________________
છે
જ્ઞાનમંજરી મગ્નાષ્ટક - ૨
૩૩ સાત નય જણાવવામાં આવ્યા છે. જેમ મુંબઈ જવાની ઈચ્છાવાળો પુરુષ અમદાવાદથી ટ્રેનમાં બેસે ત્યારથી મુંબઈ પહોંચવા રૂપ વસ્તુસ્વરૂપને અભિમુખ હોવાથી મુંબઈનો સાધક કહેવાય છે. પણ નડિયાદ કરતાં વડોદરા પહોંચેલો, વડોદરા કરતાં ભરૂચ પહોંચેલો અને ભરૂચ કરતાં સુરત પહોંચેલો અધિક અધિક સાધક કહેવાય છે. તેમ અહીં સાધ્યસ્વરૂપની અભિમુખતાને ધ્યાનમાં રાખીને સાધક મગ્નદશા ઉપર નયો લગાડાય છે. (૧) નિગમનય - ઓલ્વે ઓથે - કંઈક કંઈક દ્રવ્યથી ધર્મક્રિયામાં પ્રવર્તે છે. (૨) સંગ્રહનય - આત્મામાં વસ્તુસ્વરૂપને સાધવાની રુચિવાળો હોય તે. (૩) વ્યવહારનય - રુચિવાળો થઈને નિરનુષ્ઠાન-દષ્પદોષાદિ દોષરહિતપણે પ્રવર્તે છે. (૪) ઋજુસૂત્રનય - રુચિવાળો થઈને દોષરહિતપણે વિધિયુક્ત જે અનુષ્ઠાન કરે તે. (૫) શબ્દનય - ક્ષાયોપશમિકભાવની રત્નત્રયીની સાધનામાં મગ્ન.
સમભિરૂઢનય - ક્ષાયિકભાવની રત્નત્રયીની સાધનાવાળી સયોગી અવસ્થા. (૭) એવંભૂતનય - ક્ષાયિકભાવની રત્નત્રયીની સાધનાવાળી અયોગી અવસ્થા.
હવે “સિદ્ધમગ્ન” કોને કહેવાય ? તે સમજાવે છે કે - સર્વથા આવરણ રહિત થયેલા અને આત્માના શુદ્ધ સ્વરૂપાત્મક વસ્તુસ્વરૂપમાં સંપૂર્ણપણે મગ્ન થયેલા આત્મા કે જે મુક્તિગતાત્મા છે તે સિદ્ધમગ્ન કહેવાય છે. જેને કંઈ સાધવાનું બાકી નથી તે સિદ્ધ મગ્ન જાણવા. અહીં નામમગ્ન-સ્થાપનામગ્ન કે દ્રવ્યમગ્નની આવશ્યકતા નથી. પરંતુ અપુનર્બન્ધકથી અવિરતસમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનકોમાં આરોહણ કરતાં કરતાં વિશુદ્ધ એવા પોતાના આત્મસ્વરૂપને સાધનારી જે મગ્નતા છે તે મગ્નતા જ ઈચ્છાય છે. કારણ કે તે મગ્નતા જ સિદ્ધમગ્નતા અપાવનાર છે. માટે સાધ્યભૂત સિદ્ધમગ્નતાને જે સાધી આપે. સિદ્ધમગ્નતાનું જે કારણ બને, તેને જ સાધકમગ્નતા કહેવાય છે અને તેવી સાધકમગ્નતા જ સમજવાલાયક છે અને પ્રાપ્ત કરવાલાયક છે. તે માટે આવા પ્રકારની આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટેની જે સાધકમગ્નતા છે તેનું લક્ષણ જણાવતાં કહે છે કે -
प्रत्याहृत्येन्द्रियव्यूह, समाधाय मनो निजम् । दधच्चिन्मात्रविश्रान्तिर्मग्न इत्यभिधीयते ॥१॥
ગાથાર્થ :- ઈન્દ્રિયોના સમૂહને વિષયોથી અટકાવીને, પોતાના મનને આત્મભાવમાં સ્થિર કરીને, જ્ઞાનમાત્રમાં જે વિશ્રાન્તિ ધારણ કરવી તેને “મગ્ન” એમ કહેવાય છે. [૧]