________________
૫૪૦ અનાત્મશંસાષ્ટ્રક-૧૮
જ્ઞાનસાર આત્માના ગુણોનું આચ્છાદન કરનાર શત્રતુલ્ય તત્ત્વો કયાં કયાં છે ? શરીff - ઔદારિકાદિ શરીર કે જે શરીર કાલાન્તરે અવશ્ય વિનાશ પામવાના સ્વભાવવાળાં છે. તેમાં પણ ઔદારિક શરીર તો લોહી-માંસ-ચરબી આદિ ગંદી ગંદી સાત ધાતુઓથી બનેલું છે. જેના છિદ્રોમાંથી નીકળતી કોઈપણ વસ્તુ જોવી કે સુંઘવી ગમતી નથી એવા પુદ્ગલ માત્રનાં બનેલાં શરીર છે અને અહીં જ રહેવાનાં છે. તેથી વિનાશી સ્વભાવવાળાં છે તેનાથી મોહપ્રીતિ-હર્ષ કેમ કરાય?
રૂપ-શારીરિક વર્ણ, સંસ્થાનનામકર્મ, નિર્માણનામકર્મ અને વર્ણનામકર્મથી બનેલું શરીરનું રૂપ તથા આકૃતિ વગેરે છે. આ પણ પરદ્રવ્યનો જ પર્યાય છે, વિનાશી છે, ભવાન્તરાનુયાયી નથી. તથા લાવણ્ય એટલે કાન્તિ, તેજ, ઓજસ, બુદ્ધિસંબંધી સૌન્દર્યચતુરાઈ. આ પણ સૌભાગ્ય નામકર્મના ઉદયથી થયેલો પર્યાય છે. અથવા પુરુષવેદ, સ્ત્રીવેદાદિ રૂપે શરીરની આકૃતિ મોહનીયકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી શરીરની વ્યવસ્થિત દેખાવડી સુંદર અંગ-ઉપાંગની રચના રૂપ પરદ્રવ્યનો જ પર્યાય છે. ગ્રામ એટલે કે લોકો જેમાં નિવાસ કરે એવું ગામ, દેશ, નગર વગેરે પણ અન્ય દ્રવ્યના જ પર્યાય છે. આરામ એટલે ઉદ્યાન, જંગલ, બગીચા વગેરેની ભૂમિ. આ પણ પુદ્ગલાસ્તિકાય અને વનસ્પતિકાયના જીવો રૂપ પરદ્રવ્ય જ છે. ધન એટલે ગણી શકાય તેવું રૂપિયા વગેરે, તોળી શકાય તેવું ઘી-તેલ-ગોળ-ખાંડ વગેરે, આદિ શબ્દથી માપી શકાય તેવું કાપડ, લાકડું, પતરાં વગેરે આ સર્વે પણ પરવસ્તુ જ છે. મૂલગાથામાં શરીર, રૂપ, લાવણ્ય, ગ્રામ, આરામ અને ધન શબ્દનો દ્વન્દ સમાસ થયો છે. આવી આવી પૌગલિક પરવસ્તુઓ વધવાથી આત્માના સ્વરૂપનો કયો વધારો થયો ? આત્માને ઉત્કર્ષ-હર્ષ-ઉન્માદ કેમ થાય ? આત્મતત્ત્વનો કંઈ વધારો થતો નથી.
ઉપર કહેલી સર્વે પણ વસ્તુઓ પૌદ્ગલિક છે. ચેતન સ્વરૂપ નથી માટે પરદ્રવ્ય છે. તેના ઉપર મોહ થવાથી પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં રાગ-દ્વેષ કરાવવા દ્વારા તે વસ્તુઓ કર્મબંધનું કારણ થાય છે અને આત્માના શુદ્ધ ક્ષાયોપથમિક અને ક્ષાયિક ભાવના ગુણોનું અવરોધક બને છે. તેથી તેની સાથેનો સંગ પણ નિંદનીય છે. તેના સાથે જોડાવું આ પણ આત્માના પતનનું જ કારણ છે. માટે કેવલ નિંદ્ય જ છે તો પછી તેની પ્રાપ્તિ વડે ઉત્કર્ષ ગાવો અને અભિમાન કરવું તે સજજનોને શોભા કેમ આપે ? ઉત્તરાધ્યયન નામના સૂત્રમાં જ કહ્યું છે કે –
धणेण किं धम्मधुराहिगारे, सयणेण वा कामगुणेहिं चेव । समणा भविस्सामो गुणोहधारी, बहिं विहारा अभिगम्म भिक्खं ॥
(૩ત્તર૦ ૨૪, માથા-૨૭)