________________
જ્ઞાનમંજરી માધ્યચ્યાષ્ટક - ૧૬
૪૭૯ कुर्वन्नन्यस्य कर्ता इत्युच्यते, पटादिकरणप्रवृत्तोऽपि प्रत्याख्यातविज्ञानान्तरसम्बन्धः स्यादेव कुम्भकारः, ततश्चाशेषलोकव्यवहारोपरोध इत्यतः पूर्वापरभागवियुतः सर्ववस्तुगतो वर्तमानक्षण एव सत्यः, नातीतानागतं वास्तीति वर्तमानवादिनो नास्तिकादयः । एतदर्शनं “चर खाद" इत्यादि, "एतावानेव लोकोऽयं यावानिन्द्रियगोचरः" इत्यादि सूक्ष्मस्थूलभेदात् ।
કદાચ વ્યવહારનય આમ કહે કે જે પૂર્વકાલીન મૃદ્રવ્ય હતું તે જ એક દ્રવ્ય ક્રમશઃ પિંડાકારે, ઘટાકારે અને કપાલાકારે બને છે. આમ મૃદ્રવ્ય ધ્રુવ છે અને ક્ષણે ક્ષણે અન્યથાઅન્યથા (ભિન્ન ભિન્ન પર્યાય સ્વરૂપે) પરિવર્તન પામે છે. તો આ વાત ઉચિત નથી. આમ આ નય કહે છે. કોઈ પણ ધ્રુવદ્રવ્ય છે જ નહીં. પ્રતિસમયે અન્ય-અન્ય વસ્તુ જ અન્યથાઅન્યથા રૂપે ઉત્પન્ન થાય છે. કારણ કે પ્રતિસમયે અન્ય-અન્ય રૂપે પ્રત્યય (બોધ) થાય છે માટે, માટીનો પિંડ હોય તે કાલે પિંડ છે એવો જ બોધ થાય છે, પણ ઘટ છે કે કપાલ છે એવો બોધ થતો નથી તથા ઘટકાલે ઘટ છે એવો જ પ્રત્યય (બોધ) થાય છે પણ પિંડ છે કે કપાલ છે એવો બોધ થતો નથી. આ જ રીતે કપાલ કાલે કપાલનો જ પ્રત્યય થાય છે પણ પિંડનો અને ઘટનો બોધ થતો નથી. તેથી પ્રતિસમયે અન્ય-અન્ય જ વસ્તુ સ્વરૂપ છે. અન્વયભૂત કોઈ ધ્રુવ દ્રવ્ય છે જ નહીં.
કોઈ પુરુષ જ્યારે માટીનો પિંડ બનાવતો હોય ત્યારે પિંડકાર કહેવાય છે પણ કુંભકાર કહેવાતો નથી. તેવી જ રીતે ઘટ બનાવે ત્યારે કુંભકાર કહેવાય છે પણ કપાલકાર કહેવાતો નથી. જો ધ્રુવદ્રવ્ય હોત તો તે પણ કહેવરાવવું જોઈએ. માટે પ્રત્યેક વસ્તુ ભિન્નભિન્ન છે. અન્ય પદાર્થને કરતો હોય ત્યારે તે પુરુષને તેનાથી અન્ય પદાર્થનો કર્તા ન કહેવાય અને જો કહેવાય તો પટાદિ કાર્ય કરવામાં પ્રવર્તેલો પુરુષ ઘટાદિનો કર્તા પણ કહેવરાવવો જોઈએ. કારણ કે તે કાલે તે પુરુષે વિજ્ઞાનાન્તસંબંધ (બીજું કોઈપણ કાર્ય કરવાનો ઉપયોગ) ત્યજી દીધો છે. તેથી પટાદિ કાર્ય કરવામાં જ ઉપયોગવાળા બનેલા પુરુષને ઘટાદિનો કર્તા પણ કહેવાનો પ્રસંગ આવશે. અને જો આમ થાય તો સમસ્ત ત્રણે ભુવનના પદાર્થોનો કર્તા પણ કહેવાશે. તેથી તો સઘળા ય પણ લોકવ્યવહારનો વિરોધ થાય. માટે આ વાત બરાબર નથી. તેથી કોઈ ધ્રુવદ્રવ્ય છે જ નહીં. પ્રતિસમયે નવો નવો જ પદાર્થ બને છે, તેને જુના પદાર્થ સાથે કંઈ સંબંધ નથી. જુનો પદાર્થ ક્ષણિકપણે જ બન્યો હોવાથી ક્ષણમાત્ર સ્થિતિવાળો થઈને આપોઆપ સ્વયં નષ્ટ થાય છે, પણ મુગર આદિ અન્ય નિમિત્તથી નાશ પામતો નથી. પ્રતિસમયે જુનો જુનો પદાર્થ સ્વયં નાશ પામે છે અને અપૂર્વ અપૂર્વ પદાર્થ સ્વયં ઉત્પન્ન થાય છે. નિર્દેતુક નાશ અને નિર્દેતુક ઉત્પત્તિવાળા પદાર્થો છે.