________________
જ્ઞાનમંજરી શમાષ્ટક - ૬
૧૮૩ (૩) આધ્યાન યોગ -
અધ્યાત્મયોગનો અભ્યાસી થયો છતો પિંડસ્થ, પદસ્થ, રૂપ અને રૂપાતીત આમ ચાર પ્રકારની ભાવના ભાવવા સ્વરૂપ પરિણતિમાં એકધ્યાનવાળો બનેલો જે જીવ છે તે ધ્યાનયોગી અર્થાત્ આધ્યાનયોગી કહેવાય છે. યોગબિંદુ ગાથા ૩૬૨ આ પ્રમાણે છે -
शुभैकालम्बनं चित्तं, ध्यानमाहुर्मनीषिणः । स्थिरप्रदीपसदृशं, सूक्ष्माभोगसमन्वितम् ॥३६२॥
શુભતત્ત્વોના જ એક આલંબનવાળું જે ચિત્ત, તેને પંડિતપુરુષો ધ્યાનયોગ કહે છે જે ચિત્ત સ્થિરપ્રદીપતુલ્ય છે અને સૂક્ષ્મતત્ત્વોના ઉપયોગથી યુક્ત છે. યોગવિંશિકામાં પણ આવો પાઠ છે. મધ્ય પ્રશતૈથવિષયં સ્થિરપ્રવીપસમુFાતાવિવિષયસૂક્ષ્મપયોગયુક્ત ચિત્તમ્ | (૪) સમતાયોગ :
ધ્યાનના બલ દ્વારા ભસ્મીભૂત કર્યું છે મોહનીય કર્મ જેણે એવો આત્મા તપ્તત્વાદિ ભાવોની પરિણતિ વિનાનો (ક્રોધ-માન-માયાદિની પરિણતિ વિનાનો) જ્યારે બને છે ત્યારે સમતાયોગી કહેવાય છે. યોગબિંદુ શ્લોક ૩૬૪ આ પ્રમાણે છે -
अविद्याकल्पितेषूच्चैरिष्टानिष्टेषु वस्तुषु । संज्ञानात्तद्व्युदासेन, समता समतोच्यते ॥३६४॥
અત્યન્ત અજ્ઞાનદશાથી કલ્પાયેલી ઈષ્ટ અને અનિષ્ટ વસ્તુઓમાં સમ્યજ્ઞાન થવાથી તે અજ્ઞાનદશાપૂર્વકની ઈષ્ટાનિષ્ટબુદ્ધિનો ત્યાગ કરીને રખાયેલી જે સમતા તે સમતાયોગ કહેવાય છે. યોગવિંશિકામાં પણ આવો પાઠ છે વિદ્યાત્વિકૃત્વનિષ્ઠસંસાપરિહારેન शुभाशुभानां विषयाणां तुल्यताभावनम् । (૫) વૃત્તિસંક્ષયયોગ :
અન્યજીવદ્રવ્ય તથા પુદ્ગલદ્રવ્ય વગેરેના સંયોગે કર્મના ઉદયને આધીન એવી અનાદિકાળથી પ્રવર્તતી જીવની જે વૃત્તિ છે (મોહોદયજન્ય જે પ્રવૃત્તિ છે) તેનો ફરી ન આવે તે રીતે જે ક્ષય કરીને આત્મસ્વરૂપમાં જ જે વર્તવું તેને વૃત્તિસંક્ષયયોગ કહેવાય છે. તેવા જીવને વૃત્તિસંક્ષયયોગી કહેવાય છે. યોગબિંદુ શ્લોક ૩૬૬ તે આ પ્રમાણે છે -
अन्यसंयोगवृत्तीनां, यो निरोधस्तथा तथा । अपुनर्भावरूपेण, स तु तत्संक्षयो मतः ॥३६६॥