________________
જ્ઞાનસાર
૩૦૬
તૃપ્યષ્ટક - ૧૦ तृप्तिः आत्मनः सहजं वीर्यं पुष्टीकरोति, तेन सामर्थ्येन गुणप्राग्भावः, अतो गुरुचरणसेवनागमश्रवणतत्त्वग्रहणादिना आध्यात्मिकी तृप्तिः विधेया इत्युपदेशः ॥४॥
પરદ્રવ્યજન્ય તૃપ્તિ તે સાચી તૃપ્તિ નથી પરંતુ ભ્રાન્તિ વિનાના જીવન એટલે કે મિથ્યાજ્ઞાન વિનાના અને સમ્યજ્ઞાનના ઉપયોગવાળા તથા પોતાના આત્મતત્ત્વ તરફ રુચિપૂર્વક આગળ વધેલા કંઈક શુદ્ધ આત્માને પોતાના આત્માનો શુદ્ધસ્વભાવ પ્રગટ થવાથી તેના જ ગુણોના અનુભવાત્મક જે તૃપ્તિ છે તે જ સાચી તૃપ્તિ છે અને આ જ તૃપ્તિ સુખનો હેતુ છે. પરદ્રવ્યથી મનની માની લીધેલી તૃપ્તિ દુઃખદાયક છે, પરંતુ પારદ્રવ્યની તૃપ્તિ દુઃખદાયી હોવામાં ઉપરોક્ત પાંચ કારણો છે. તે પાંચ કારણો પોતાના ગુણોના અનુભવરૂપ સાચી તૃપ્તિમાં નથી. બલ્ક તેનાથી વિપરીત કારણો છે. માટે આ આત્મગુણોના અનુભવરૂપ તૃપ્તિ દુઃખદાયી નથી પણ સુખદાયી છે. અને સંપૂર્ણ સાચી તૃપ્તિ છે.
આત્માના ગુણોના અનુભવાત્મક સુખદાયી તૃપ્તિ કેવી છે? આવો પ્રશ્ન થાય તો જણાવે છે કે તે તૃપ્તિ સાત્મવીર્યના વિપાકને કરનારી છે. સદા કાળ આત્માની સાથે જ રહેનારું અર્થાત્ આત્માના ગુણસ્વરૂપ એવું જે વીર્ય તે સાત્મવીર્ય કહેવાય છે, તેનો વિપાક એટલે કે તેની પુષ્ટિવિશેષ, દિન-પ્રતિદિન તેની વૃદ્ધિ થવી, તેની ઉત્તેજના થવી તે સાત્મવીર્ય વિપાક, તેને કરનારી આ તૃપ્તિ છે. ભાવાર્થ એવો છે કે – પોતાના સ્વાભાવિક શુદ્ધ-નિર્મળક્ષાયિક-ક્ષાયોપથમિક ભાવના જે ગુણો છે. તે ગુણોના જ અનુભવથી ઉત્પન્ન થયેલી જે તૃપ્તિ છે તે તૃપ્તિ આત્માના સ્વાભાવિક વીર્યગુણને વધારે વધારે પુષ્ટ કરે છે. મજબૂત કરે છે, ઉત્તેજિત કરે છે, સ્કૂરાયમાન કરે છે અને તે વીર્યને ગુણોમાં જ પ્રવર્તાવે છે.
તેવા પ્રકારનું વીર્ય સ્કુરાયમાન થવાથી દિન-પ્રતિદિન વધારે વધારે ગુણોનો પ્રાદુર્ભાવ થાય છે. આ કારણથી ગુરુના ચરણોની સેવા કરવાથી (ગુરુની નિશ્રામાં રહેવાથી), આગમશાસ્ત્રોના શ્રવણથી અને તેમાંથી શુદ્ધતત્ત્વગ્રહણ કરવા આદિથી પ્રાપ્ત થનારી જે આધ્યાત્મિક તૃપ્તિ છે તે જ તૃપ્તિ આ જીવનમાં મેળવવા જેવી છે. આ તૃપ્તિ જ સાચી તૃપ્તિ છે, સુખહેતુ છે અને સાત્મવીર્યવિપાકકૃત્ છે. તથા આત્માનો ઉપકાર-કલ્યાણ કરનારી છે.
पुद्गलैः पुद्गलास्तृप्तिं, यान्त्यात्मा पुनरात्मना । परतृप्तिसमारोपो, ज्ञानिनस्तन्न युज्यते ॥५॥
ગાથાર્થ :- પુદ્ગલો વડે પુગલો તૃપ્તિ પામે અને આત્મા આત્મગુણો વડે તૃપ્તિ પામે (આ જ ન્યાય અને સાચો માર્ગ છે) તેથી પરદ્રવ્યથી થતી તૃપ્તિનો ભ્રમ જ્ઞાનીને સંભવતો નથી. પો.