________________
જ્ઞાનમંજરી
તૃષ્યષ્ટક - ૧૦
૩૦૫
દેખાતો પણ નથી અને હોતો પણ નથી. તેથી સ્વપ્નમાં દેખેલું જેમ મિથ્યા છે, કલ્પનામાત્ર છે. તેમ પૌદ્ગલિક સુખોની પ્રાપ્તિથી પોતાને સુખ પ્રાપ્ત થયાનો જે આનંદ છે તે પણ મિથ્યા છે, કલ્પનારૂપ જ છે. કારણ કે જે અજ્ઞાની આત્મા છે તથા જે આત્મા આવી ભ્રાન્તતૃષ્ણાથી યુક્ત છે તે જ આત્મા પોતાની કલ્પના પ્રમાણે કલ્પાયેલી ઈષ્ટતાબુદ્ધિ વડે ઈષ્ટ કરાયેલાં પુદ્ગલસ્કંધોની પ્રાપ્તિ થયે છતે “અહો મારા વડે મણિ-રત્ન વગેરે ધનસમૂહ પ્રાપ્ત કરાયો’’ તથા મારા વડે “માયા કરીને પણ સ્વાર્થ સાધી આપે તેવો અર્થાત્ હોશિયાર અને મીઠાં વચનો બોલવાની ચતુરાઈમાં ચતુર એવો સ્વજનવર્ગનો સમૂહ” પ્રાપ્ત કરાયો આમ માનીને મનમાં ફુલાઈને પોતાની જાતને તૃપ્ત થયેલી માનતો અર્થાત્ ખુશ ખુશ થતો રહે છે. આવી ભ્રાન્ત-તૃપ્તિ માનવી તે અજ્ઞાની જીવનું સ્વરૂપ છે.
પરદ્રવ્યની પ્રાપ્તિ થવાથી “મેં આટલું આટલું પ્રાપ્ત કર્યું” આમ અજ્ઞાની અને તૃષ્ણાગ્રસ્ત આત્મા જ માને છે અને તે જ આવાં પર દ્રવ્યોની પ્રાપ્તિથી તૃપ્ત થયો છતો વર્તે છે. પણ તે તૃપ્તિ સાચી નથી, તેનાં પાંચ કારણ છે - (૧) આ પરદ્રવ્યો મારાં છે આવી માન્યતા એ કલ્પનારૂપ છે પોતાનાં છે જ નહીં. કર્મોદયના કારણે સંયોગથી મળેલાં છે. કોઈ પરદ્રવ્ય પોતાનું છે જ નહીં. માત્ર તેમાં મોહોદયથી મારાપણાનો ભ્રમ જ છે. (૨) પુણ્યોદય પૂર્ણ થતાં બધું જ જવાવાળું છે. અથવા આયુષ્ય સમાપ્ત થતાં આ આત્મા તે સર્વેને મુકીને જવાવાળો છે. (૩) ઔદિયકભાવથી મળેલાં છે. પુણ્યકર્મના ઉદયથી સુખના સાધનભૂત પુદ્ગલદ્રવ્યો પ્રાપ્ત થયેલાં છે. પુણ્યકર્મની માલિકીવાળાં છે. જીવની માલિકીવાળાં નથી. (૪) જીવથી પરદ્રવ્ય છે. જીવથી તે ભિન્ન છે. તેનાથી જીવ ભિન્ન છે. (૫) આત્માની અનંતગુણોની જે સત્તા છે તેનો પ્રતિબંધ કરનારો જે આઠ કર્મોનો બંધ છે તેના પ્રધાન કારણભૂત એવા રાગ અને દ્વેષને ઉત્પન્ન કરનારો આ પરપદાર્થનો સમૂહ છે. આમ પાંચ કારણોસર આ પૌદ્ગલિક સુખની તૃપ્તિ સાચી નથી. કાલ્પનિક છે, મિથ્યા છે.
‘“દુ:લમેવ તયા” તે તૃપ્તિ વડે દુઃખ જ આવે છે. પ્રાપ્તિમાં, સંરક્ષણમાં અને વિયોગમાં દુ:ખ જ આપનાર છે. માટે ઝાંઝવાના જળની જેમ આ ભ્રમાત્મક તૃપ્તિ છે. સુખહેતુ નથી પણ કેવળ દુ:ખહેતુ જ છે. માટે તેનાથી સુખ માનવું તે ભ્રમમાત્ર જ છે.
तु - पुनः भ्रान्तिशून्यस्य मिथ्यावबोधरहितस्य सम्यग्ज्ञानोपयुक्तस्य स्वतत्त्वाभिमुखस्य तथ्या - सत्या स्वस्वभावाविर्भावानुभवात्मिका तृप्तिः सुखहेतुः । किम्भूता तृप्तिः ? सात्मवीर्यविपाककृत्-आत्मना सह सात्मा, तस्य यद् वीर्यम्, तस्य विपाकः, पुष्टिविशेषः, तं करोतीति कृत् इत्यनेन स्वस्वाभाव्यगुणानुभवोत्था