________________
૪૫૪
વિવેકાષ્ટક - ૧૫
જ્ઞાનસાર
ઘટ બુદ્ધિમાં વિચાર્યો નથી, તેથી ગમે તે કાર્ય થઈ જવાનો પ્રસંગ આવે. અથવા શૂન્યમનસ્ક હોવાથી કોઈ પણ કાર્ય ન બને એમ કાર્યનો અભાવ પણ થઈ જાય. તેથી બુદ્ધિથી વિચારેલામનમાં ગોઠવી રાખેલા કાર્યને પણ પોતાના તે કાર્યનું કારણ માનવું જોઈએ.
ઉપર ચર્ચા ઘણી કરી, ઘણું શું કહીએ ? જેમ જેમ યુક્તિથી કર્મની કરણકારકતા ઘટી શકે તે તે રીતે પંડિતપુરુષે કર્મકારકની કરણકારકતા સમજવી અને સમજાવવી. જો આમ ન સમજીએ અને કર્મને કર્મકારક અને કરણકારક એમ બે જાતની કારકતા ન માનીએ તો રોતીતિ ારમ્'' જે કાર્ય કરે તે કારક, આ વ્યાખ્યા પ્રમાણે છ કારક છે. આવી શાસ્ત્રકારોની વાત સંગત થાય નહીં. માટે આ તત્ત્વ સૂક્ષ્મબુદ્ધિથી વિચારીને છ કારક સમજવાં. ॥૨૧૧૫॥
देओस जस्स तं संपयाणमिह तं पि कारणं तस्स । होई तदत्थिताओ, न कीरए तं विणा जं सो ॥२११६॥
તે ઘટાત્મક પર્યાય જેને આપવાનો હોય તે સંપ્રદાનકારક કહેવાય છે. તે સંપ્રદાન પણ કાર્યનું કારણ છે. જો તે ઘટના અર્થી (ગ્રાહક) કોઈ હોય તો જ કરાય છે. અર્થી વિના તે ઘટપર્યાય કરાતો નથી. ।।૨૧૧૬॥
ટીકા :- સ અભિનવપર્યાય: યસ્ય ય: સ તં પ્રતિ સમ્પ્રવાનમ્, તત્તિ તસ્ય कारणम् । यद्वस्तु तदर्थित्वे-तत्त्वे तद्रूपत्वे भवति, न अभिनवपर्यायग्रहणं तर्हि न कार्योत्पत्तिः । इदमुक्तं भवति-अभिनवपर्यायग्रहणेनैव कार्यसिद्धिः ॥२११६॥
વિવેચન :- હવે સંપ્રદાનકારક સમજાવે છે જ્યારે ઘટ બનાવવાનો હોય ત્યારે ઘટ અને પટ બનાવવાનો હોય ત્યારે પટ એમ ઉત્પન્ન કરાતું કાર્ય એ અભિનવપર્યાય (નવોઅપૂર્વપર્યાય) કહેવાય છે. આ બનાવાતો અભિનવપર્યાય જેને આપવાનો હોય, જેના માટે બનાવાતો હોય તે અભિનવપર્યાય લેનાર વ્યક્તિ (ગ્રાહક-ગરાગ), તે અભિનવપર્યાય પ્રત્યે સંપ્રદાનકારક કહેવાય છે. ઘટ જે ગ્રાહકો માટે કરાતો હોય તે ગ્રાહક ઘટનું સંપ્રદાનકારક છે. પટના ગ્રાહક તે પટનું સંપ્રદાનકારક છે. આ રીતે ગ્રાહક પણ તે કાર્યનું કારક બને છે.
જે વસ્તુ (જે કાર્ય) તેના અર્થી હોતે છતે એટલે કે અર્થારૂપ (ગ્રાહકરૂપ) તત્ત્વ હોતે છતે જ અભિનવપર્યાય કરાય છે અને જો અભિનવપર્યાયને ગ્રહણ કરનાર ગ્રાહક કોઈ ન હોય તો તે કાર્યની ઉત્પત્તિ થતી નથી. માટે તે તેનું સંપ્રદાનકારક કહેવાય છે.