________________
૬૮૨ પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫
વિજ્ઞાનસાર રંગ તરંગમાં, તેની ચમકમાં મોહબ્ધ બને છે અને વિશિષ્ટ કોટિના ચંદરવા-પુંઠીયા બંધાવવા વડે પોતાની મોટાઈ દેખાડતા જણાય છે. તેઓના વ્યાખ્યાનાદિ કાલે ઉચ્ચ કોટિના ચંદરવા, પુંઠીયા, ધજાઓ વગેરે પોતે જ મમતાથી કરાવે છે, બંધાવે છે અને અન્ય સાધુસંતોથી
અમે ઘણા મોટા છીએ” આવો દેખાવ કરે છે. અને મનમાં આવું માને છે. લોકો પાસેથી પૈસા મેળવે છે. જ્ઞાનાદિનાં ઉપકરણો વસાવે છે. તેની મમતા-મૂછ રાખે છે અને મમતાપૂર્વક પોતાની મોટાઈ વધે તેવા વ્યવહારો કરે છે. પરિગ્રહરૂપી ભૂત-પ્રેતનો આ પ્રતાપ છે. શ્રી ઉપમિતિ ભવપ્રપંચમાં સિદ્ધર્ષિગણિજીએ કહ્યું છે કે -
"स जातः कदाचिद् लब्धार्यकुलश्रावकसामग्रीसंयोगः श्रुततत्त्वोपदेशआप्तवैराग्य-गृहीतव्रतः, मुनिसङ्घसंयुतः, श्रुतलाभेन संपूज्यमानः, श्रावकवर्गः ज्ञानभक्त्योपरचितोल्लोचादिसदुपकरणः, तैरेव रमणीयकता-ममत्वाहङ्कारदूषितः तीव्रज्ञानावरणीयकर्मवशात् पतितो निगोदेऽनन्तभवभ्रमणरूपे इत्यावर्तस्वरूपं भावनीयमात्महिताय सद्भिः" । अतो निवारणीयमेव धर्मलिङ्गतो विषयपरिग्रहपोषणादिकम् ॥२॥
આ જીવ પુણ્યોદયથી કોઈક કાલે પ્રાપ્ત કર્યું છે આર્યકુલ જેણે એવો અને તેમાં પણ મેળવી છે શ્રાવકધર્મની સામગ્રી જેણે એવો પુણ્યશાળી થાય છે. સંસ્કારી માતા-પિતા અને સંસ્કારી વાતાવરણ, વ્યાખ્યાનશ્રવણ, નજીકમાં જ દેરાસર, ઉપાશ્રય, આવી શ્રાવકધર્મની પ્રાપ્તિને યોગ્ય અને પાલનને યોગ્ય ધર્મસામગ્રી આ જીવે પ્રાપ્ત કરી હોય, અને તેના નિરંતર આસેવનથી તત્ત્વોપદેશ સાંભળ્યો હોય, વ્યાખ્યાન શ્રવણ દ્વારા વૈરાગ્યદશા પ્રાપ્ત કરી હોય અને સાધુપણાનાં પાંચ મહાવ્રત આદિ ઉચ્ચરીને સાધુ બન્યો હોય.
- ત્યારબાદ વિશિષ્ટ શાસ્ત્રાભ્યાસના કારણે, ઉપદેશની સારી શક્તિ વિકસી હોય, તેના કારણે તથા સાધુપણું હોવાના કારણે અનેક શિષ્યો થયા હોય, તેવા પ્રકારના શિષ્ય-પ્રશિષ્ય રૂપે બનેલા અનેક મુનિઓના સમૂહ સાથે વિચરતો તથા શ્રુતની સારી પ્રાપ્તિ હોવાથી વિશિષ્ટપણે પૂજાતો અને શ્રાવકોના વર્ગો દ્વારા જ્ઞાનભક્તિ રૂપે બંધાયેલા ચંદરવા-પુંઠીયાં ધજાઓ આદિ વિશિષ્ટ શોભાયમાન ઉપકરણોવાળો આ જીવ તે જ જ્ઞાનોપકરણો વડે પોતાની જાતને રમણીયતાવાળી, મમતાવાળી અને અહંકારવાળી માનીને “હું કેવો મોટો છું? કેવો શોભાયમાન છું? મારા પ્રવેશકાલે અને નિવાસકાલે શ્રાવકો કેટલી દોડાદોડી કરે છે? અને હું જ્યાં જાઉં ત્યાં શ્રાવકો આવીને મારી કેવી સુંદર શોભા અને મારો કેવો સુંદર સત્કાર કરે છે? બીજા મુનિના અવસરે લોકો આવી અને આટલી શોભા નથી કરતા, હું કેવો પૂજાઉં