________________
૧ ૨ પૂર્ણાષ્ટક - ૧
જ્ઞાનસાર ગાડિક મંત્રસમાન છે. સારાંશ કે કાળા નાગના ઝેરને ઉતારે એવો ગારૂડિક મંત્ર સ્મૃતિપટમાં જેને હોય છે તેને વિંછીની વેદના શું અસર કરે ? કંઈ જ અસર ન કરે. તેવી રીતે તૃષ્ણાને (પરપદાર્થના ભોગની ઈચ્છાને) જ મારી નાખે એવી તત્ત્વદૃષ્ટિ જેના હૃદયમાં વિકસે છે. મારું સ્વરૂપ ગુણો જ છે, પુદ્ગલ સુખો એ મારું સ્વરૂપ નથી કારણ કે તે પરપદાર્થ છે, હેય છે આવું જ્ઞાન જેના હૃદયમાં વર્તે છે. તેને પરપદાર્થોની જ્યાં ત્યાં યાચના કરવા રૂપી દીનતા શું હોય? અર્થાત્ ન જ હોય. હૃદયમાં રહેલી પરપદાર્થોની અપેક્ષા એ કાળો નાગ છે અને બીજા પાસે પરપદાર્થોની માગણી કરવી તે વિંછીના ડંખ છે. તેથી જો પરપદાર્થોની અપેક્ષા જ નથી તો પછી પરપદાર્થોની માગણી કેમ હોય?
अत्र भावना - संसारचक्रक्रोडगतस्य जन्तोः स्वीयासङ्ख्येयप्रदेशव्याप्तज्ञानादिगुणास्वादच्युतस्य पौद्गलिकभोगपिपासासर्पदष्टस्य स्वपरविवेकरूपज्ञानदृष्टिजाङ्गलीस्मरणेन परतृष्णानिर्विषस्य शुद्धस्वरूपैकत्वतत्त्वध्यानमग्नस्य निष्पन्नक्षायिकभावानन्दस्य पूर्णस्य नास्ति दीनता, यतो हि अविरतसम्यग्दृष्टिः तत्त्वश्रद्धायुक्त आत्मानं आत्मतया परञ्च परतया निर्धार्य (विचारयन्) विचरन् तृष्णातुरो न भवति, तर्हि किं पुर्णानन्दमग्नानामिति ॥४॥
ઉપરોક્ત કથનનો ભાવાર્થ આ પ્રમાણે છે - સંસારચક્રના મધ્યમાં રહેલા અને પોતાના અસંખ્ય આત્મપ્રદેશોમાં પ્રદેશ પ્રદેશે વ્યાપેલા જ્ઞાનાદિ અનંત ગુણોનો જે વાસ્તવિક-સ્વાભાવિક આનંદ છે. તે આનંદના સુખનો અનુભવ નહીં કરનારા તથા ભૌતિક પાંચ ઈન્દ્રિયોના ભોગસુખોની પિપાસારૂપી સર્પથી ડંખાયેલા એવા સંસારી જીવને સ્વસ્વરૂપ શું ? અને પરસ્વરૂપ શું? ઈત્યાદિ સ્વ અને પરના વિવેકવાળી તત્ત્વજ્ઞાનાત્મકદષ્ટિ જો ઉઘડી જાય તો તે તત્ત્વજ્ઞાનાત્મક દૃષ્ટિરૂપી ગારૂડિકમંત્રનું જ્યારે સ્મરણ થાય છે. ત્યારે આવા પ્રકારની તત્ત્વદૃષ્ટિરૂપ ગારૂડિકમંત્રના સ્મરણમાત્રથી જ પરદ્રવ્યના ભોગસુખોની પિપાસા રૂપી તૃષ્ણા ચાલી જાય છે. નાશ જ પામી જાય છે. તેથી તે તૃષ્ણારૂપી કાળા નાગના વિષ રહિત બનેલા અને આ જ કારણથી આત્માના રત્નત્રયીમય શુદ્ધ સ્વરૂપની સાથે એકમેકતા પામવા રૂપ તત્ત્વજ્ઞાનના ધ્યાનમાં મગ્ન બનેલા અને તેથી જ ક્ષાયિકસમ્યકત્વાદિ ગુણોનો આવિર્ભાવ થવાથી પ્રાપ્ત થયો છે ક્ષાયિક ભાવનો આનંદ જેને એવા જીવને પોતાના આત્માના ગુણોથી જ પૂર્ણતા માનવાના કારણે પદ્ગલિક સુખોની દીનતા હોતી નથી.
કારણ કે ભલે અવિરતસમ્યગ્દષ્ટિ જીવ હોય તો પણ આવા પ્રકારની તત્ત્વદૃષ્ટિનો વિકાસ થવાથી આત્મતત્ત્વ એ જ મારું સાચું તત્ત્વ છે. આવી શ્રદ્ધાયુક્ત એવો તે