________________
જ્ઞાનમંજરી
૩૧૯
નિર્લેપાષ્ટક-૧૧ ॥ अथ एकादशं निर्लेपाष्टकम् ॥
अथ अलिप्तस्य तत्त्वसमाधिर्भवति, पूर्णानन्दतृप्तिरपि अलिप्तस्य, तेन निर्लेपाष्टकं प्रस्तूयते । चेतनस्य सकलपरभावसंयोगाभावेन व्याप्यव्यापकग्राहककर्तृत्वभोक्तृत्वादिशक्तीनां स्वभावावस्थानं निर्लेपः । नामतो निर्लेपः अभिलाप्यात्मकः जीवाजीवानाम्, स्थापनानिर्लेपः निर्ग्रन्थाकारादिः, द्रव्यनिर्लेपः कांस्यपात्रादिः तद्व्यतिरिक्तः, शेषस्तु पूर्ववत्, भावनिर्लेपः जीवाजीवभेदाश्च, अजीवो धर्माधर्माकाशादिः, जीवस्तु समस्तविभावाभिष्वङ्गरहितः मुक्तात्मा,
જે આત્મા સાંસારિક ભાવોથી અલિપ્ત હોય છે તેને જ તાત્ત્વિક (સાચી) સમાધિ પ્રાપ્ત થાય છે. કારણ કે સાંસારિક સર્વે ભાવો ઉપાધિવાળા છે અને જીવને આકુળવ્યાકુળ કરનારા છે. તે ભાવોથી દૂર દૂર રહેનારો આત્મા જ સાચી સમાધિ મેળવી શકે છે. એવી જ રીતે આત્માના ગુણોના પૂર્ણાનંદની તૃપ્તિ પણ પીદ્ગલિક ભાવોથી દૂર રહેનારા એવા અલિપ્ત આત્માને જ થાય છે. તેથી હવે નિર્લેપાષ્ટક લખાય છે.
પ્રશ્ન :- નિલેપ એટલે શું? નિર્લેપ કોને કહેવાય?
ઉત્તર :- આ આત્મા અનાદિકાળથી પરભાવની સાથે એટલે કે અન્ય જીવદ્રવ્ય અને પુગલદ્રવ્યની સાથે વ્યાપ્ય-વ્યાપકભાવથી (એકમેક થઈને) વર્તે છે. ગ્રાહકતા, કર્તતા અને ભોક્નતા આદિ આત્માની જે શક્તિઓ છે. તે શક્તિઓને આ આત્મા અન્ય દ્રવ્યમાં જ જોડે છે. તેને બદલે સકલ એવા પરભાવોના સંયોગનો અભાવ કરીને આ આત્માની વ્યાપ્યવ્યાપક્વાશક્તિ, ગ્રાહકતાશક્તિ, કર્તુતાશક્તિ અને ભોક્નતાશક્તિ આદિ જે જે શક્તિઓ છે તે શક્તિઓને વિભાવદશામાંથી રોકીને સ્વભાવદશામાં જોડવી તેને નિર્લેપતા કહેવાય છે. આ જીવ પોતાના પરિવારને, ઘરને અને ધનને મારું મારું માનીને ચાલે છે, તેમાં જ વ્યાપ્ત થઈને (રંગાઈને) ચાલે છે. તેને જ વધારવાની લગની લાગી છે. તેના સુખે પોતાને સુખી અને તેના દુઃખે પોતાને દુઃખી આ જીવ માને છે. તેને જ કરવાપણાનો અને ભોગવવાપણાનો પરિણામ રાખે છે. આ સઘળી લેપદશા છે. અન્યદ્રવ્યની સાથે મારાપણાનો જે પરિણામ છે તે સમસ્ત લિપ્તતા છે. તેનો સર્વથા સંયોગ ત્યજીને આત્માની જે સ્વભાવદશા (ગુણાત્મકદશા) છે તેમાં જ વ્યાપ્ત થઈ જવું, તેને જ ગ્રહણ કરવું, તેને જ વધારવું અને તેને જ ભોગવવું આ સઘળી નિર્લેપદશા છે. આત્માનું પરભાવદશામાંથી છૂટીને સ્વભાવદશામાં લીન થવું તે નિર્લેપતા કહેવાય છે. નિર્લેપ આત્માને જ પૂર્ણ આત્મ આનંદની તૃપ્તિ થાય છે.