________________
છે અથ તૃતીયં સ્થિરતાષ્ટમ્ |
अथ मग्नत्वं स्थिरतया भवति, अतः स्थिरताष्टकं प्रदर्श्यते, तत्र धर्मास्तिकायादीनां त्रयाणां स्थिरता अक्रियत्वात्, पुद्गलानां स्थिरता स्कन्धादिनिबद्धा, सा तु न साधनहेतुः, अत्र नाङ्गीकृता, या तु वस्तुवृत्त्या स्थिरस्य परोपाधितः चलीभूतस्य सम्यग्दर्शनादिगुणावाप्तौ परभावादिष्वगमनरूपा आत्मनः स्थिरता (सा अत्र) प्रतन्यते, तत्र नामस्थापना सुगमा', द्रव्यतः स्थिरता योगचेष्टारोधरूपा, द्रव्ये स्थिरता मम्मणवत्, द्रव्येण स्थिरता रोगादिसम्भवा, द्रव्यरूपा स्थिरता = द्रव्यस्थिरता आगमतः नोआगमतः, आगमतः स्थिरतापदार्थज्ञस्य अनुपयुक्तस्य, नोआगमतः स्वरूपोपयोगशून्यस्य साध्यविकलस्य प्राणायामादिषु कायोत्सर्गादिर्वा द्रव्यस्थिरता ।
પૂર્ણતા મગ્નતાથી આવે છે અને મગ્નતા સ્થિરતાથી આવે છે. માટે પૂર્ણતાષ્ટક પછી મગ્નાષ્ટક અને મગ્નાષ્ટક પછી સ્થિરતાષ્ટક કહેવાય છે. આ સંસારમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અને જીવાસ્તિકાય આમ કુલ પાંચ દ્રવ્યો છે. કાલ છઠું વાસ્તવિક દ્રવ્ય નથી, પણ ઉપચરિત દ્રવ્ય છે. પદ્મવ્યાત્મક આ જગત છે. તેમાં ધર્મ-અધર્મ અને આકાશ આ ત્રણે દ્રવ્યો જ્યાં છે ત્યાં જ રહે છે, જેમ છે તેમ જ રહે છે. લોકાકાશવ્યાપી કે લોકાલોકવ્યાપી જે પરિસ્થિતિ છે તે પ્રમાણે જ સદાકાલ વર્તે છે. માટે તે ત્રણે દ્રવ્યોમાં જે સ્થિરતા છે તે સહજ છે. તથા તે ત્રણે દ્રવ્યો અક્રિય હોવાથી પણ સ્વાભાવિક સ્થિરતા છે. એવી જ રીતે પુલાસ્તિકાયદ્રવ્યમાં પણ જ્યારે જ્યારે પરમાણુઓ સાથે મળીને સ્કંધરૂપે બને છે ત્યારે ત્યારે સ્કંધની રચનારૂપે સ્થિરતા તેમાં પણ પ્રગટ થાય છે. પરંતુ આ ચારે દ્રવ્યોમાં રહેલી જે સ્થિરતા છે તે આત્માના ગુણોની સાધનાનો હેતુ બનતો નથી, તેથી તે સ્થિરતા અહીં સ્વીકારાઈ નથી. પરંતુ વાસ્તવિક સ્વરૂપે જે દ્રવ્ય (આત્મદ્રવ્ય) સ્થિર છે અને પર એવા કર્મરૂપી ઉપાધિભૂત દ્રવ્યથી જે (આત્મદ્રવ્ય) ચલીભૂત (ચંચળ) બન્યું છે તેવા ચંચળ બનેલા આત્મદ્રવ્યમાં સમ્યગ્દર્શનાદિ ગુણોની પ્રાપ્તિ થયે છતે “પરભાવ આદિ દશામાં ન જવું” (પોતાના સ્વરૂપમાં જ સ્થિર થવું) એવા સ્વરૂપ વાળી જે સ્થિરતા છે તે આત્મદ્રવ્યની સ્થિરતા અહીં સમજાવાય છે. કારણ કે તે સ્થિરતા જ પ્રાપ્ત કરવાની છે. સર્વે પણ આત્માઓ પોતાના મૂલભૂત સ્વરૂપે સિદ્ધસમાન હોવાથી આત્મપ્રદેશોની ચંચલતા વિનાના સ્થિરતા ભાવવાળા જ છે. આવા પ્રકારનો સ્થિર રહેવાનો તેનો સ્વભાવ
૧. અહીં નામસ્થાને મુખે આવો પાઠ હોવો જોઈએ.