________________
૨૦૮ ઈન્દ્રિયજયાષ્ટક - ૭
જ્ઞાનસાર (૬) સમભિરૂઢનય:- સંજ્ઞા (જ્ઞાન) દ્વારા ગૃહીત તથા સંજ્ઞા (જ્ઞાન) દ્વારા અગૃહીત એવા
અનેક વિષયોથી ભરેલા ક્ષેત્રમાં પ્રાપ્ત થયેલો વિષયનો જે બોધ, તે બોધને ઈન્દ્રિય કહેવાય. એવંભૂતનય = મતિજ્ઞાનાવરણ-શ્રુતજ્ઞાનાવરણ-ચક્ષુદર્શનાવરણ-અચક્ષુદર્શનાવરણ તથા વિર્યાન્તરાય કર્મોના ક્ષયોપશમની સીમા સુધીનું પ્રગટ થયેલું જે જ્ઞાન એટલે કે જેટલો ક્ષયોપશમ પ્રગટ થયો હોય તેટલું તે જ્ઞાન જ્યારે અસંયમી આત્માનું ઈષ્ટાનિષ્ટ ભાવથી અર્થાત્ રાગાદિ ભાવથી વ્યાપ્ત બન્યું હોય ત્યારે તે રાગાદિ ભાવવાળું જે જ્ઞાન છે તેને જ ઈન્દ્રિય કહેવાય છે. કારણ કે તે કાલે તે જ્ઞાન તેવા પ્રકારનું ઈષ્ટાનિષ્ટ-રાગ-દ્વેષનું કાર્ય કરે છે, કાર્યકાલ છે. માટે એવંભૂત.
આવા પ્રકારના મતિ-શ્રુત આદિ જ્ઞાન વડે રાગ-દ્વેષ પૂર્વક જોવાતો જે વિષય તેને જ વિષય કહેવાય છે અને તેનો જ વિજય કરવાનો છે. આહારાદિ ચાર અથવા ક્રોધાદિ ચાર મોહરાજાની સંજ્ઞાઓ છે. હું જ ભોગોનો ભોક્તા છું. મોજ-મજા કરવી એ જ મારું કર્તવ્ય છે આવા પ્રકારની જે અશદ્ધતા છે. અર્થાત આત્માના આવા પ્રકારનો મોહાન્ધતાથી ભરેલો રાગ-દ્વેષવાળો જે આત્મપરિણામ છે. તે જ ઈન્દ્રિયનો વિષય છે. તેનો જ વિજય કરવા માટેનું આ અષ્ટક છે.
ઈષ્ટાનિષ્ટબુદ્ધિ થવામાં (રાગ-દ્વેષના ભાવો ઉત્પન્ન થવામાં) રૂપ-રસ-ગંધ-સ્પર્શશબ્દ આ પાંચે વિષયો કારણ છે. એટલે કારણભૂત એવા રૂપાદિ અને શબ્દાદિ વિષયોમાં સંયમગુણને પ્રગટ કરવા માટે તે સંયમને અનુકૂળ એવો ચેતનાનો પરિણામ અને વીર્યનો પરિણામ તેને પ્રથમના ચાર નિયોની અપેક્ષાએ ઈન્દ્રિયજય કહેવાય છે. સારાંશ એ છે કે ચક્ષુ દ્વારા રૂપ જોવાથી રાગાદિ ભાવો થાય છે. માટે ચક્ષુ બંધ રાખવી અથવા ચક્ષુથી રૂપ જોવામાં સંયમ રાખવો તે પણ ઈન્દ્રિયજય કહેવાય છે. એવી જ રીતે કાનથી શબ્દ સાંભળતાં પ્રશંસા તથા નિંદા સાંભળીને રાગાદિ ભાવો થાય છે માટે કાન બંધ રાખવા, દ્રવ્યેન્દ્રિય ઉપર સંયમ રાખવો તે પણ ઈન્દ્રિયજય કહેવાય છે. કારણ કે આ દ્રવ્યજય પણ ભાવજયનું કારણ હોવાથી બહારની પાંચે ઈન્દ્રિયોને વિષયોથી દૂર રાખવી અથવા વિષયો સાથે જોડવામાં કંટ્રોલ રાખવો તેને પણ ઈન્દ્રિયજય કહેવાય છે. તેવા પ્રકારના દ્રવ્યઈન્દ્રિયના વિજય માટે આ જીવે પ્રયત્ન કરવો જોઈએ અને જ્ઞાનને ઈનિષ્ટભાવવાળું થતું અટકાવવું જોઈએ અર્થાત્ રાગાદિ ભાવવાળું ન થવા દેવું તે ભાવઈન્દ્રિયનો વિજય છે. આ ભાવ જય તો આત્માનો ધર્મ છે. કારણ કે જ્ઞાનગુણ તો આત્માનું જ સ્વરૂપ છે. માટે જ્ઞાનને નિર્મળ રાખવું તે ભાવઈન્દ્રિયજય કહેવાય છે અને તે આત્મધર્મ હોવાથી સાધ્ય છે. દ્રવ્ય ઈન્દ્રિયજય સાધન