________________
૬૧૪ કર્મવિપાકચિંતનાષ્ટક-૨૧
જ્ઞાનસાર બાંધેલા કર્મોના વિપાકોદયમાં આવેલાં પુદ્ગલો કર્મના કર્તા નથી. આ બાબતમાં જુદા જુદા અનેક શાસ્ત્રપાઠોની સાક્ષી આપતાં ટીકાકારશ્રી જણાવે છે કે -
(૧) પરવશ એવો આ આત્મા જ કર્મો કરે છે અને આત્મા જ કર્મ વેદે છે.
(૨) ભગવતીજી સુત્ર અને પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે આત્મા વડે જ કરાયેલાં કર્મો બંધાય છે, પણ પર વડે કરાયેલાં કર્મો વિવક્ષિત જીવને બંધાતાં નથી. તથા જે આકાશપ્રદેશોમાં આત્મા અવગાહીને રહ્યો છે તે જ આકાશપ્રદેશોમાં અવગાહીને રહેલાં કાર્મણવર્ગણાનાં પુદ્ગલો આ જીવ બાંધે છે, પણ પોતાની સાથેના આકાશપ્રદેશોમાં અવગાહીને ન રહેતાં હોય પરંતુ અનંતર કે પરંપરાએ દૂર દૂર અવગાહીને રહેલાં હોય તેને આ જીવ બાંધતો નથી.
(૩) ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૦ ગાથા ૩૭ માં કહ્યું છે કે – “સુખોનો અને દુઃખોનો કર્તા પોતાનો આત્મા જ છે અને પોતાનો આત્મા જ સુખ-દુઃખોને દૂર કરવાવાળો વિકર્તા પણ છે. સુપ્રસ્થિત એટલે સદાચારી આત્મા આત્માનો મિત્ર છે અને દુ:પ્રસ્થિત એટલે
અહીં ગાથામાં કહેલાં મિત્તપિત્ત એમ બન્ને પદો ક્રમ છોડીને દુપ્રક્રિય અને સુપઢિઓ સાથે જોડવાં)
(૪) આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના ત્રીજા અધ્યયનમાં ચોથા ઉદ્દેશામાં સૂત્ર ૭૨ માં કહ્યું છે કે –
જેનાથી કર્મબંધ થાય તે ૧૮ પાપસ્થાનક, અથવા હિંસાદિ આશ્રવો તથા કષાયો આ સર્વેને આદાન કહેવાય છે. તેનો જે ત્યાગ કરે તે પોતે બાંધેલા કર્મોનો ક્ષય કરે છે આવો અર્થ જાણવો તથા આદિ શબ્દથી જ્ઞ ત્તિ ક્રેઝ વંથ પરિખાયા (સૂત્રકૃતાંગ૧-૧-૧) ઈત્યાદિ પાઠો પણ સ્વયં જાણવા.
(૫) આવશ્યકનિર્યુક્તિમાં ઉપશમશ્રેણીથી પતનના અધિકારમાં પૂજ્ય ભદ્રબાહુસ્વામીજીએ કહ્યું છે કે –
ગુણો પ્રાપ્ત કરીને તેના દ્વારા મહાન બનેલા પુરુષોએ કષાયોને ઉપશમભાવ રૂપે કર્યા હોય તો પણ તે ઉપશાન્ત કષાયો જિનેશ્વરની તુલ્ય ચારિત્રવાળા (ઉપશાન્તમોહ ગુણસ્થાનકે પહોંચેલા અને વીતરાગ બનેલા) એવા આત્માને પણ પછાડે છે તો પછી બાકીના સરાગી અવસ્થામાં રહેલા (૧ થી ૧૦ ગુણસ્થાનકવાળા) જીવોની વાત તો કરવી જ શું? (૧૧૮)
ઉપશાન્ત કર્યા છે કષાયો જેણે એવો વીતરાગાવસ્થાને પામેલો આત્મા પણ ફરીથી અનંતકાલ સંસારમાં ભટકવા રૂપ પ્રતિપાતને પામે છે તે કારણથી આ જીવનમાં થોડા પણ કષાયો બાકી હોય તો તેનો તમારે વિશ્વાસ કરવો જોઈએ નહીં. (૧૧૯)