________________
૪૬ મગ્નાષ્ટક - ૨
જ્ઞાનસાર स्वात्मानमेकान्ते निवेश्य अनादिभ्रान्तिजं परभावकर्तृत्व-भोक्तृत्व-ग्राहकत्वादिकं निवारणीयम्, स्वरूपाखण्डानन्दकर्तृत्वादिकं करणीयमिति गाथार्थः ॥३॥
પ્રશ્ન :- જો આ આત્મા પરભાવનો કર્તા નથી અને પરભાવનો અકર્તા જ છે. તો પછી ઉપર કહેલાં બે કારણોને લીધે (એક કારણ જ્ઞાનાવરણીય અને મોહનીયકર્મનો ઉદય અને બીજુ કારણ જ્ઞાનચેતના અને વીર્યપ્રવૃત્તિ પરદ્રવ્યાનુયાયી બની ગઈ છે તે. આમ બે કારણોને લીધે) ઉત્પન્ન થયેલી કર્મોની કતા એટલે કે પ્રતિસમયે તે મહાત્માને કર્મોનો બંધ થવો તે પણ આ આત્મામાં કેમ ઘટશે? અર્થાત્ જો આ જીવ પરભાવનો કર્તા નથી તો કર્મનો કર્તા પણ થશે નહીં અને જો કર્મોનો કર્તા ન માનીએ તો તેને કર્મો બંધાતાં જ નથી તો પછી કર્મોને તોડવા ધર્મપુરુષાર્થ કરવાની જરૂર શું? સંસારી આત્મા પણ મુક્તિગત આત્માની જેમ સ્વરૂપનો જ કર્તા-ભોક્તા રહેશે. તેને કર્મો બંધાતાં જ નથી તો પછી કર્મોના ક્ષયનો પ્રયત્ન કરવાનો રહેશે નહીં.
ઉત્તર - સંસારી જીવોમાં મન-વચન અને કાયાના આલંબને પ્રવર્તતું કરણવીર્ય બે પ્રકારનું છે. (૧) અભિસન્ધિજ (ઈચ્છાપૂર્વક વીર્યને કાર્યમાં પ્રવર્તાવવું) અને (૨) અનભિસન્ધિજ (ઈચ્છાના અભાવે સહજભાવે વીર્યનું કાર્યમાં પ્રવર્તવું). ઘણી વખત આપણે બુદ્ધિપૂર્વક ઈચ્છા સાથે કોઈ કોઈ કાર્યમાં પ્રવર્તીએ છીએ. જેમકે ભોજનક્રિયા, ગમનાગમન ક્રિયા, આ ક્રિયામાં વપરાતું જે વીર્ય તે અભિસન્ધિજ વીર્ય કહેવાય છે અને કેટલાંક કાર્યોમાં આત્માનું વીર્ય સહજ રીતે - સ્વાભાવિકપણે જ વપરાય છે. પરંતુ પોતાની ઈચ્છા પ્રમાણે નહીં. જેમકે ભોજન કરેલા આહારનું ઉદરમાં ગયા પછી પાચનક્રિયાનું કાર્ય. તે અનભિસન્ધિજ વીર્ય કહેવાય છે. હવે વિચારો કે -
પોતાના આત્મ-સ્વભાવમાં જ મગ્ન બનેલા અને આત્મસાધના કરનારા મહાત્મા મુનિઓમાં પ્રવર્તતું જે અનભિસબ્ધિજ વીર્ય છે અને તે વીર્યને અનુસરનારી જે જ્ઞાનચેતના છે, તેના વડે વ્યવહારાદિ નયોથી ઔપચારિક રીતે કર્મોના બંધનું કર્તુત્વ છે. તો પણ પોતાને આધીન (પોતાની ઈચ્છા પ્રમાણે પ્રવર્તાવાતા) એવા અભિસંધિજ વીર્ય વડે પોતાના આત્મગુણોમાં જ પ્રવૃત્તિ કરનારા એવા તે મહાત્માઓને પોતાના શુદ્ધસ્વભાવમાં જ પ્રવર્તવાપણું હોવાથી તાત્ત્વિકપણે કર્મોના બંધનું અકર્તુત્વ છે. જેમ મહામુનિઓ કાયાને ટકાવવા માટે તથા કાયા દ્વારા સંયમધર્મની સારી આરાધના થાય તે માટે આહાર વાપરે છે. પરંતુ તે આહારમાં અલિપ્તદશા હોવાથી આહાર વાપરવા છતાં કર્મો બાંધતા નથી, કારણ કે તે આહારમાં બુદ્ધિપૂર્વક રાગાદિ દશાથી વીર્યપ્રવૃત્તિ નથી. તે જ આહાર ગૃહસ્થાદિ વાપરે તો