________________
સ્થિરતાષ્ટક - ૩
જ્ઞાનસાર
જેમ આકાશમાં મેઘઘટા (વાદળોની ઘટાટોપતા) થઈ હોય, હમણાં જ વરસાદ તૂટી પડશે એમ લાગતું હોય, ચારે તરફ કાળાશ-કાળાશ વ્યાપી ગઈ હોય, વિજળીના ઘણા ચમકારા દેખાતા હોય અને વાદળોના ગર્જારવ સંભળાતા હોય, લોકો વરસાદ તૂટી પડશે એવા ભયથી ભાગાભાગ કરતા હોય, એવામાં જો “પવન” ફૂંકાય તો સર્વે માણસોની વરસાદ તૂટી પડવાની આશા ભાંગીને ભુક્કો થઈ જાય છે. પવનથી મેઘઘટા વિખેરાઈ જાય છે, આકાશ ચોખ્ખું થઈ જાય છે અને સર્વે લોકો નિરાશ થઈ જાય છે. એક પવને બધી બાજી બદલી નાખી. તેવી જ રીતે હે વત્સ ! આ અસ્થિરતા એ પવનતુલ્ય છે. ઘણી ઘણી મહેનતે પ્રાપ્ત થયેલ સમાધિ રાગદ્વેષના અભાવાત્મક સમતાભાવ રૂપ “સ્વરૂપાર્થમાં લીનતા’ની નાશક છે. જે તે પરપદાર્થોમાં ગમો-અણગમો કરાવતી અને તેનાથી વારંવાર ક્લેશ તથા દુઃખને પમાડતી માનસિક અસ્થિરતા મોહજન્ય સંકલ્પ-વિકલ્પો કરાવવા દ્વારા સમતુલાનો નાશ કરે છે. ચિત્તને ડામાડોળ કરે છે. ઘણા ઘણા આઘાત-પ્રત્યાઘાતને ઉત્પન્ન કરે છે અને જીવ દુ:ખી દુ:ખી થાય છે. આ કારણથી આત્માના શુદ્ધ ધર્મના વિષયમાં અતિશય સ્થિરતા જ કરવા જેવી છે. પરપદાર્થો કાલાન્તરે અવશ્ય વિયોગ પામનારા જ છે તથા નાશ પામનારા જ છે સદા રહેનારા નથી માટે તેમાં ચિત્ત નાખવા જેવું જ નથી. IISII चारित्रं स्थिरतारूपमतः सिद्धेष्वपीष्यते ।
यतन्तां यतयोऽवश्यमस्या एव प्रसिद्धये ॥८ ॥
૧૦૦
=
ગાથાર્થ :- આ કારણથી જ સિદ્ધપરમાત્મામાં પણ “સ્થિરતા” સ્વરૂપ ચારિત્ર જૈન શાસ્ત્રોમાં ઈચ્છાય છે. માટે મહામુનિઓએ આ સ્થિરતાની જ સિદ્ધિ માટે અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ. ॥૮ા
ટીકા :- “વાત્રિમિતિ अतः कारणात् सिद्धेष्वपि सकलकर्ममलमुक्तेष्वपि स्थिरतारूपं चारित्रमिष्यते, पञ्चमाङ्गे सिद्धानां चारित्राभावः उक्तः, स च क्रियाव्यापाररूपः, यस्तु स्थिरतारूपः १ स च वस्तुधर्मत्वात् अस्त्येवेति । प्रज्ञापनातत्त्वार्थ-विशेषावश्यकादिषु व्यक्तं व्याख्यातत्वात् । आवरणाभावे आवार्यस्य प्राग्भावात् विगतचारित्रमोहस्य चारित्रप्रकटनात्, सिद्धानामपि स्थिरतारूपं चारित्रम्, अतः स्थिरता साधनीया ।
""
૧. અહીં ારિત્ર નો વિષય ચાલે છે અને ઘાત્રિ શબ્દ નપુંસક લિંગ છે. માટે સ્થિરતારૂપ ( ન્રાશ્ત્રિ), તત્ત્વ આવો પાઠ હોવો જોઈએ. સ્થિરતારૂપ આત્મપરિણામ આવો અર્થ કરીએ તો પરિણામ શબ્દ પુલ્ડિંગ હોવાથી ઉપરનો પાઠ સંગત પણ થઈ શકે છે.