________________
૪૧૪ વિદ્યાષ્ટક - ૧૪
જ્ઞાનસાર भावना च-स्वसम्पद्विमुक्तेन पृथ्वीकायस्कन्धाः सम्पपेण उपचरिता, न च ते सम्पत् । तथा जीवः ज्ञानदर्शनवीर्यसुखरूपैः भावप्राणैरेव जीवति, आयुर्जीवनं तु बाह्यप्राणसम्बन्धस्थितिहेतुः । तन्नात्मस्वरूपम् । तथा वर्णगन्धरसस्पर्शाचेतनशरीरोपचयश्च न स्वरूपम् । तदपि अस्थिरम्, इत्येवमस्थिरे परभावे स्वात्मधर्मप्रध्वंसके कः प्रतिबन्धः ? तदर्थं च स्वगुणान् चेतनावीर्यादीन् कः परभावग्रहणोन्मुखान् करोति ? अतः आत्मनि आत्मगुणप्रवृत्तिरेव करणीया ॥३॥
ભાવાર્થ આ પ્રમાણે છે કે – આત્મિક સંપત્તિનું જેને ભાન નથી એવા આત્મસંપત્તિથી રહિત જીવો વડે સોનું, રૂપું, હીરા, માણેક, મોતી ઈત્યાદિ જે પૃથ્વીકાય જીવોના શરીરરૂપે પરિણામ પામેલા પુદ્ગલસ્કંધો છે તે પોતાની સંપત્તિરૂપે માની લેવાયા છે. આ બધી સંપત્તિ મારી છે એમ મોહાલ્વ જીવે માની લીધું છે. પણ વાસ્તવિકપણે તે સંપત્તિ હે જીવ! તારી નથી, કારણ કે જીવની સાથે આવી નથી અને જીવની સાથે આવવાની નથી. ચડતી-પડતી આવે ત્યારે સમુદ્રના મોજાની જેમ લક્ષ્મી આવે છે અને ચાલી જાય છે. માટે તેને પોતાની સંપત્તિ માનવી તે મૂર્ખતા જ છે.
તથા આ જીવ જ્ઞાન, દર્શન, વીર્ય અને સુખ સ્વરૂપ જે ભાવપ્રાણો છે તેના વડે જ જીવન જીવે છે. કારણ કે આ ભાવપ્રાણો સર્વભવોમાં જીવની સાથે જ હોય છે અને મુક્તદશામાં પણ જીવના ગુણ હોવાથી સાથે જ હોય છે. આમ જીવની સાથે સહચારીધર્મો છે. આયુષ્ય રૂપ જે જીવન છે તે તો તે તે એક-વિવક્ષિત ભવમાં પ્રાપ્ત થયેલા ઈન્દ્રિયાદિ બાહ્યપ્રાણોના સંબંધને ટકાવી રાખવા માત્રમાં જ કારણ છે. આયુષ્ય હોય ત્યાં સુધી તે ભવના ઈન્દ્રિયાદિ પ્રાણો ટકે છે. પરંતુ તે આયુષ્ય એ આત્માનું સ્વરૂપ નથી. કારણ કે તે કર્મ છે. બંધન છે. માટે જ આયુષ્ય વિના પણ મુક્તાવસ્થામાં જીવ અસ્તિત્વ ધરાવે છે પણ જ્ઞાનાદિ ભાવપ્રાણો વિના કોઈ જીવ અસ્તિત્વ ધરાવતો નથી.
તથા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા અચેતન એવા શરીરની પ્રાપ્તિ તે પણ આત્માનું સ્વરૂપ નથી. કારણ કે તે શરીર પણ અસ્થિર છે. શરીર નાશ પામી જાય છે પણ આત્મા નાશ પામતો નથી. શરીર વિના આત્મા હોય છે પણ આત્મા વિના શરીર શરીરરૂપે ટકતું નથી. શડન-પડન-વિધ્વંસન પામે છે. આ રીતે લક્ષ્મી-આયુષ્ય અને શરીર ઈત્યાદિ પરપદાર્થોના ભાવો અસ્થિર છે તથા તે પરભાવ પોતાના આત્માના ધર્મના વિનાશક છે. તેથી આવા પ્રકારના અસ્થિર-ચંચળ આત્મતત્ત્વના નાશક એવા પરભાવમાં આટલો બધો પ્રતિબંધ (સંબંધપ્રેમ-મારાપણાનો પરિણામ) કેમ કરાય ? અર્થાત્ ન કરાય. તે માટે કયો ડાહ્યો માણસ