છે બાહુ જેણે અને નીચે કર્યું છે મુખ આદિ અંગ જેણે એમ મહાકષ્ટદાયી ધર્મ અનુષ્ઠાન