________________
૬૧૨
કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
જ્ઞાનસાર સારાંશ કે ઉદયમાં આવેલાં કર્મો પોતપોતાનાથી આવાર્ય ગુણોનું આચ્છાદન માત્ર કરે છે. પણ ઉદયમાં આવેલાં તે કર્મો નવા બંધનો હેતુ નથી. જો કર્મોના ઉદયને બંધહેતુ કહીએ તો કર્મો કર્મ બાંધે છે આવો અર્થ થાય. એટલે પરદ્રવ્યકત કર્મકર્તતા થાય, ચૌદમા ગુણઠાણે પણ કર્મનો ઉદય હોવાથી બંધ પ્રાપ્ત થાય. આવા દોષો આવે. તેથી ઉદયગત કર્મો એ નવા બંધનો હેતુ નથી. પરંતુ મોહાધીન ચેતના અને મોહાધીન વિર્ય એ નવા બંધનો હેતુ છે. આ રીતે જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય આ ત્રણ કર્મોના ક્ષયોપશમથી પ્રગટ થયેલી ચેતના અને પ્રગટ થયેલું વીર્ય અને પ્રગટ થયેલા દાનાદિ ગુણો કે જે આ ગુણો ક્ષયોપશમભાવવાળા છે. તે આત્મગુણો જ અત્યન્ત વિપરીત શ્રદ્ધારૂપે, અત્યન્ત વિપરીત જ્ઞાનરૂપે અને પરદ્રવ્યમાં જ રમણીકતાના ભાવે પરિણામ પામ્યા છતા અર્થાતુ મલીન થયા છતા નવીન કર્મબંધનું કારણ બને છે. આત્માના ક્ષયોપશમ ભાવના ગુણો જ મિથ્યાત્વાદિ ભાવરૂપે પરિણામ પામ્યા છતા અપૂર્વ કર્મબંધનું કારણ બને છે. આ ગુણો આત્માના હોવાથી આત્મા જ કર્મબંધનો કર્તા કહેવાય છે. આ પ્રમાણે અશુદ્ધભાવપણે પરિણામ પામેલી આત્માની (અશુદ્ધ) પરિણતિ જ નવા નવા કર્મબંધનું કારણ છે. આ વાત દૃષ્ટાન્ત સાથે સમજાવાય છે.
સૂક્ષ્મ-એકેન્દ્રિય જીવોમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મનો ક્ષયોપશમ એકેન્દ્રિય જાતિનો ઉદય હોવાથી ભવસ્વભાવે જ અલ્પમાત્રાએ હોય છે. તેના કારણે તે જીવોની ચેતના અને વીર્યશક્તિ અલ્પમાત્રાએ જ ખુલ્લાં હોય છે. આ કારણે અશુદ્ધતાને અનુકૂલ અર્થાત્ અશુદ્ધતાથી વ્યાપ્ત એવો આ ત્રણ કર્મોનો ક્ષયોપશમ (ચેતનાશક્તિ અને વીર્યશક્તિ) અલ્પમાત્રાવાળી હોવાથી અલ્પસ્થિતિબંધ અને અલ્પરસબંધવાળો અલ્પમાત્રાએ કર્મબંધ થાય છે. એક સાગરોપમના સાતીયા ત્રણ ભાગ વગેરે પ્રમાણવાળું કર્મ બંધાય છે. એક સાગરોપમ પણ પૂર્ણપણે બંધાતું નથી.
જ્યારે સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં પંચેન્દ્રિય જાતિનો ઉદય હોવાથી આ ત્રણે કર્મોનો ક્ષયોપશમ ભવસ્વભાવે જ અધિક માત્રા હોય છે. તેના કારણે તે જીવોની ચેતનાશક્તિ અને વીર્યશક્તિ અધિકમાત્રાએ ખુલ્લાં હોય છે. આ કારણે અશુદ્ધતાને અનુકુળ અર્થાત્ અશુદ્ધતાથી વ્યાપ્ત એવો આ ત્રણ કર્મોનો ક્ષયોપશમ (ચેતનાશક્તિ અને વીર્યશક્તિ) અધિક માત્રાએ હોવાથી અધિક સ્થિતિબંધ અને અધિકરસબંધવાળો અધિકમાત્રાએ કર્મબંધ થાય છે. ઓછામાં ઓછો (જઘન્યથી) પણ અંતઃકોડાકોડી સાગરોપમ જેટલો કર્મબંધ થાય છે અને ઉત્કૃષ્ટથી ૭૦–૩૦-૨૦ કોડાકોડી સાગરોપમ જેટલો બંધ થાય છે.
સૂક્ષ્મ-એકેન્દ્રિયમાં અલ્પબંધ અને વિકલેન્દ્રિય તેમજ અસંશિમાં અધિક અધિક બંધ (૨૫ ગણો, ૫૦ ગણો, ૧૦૦ ગણો અને 1000 ગણો બંધ) હોય છે અને સંજ્ઞી પંચેન્દ્રિયમાં