________________
જ્ઞાનમંજરી માધ્યચ્યાષ્ટક- ૧૬
૫૧૧ આ જ મોક્ષનાં સાધનો છે. કલિકાલસર્વજ્ઞ કૃત શ્રી યોગશાસ્ત્રમાં પ્રકાશ ચારમાં ૧-૨-૩ શ્લોકમાં કહ્યું છે કે -
આ આત્મા જ દર્શન-જ્ઞાન-ચારિત્રમય છે. અથવા મુનિનો આ આત્મા જ તદાત્મક (દર્શનાદિ ગુણમય થયો છતો) શરીરમાં રહે છે. અર્થાત્ ગુણો એ જ જીવનું સાચું સ્વરૂપ છે. I૪/૧/l.
જે મહાત્મા મોહના ત્યાગથી પોતાના આત્મા વડે પોતાના આત્માને જાણે છે તે જ તે આત્માનું ચારિત્ર છે તે જ જ્ઞાન છે અને તે જ દર્શન છે. //૪/રા/
આત્મતત્ત્વના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું દુઃખ આત્મતત્ત્વના જ્ઞાન વડે જ હણાય છે. આત્મતત્ત્વના વિજ્ઞાન વિનાના જીવો વડે તે દુઃખ, તપ દ્વારા પણ છેદી શકાતું નથી. ૪/all
આ આત્મા પરમાત્મતત્ત્વમાં અભેદભાવે જે લયલીન બને છે તે જ આ શમરસભાવ (સમતાસ્વરૂ૫) કહેવાય છે. સમગુણની સાથે આત્માનું એકીકરણ થવું તે જ સમભાવ એટલે કે માધ્યચ્યતા જાણવી. ૧૦/૪
આ અષ્ટકનો સાર એ છે કે પદ્ગલિક સર્વે વસ્તુઓ તથા અન્ય જીવદ્રવ્યો આ આત્માથી ભિન્ન દ્રવ્યો છે તે ક્યારેક સારાભાવે પણ પરિણામ પામે અને ક્યારેક અશુભ ભાવે પણ પરિણામ પામે, પરંતુ જે દ્રવ્ય આ આત્માનાં નથી. તેના શુભ-અશુભ પરિણમનને જોઈને આપણે શા માટે રાગ-દ્વેષ કરવો? આ સંસારમાં ગમે તે વસ્તુ ગમે તેટલી સુંદર હોય તો પણ આપણા આત્માની છે જ નહીં તો પછી પ્રીતિ કેમ કરાય ? એ જ પ્રમાણે કોઈ દ્રવ્ય અશુભભાવે પરિણામ પામે તો આપણે અપ્રીતિ શા માટે કરવી ? તે દ્રવ્ય આપણું છે જ નહીં.
જગતના પદાર્થો પારિણામિક સ્વભાવવાળા છે, તેથી ભિન્ન ભિન્ન શુભાશુભ ભાવે પરિણામ પામ્યા છે અને પરિણામ પામશે તેમાં આ આત્માને ચક્ષપાત કેમ કરાય ? પરિણમન પામવું તે દ્રવ્યોનો સ્વભાવ છે. માટે હે જીવ! તું રાગ-દ્વેષ કરવાનું છોડી દે. પ્રીતિ-અપ્રીતિ બંધ કર અને સર્વત્ર મધ્યસ્થ ભાવવાળો બન. પરદ્રવ્યને પોતાનું માનવું અને તેને જોઈને પ્રીતિ-અપ્રીતિ કરવી આ જ બહિરાત્મભાવ છે, વિભાવદશા છે. હે જીવ! તું તેનો ત્યાગ કરીને મધ્યસ્થ સ્વભાવવાળો બની જા. Iટા
સોળમું માધ્યસ્થાષ્ટક સમાપ્ત
.