SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનસાર ૩૬૬ નિઃસ્પૃહાષ્ટક - ૧૨ આત્માના સુખને મેળવનાર કર્તા આત્મા, આ આત્માને મેળવવા યોગ્ય પણ આત્મતત્ત્વ જ છે આ કર્મકારક, આત્મતત્ત્વમાં રમણતા વડે જ આત્માના ગુણો મેળવી શકાય છે. આ કરણકારક પણ આત્મામાં જ, ગુણો પ્રગટ કરીને આપવાના પણ આત્માને જ છે. બીજા કોઈને નહીં. આ સંપ્રદાનકારક પણ આત્મામાં જ છે. જે ગુણો પ્રગટ કરવાના છે તે પણ આત્મામાંથી જ પ્રગટ કરવાના છે, પરદ્રવ્યમાંથી નહીં. માટે અપાદાનકારકતા પણ આત્મામાં જ છે અને પ્રગટ થયેલા ગુણોનો આધાર પણ આત્મા જ છે. કારણ કે તે ગુણો આત્મામાં જ રહે છે. અન્ય કોઈ સ્થાનમાં ગુણો રહેતા નથી કે રખાતા નથી. માટે અધિકરણકારક પણ આત્મા જ છે. આ પ્રમાણે છએ કારકચક્રનું અસ્તિત્વ આત્મામાં જ છે. માટે આ સુખ સ્વાધીન છે. પરાધીન નથી. આ કારણથી જિનેશ્વર પરમાત્માની આજ્ઞાને અનુસાર નિગૃહીત કર્યો છે (કંટ્રોલમાં કર્યો છે - ત્યજી દીધો છે) પરભાવ જેણે એવા નિઃસ્પૃહ મુનિને જ સાચું વાસ્તવિક સુખ છે. માટે નિઃસ્પૃહ મુનિને જે સુખ છે તે સુખ મહાન છે, ઈન્દ્રિયોથી અગોચર છે અને સ્વાભાવિક સુખ છે. અર્થાત્ ગુણોના અનુભવનું જે સુખ છે તે સદાકાળ રહેનાર છે. જેમ પરપત્નીના ભોગનું સુખ અને સ્વપત્નીના ભોગનું સુખ આ બન્નેની વચ્ચે જેટલો તફાવત છે તેટલો જ તફાવત પદ્ગલિક સુખમાં અને આત્માના ગુણોના સુખમાં છે. છા परस्पृहा महादुःखम्, निःस्पृहत्वं महासुखम् । एतदुक्तं समासेन, लक्षणं सुखदुःखयोः ॥८॥ ગાથાર્થ :- પરદ્રવ્યની સ્પૃહા એ મોટું દુઃખ છે અને નિઃસ્પૃહતા એ મોટું સુખ છે. આટલું જ સુખ અને દુઃખનું લક્ષણ મહાત્મા પુરુષોએ શાસ્ત્રોમાં સંક્ષેપથી કહ્યું છે. IIટા ટીકા :- “પરપૃત્તિ” પરચ-પરવસ્તુન: પરર્ વા ગૃહ-માણા મહાદુઃā= महत् कष्टम्, निःस्पृहत्वं-निर्वाञ्छकत्वम्, महासुखं-महानन्द इति सुखदुःखयोः समासेन-संक्षेपेण एतद् लक्षणमुक्तं-कथितम् । इत्यनेन पराशा एव दुःखम् । यच्च निर्विकाराखण्डसच्चिदानन्दस्य स्वाभाविकात्मधर्मभोक्तुः परभावाभिलाष एव दुःखं तर्हि किं पराशा ? इति । વિવેચન :- પરદ્રવ્યની જે સ્પૃહા, પરપદાર્થની જે ઈચ્છા, પરવસ્તુની જે આશા તેને પરસ્પૃહા કહેવાય છે. સમસ્ત પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય એ પરદ્રવ્ય કહેવાય છે. કારણ કે આત્મા ચેતન છે અને પુદ્ગલદ્રવ્ય જડપદાર્થ છે માટે તે પુદ્ગલદ્રવ્ય આત્માથી પરદ્રવ્ય છે.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy