________________
જ્ઞાનમંજરી
જ્ઞાનાષ્ટક - ૫
૧૫૯
છે. આ બન્ને કરણોમાં વર્તતા જીવો પ્રતિસમયે અનન્તગુણવિશુદ્ધિ વડે વૃદ્ધિ પામતાં પામતાં થાવત્ કરણની સમાપ્તિ થાય ત્યાં સુધી વૃદ્ધિ પામે છે. બન્ને કરણોમાં તે અધ્યવસાયસ્થાનો કુલ કેટલાં હોય છે? તે જાણવું હોય તો શાસ્ત્રકાર મહર્ષિ કહે છે કે – યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણમાં ત્રણે-કાલવર્તી સર્વજીવોને આશ્રયી આ અધ્યવસાયસ્થાનો પ્રત્યેક સમયમાં (જીવો અનંતા-અનંત હોવા છતાં પણ કેટલાક કેટલાક જીવોના અધ્યવસાયસ્થાનો સમાન હોવાથી) અસંખ્યાત લોકાકાશપ્રદેશપ્રમાણ અધ્યવસાયસ્થાનો હોય છે. એક એક સમયમાં અનંતજીવોનાં અધ્યવસાયસ્થાનો અસંખ્યાતલોકાકાશપ્રદેશ પ્રમાણ હોય છે અને તે સર્વે જઘન્યવિશુદ્ધિથી પ્રારંભીને ઉત્કૃષ્ટવિશુદ્ધિસ્થાન સુધીનાં અસંખ્યાત અધ્યવસાય સ્થાનોમાં વિશુદ્ધિની વૃદ્ધિ અને હાનિ ષટ્રસ્થાનપતિત (છ પ્રકારની) હોય છે.
યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણમાં ત્રણે કાલવર્તી અનંત જીવોને આશ્રયી (કેટલાક કેટલાક જીવોના અધ્યવસાય સમાન પણ હોવાથી) પ્રત્યેકસમયમાં અસંખ્યાતા લોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાય સ્થાનો હોય છે. તેમાં પણ યથાપ્રવૃત્તકરણના પ્રથમ સમયે જે અસંખ્યાત લોકાકાશપ્રદેશપ્રમાણ અધ્યવસાયસ્થાનો હોય છે તેનાથી બીજા સમયે વિશેષાધિક હોય છે. કારણ કે પ્રથમસમયે ઘણા ઘણા જીવોમાં સમાન અધ્યવસાયસ્થાનો પણ હતાં, તે બીજા સમયે બધાનાં સમાન જ રહે એવો નિયમ નથી. સમાન અધ્યવસાયમાંથી બીજા સમયે સરખી વિશુદ્ધિ વધે તેવો નિયમ નથી. તેથી ભિન્ન પણ થઈ જાય છે. આ રીતે બીજા સમયે વિશેષાધિક, બીજા સમય કરતાં ત્રીજા સમયે વિશેષાધિક, એમ યથાપ્રવૃત્તકરણના ચરમસમય સુધી જાણવું. આ પ્રમાણે અપૂર્વકરણના પ્રથમસમયથી ચરમસમય સુધી અધ્યવસાય સ્થાનો વિશેષાધિક-વિશેષાધિક જાણવાં.
યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણમાં પ્રત્યેક સમયમાં અનંત જીવોનાં જે આ અસંખ્યાત અધ્યવસાયસ્થાનો છે. તેની જો સ્થાપના કરીએ તો વિષમચતુરગ્ન ક્ષેત્ર પ્રમાણ થાયી ૫ સમય \૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 07 છે. (ચાર ખુણાવાળું પણ સમાન નહીં ૪ સમય 0 0 0 0 0 0 0 0 0 પરંતુ વિષમ એવું ક્ષેત્ર રોકનારો આ ૩ સમય ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ / આકાર બને છે.) જેમ કે તે આકાર આવા ૨ સમય ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ , પ્રકારની હોય છે. ત્યારબાદ તે બને ૧ સમય ૦ ૦ ૦ ૦ ૦ ૦ / કરણોની ઉપર ત્રીજા અનિવૃત્તિકરણમાં એકસમયમાં વર્તતા ત્રણે કાલના અનંતા જીવોના અધ્યવસાયસ્થાનો સમાન જ હોય છે. એટલે એક સમયે એક જ હોય છે. પણ અસંખ્યાત લોકાકાશપ્રદેશપ્રમાણ હોતા નથી. બીજા