________________
૧૫૮
જ્ઞાનાષ્ટક - ૫
જ્ઞાનસાર
તથા તે કાલે અશુભપ્રકૃતિઓનો અનુભાગ નિયમા દ્રિસ્થાનક જ બાંધે છે અને તે પણ પ્રતિસમયે અનંતગુણહીન અનંતગુણહીન કરતો જ બાંધે છે. તથા તે કાલે બંધાતી શુભપ્રકૃતિઓનો અનુભાગ નિયમા ચતુઃસ્થાનક જ બાંધે છે અને તે પણ પ્રતિસમયે અનંતગુણવૃદ્ધ અનંતગુણવૃદ્ધ જ બાંધે છે. આ પ્રમાણે આવા પ્રકારની વિશુદ્ધિમાં વર્તતો આ જીવ આત્મપરિણામની વિશુદ્ધિના કારણે પ્રથમ યથાપ્રવૃત્તકરણ કરે છે. ત્યારબાદ અપૂર્વકરણ કરે છે. ત્યારબાદ ત્રીજું અનિવૃત્તિકરણ કરે છે. અહીં “કરણ” શબ્દનો અર્થ આત્માનો પરિણામ (અધ્યવસાય) એવો અર્થ જાણવો. આ ત્રણે પણ કરણોનો દરેકનો કાલ અન્તર્મુહૂર્તઅન્તર્મુહૂર્ત જાણવો. ત્રણ અન્તર્મુહૂર્ત સાથે કરો તો પણ અંતર્મુહૂર્ત જ કાલ જાણવો. ત્યારબાદ ઉપશાન્ત અવસ્થા આ જીવ પ્રાપ્ત કરે છે. તે અવસ્થા પણ અન્તર્મુહૂર્તકાલવાળી જાણવી. અનેક જીવોને આશ્રયી યથાપ્રવત્તકરણમાં અને અપુર્વકરણમાં કેવા કેવા આત્મપરિણામો (અધ્યવસાયસ્થાનો) હોય છે? તે વિષય હવે પછીના પાઠમાં સમજાવે છે.
अणुसमयं वद्धृतो, अज्झवसाणाणणंतगुणणाए । परिणामट्ठाणाणं, दोसु वि लोगा असंखिज्जा ॥
(કર્મપ્રકૃતિ-ઉપશમનાકરણ ગાથા-૯) इति कर्मप्रकृतौ, प्रतिसमयमध्यवसानानामनन्तगुणतया विशुद्ध्या वर्धमानानां करणसमाप्तिं यावद् वर्धते, तानि कियन्ति अध्यवसानानि भवन्ति ? द्वयोरपि यथाप्रवृत्तापूर्वकरणयोः परिणामाः स्थानानामनुसमयं लोकासङ्ख्यया भवन्ति, यथाप्रवृत्तकरणे अपूर्वकरणे च प्रतिसमयेऽसङ्ख्येयलोकाकाशप्रदेशराशिप्रमाणानि अध्यवसायस्थानानि भवन्ति, तथाहि-यथाप्रवृत्तकरणे प्रथमसमये विशोधिस्थानानि नानाजीवापेक्षया असङ्ख्येय-लोकाकाशप्रदेशप्रमाणानि, द्वितीयसमये विशेषाधिकानि, ततोऽपि तृतीयसमये विशेषाधिकानि, एवं यावच्चरमसमये, एवमपूर्वकरणेऽपि द्रष्टव्यम्। अमूनि चाध्यवसायस्थानानि यथाप्रवृत्ता-पूर्वकरणयोः सम्बन्धीनि स्थाप्यमानानि विषमचतुरस्रक्षेत्रमावृण्वन्ति, तयोरुपरि चानिवृत्तिकरणाध्यवसानानि मुक्तावलीसंस्थानि उपर्युपर्यमूनि अनुचिन्त्यमानानि प्रतिसमयमनन्तगुणवृद्ध्या प्रवर्तमानान्यवगन्तव्यानि तिर्यक्षस्थानपतितानि ।।
યથાપ્રવૃત્તકરણમાં અને અપૂર્વકરણમાં પ્રતિસમયે અનંતગુણવિશુદ્ધિ વડે જીવો આગળ વધે છે. બન્ને કરણોમાં ત્રિકાલવર્તી સર્વ જીવોને આશ્રયી અધ્યવસાયનાં સ્થાનો અસંખ્યાત લોકાકાશપ્રદેશપ્રમાણ થાય છે. “આ પ્રમાણે કર્મપ્રકૃતિના ઉપશમનાધિકાર ગાથા ૯માં કહ્યું